ETV Bharat / city

Cabinet Meeting Gujarat Government: CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળશે કેબિનેટ બેઠક, આ મુદ્દાઓ પર થઈ શકે છે ચર્ચા - ડિફેન્સ એક્સ્પો 2022

23 ફેબ્રુઆરીના રોજ CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક (Cabinet Meeting Gujarat Government) મળશે. આ બેઠકમાં કોરોનાની પરિસ્થિતિ ગરીબ કલ્યાણ મેળા ડિફેન્સ એક્સપો અને આગામી બજેટ સત્રને લઇને ચર્ચા થઈ શકે છે.

Cabinet Meeting Gujarat Government: CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળશે કેબિનેટ બેઠક, આ મુદ્દાઓ પર થઈ શકે છે ચર્ચા

author img

By

Published : Feb 23, 2022, 6:16 AM IST

ગાંધીનગર: ગુજરાત રાજ્યમાં નવા વહીવટી કામોની મંજૂરી અને નવા આયોજન બાબતે દર બુધવારે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકનું (Cabinet Meeting Gujarat Government) આયોજન કરવામાં આવે છે. ત્યારે 23 ફેબ્રુઆરીના રોજ સ્વર્ણિમ સંકુલ-1 (swarnim sankul 1 gandhinagar)ખાતે આવેલા નર્મદા હોલમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સવારે 10:30 કલાકે કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે ગત વર્ષના બજેટની બાકી રહેલી રકમનો ઉપયોગ, પ્રોજેક્ટ બાબતે ચર્ચા કરવામાં આવશે.

કોરોના પરિસ્થિતિ

કેબિનેટ બેઠકમાં કોરોનાની પરિસ્થિતિ (Corona In Gujarat) કેવી છે? કેટલા કેસ વધ્યા? કેટલા લોકોના મૃત્યુ (Corona Death In Gujarat) થયા તે તમામ બાબતની પણ ચર્ચા કરવામાં આવશે. આવનારા સમયમાં હવે અમદાવાદ સહિત 8 મહાનગરપાલિકા વિસ્તારમાં કર્ફ્યુ (Night Curfew In Gujarat) કઈ રીતે રાખવો તે બાબતની પણ ચર્ચા કરવામાં આવશે. ત્યારબાદ કોર કમિટી દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.

ગરીબ કલ્યાણ મેળા

છેલ્લા 2 વર્ષથી કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં લઇને રાજ્ય સરકાર દ્વારા ગરીબ કલ્યાણ મેળા (Garib Kalyan Mela Gujarat)નું આયોજન કરવામાં આવ્યું નહોતું. ત્યારે હવે જે રીતે કોરોનાના કેસ (Corona Cases In Gujarat)માં સતત ઘટાડો થઇ રહ્યો છે તેને ધ્યાનમાં લઇને રાજ્ય સરકાર દ્વારા ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. 24 ફેબ્રુઆરીના રોજ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રથમ વખત ગોધરા ખાતે ગરીબ કલ્યાણ મેળા (Garib Kalyan Mela Godhra)નું આયોજન કરવામાં આવશે. ત્યારબાદ અમરેલી અને રાજકોટ ખાતે ગરીબ કલ્યાણનું પછીના દિવસોમાં એટલે કે 25 અને 26 ફેબ્રુઆરીના રોજ આયોજન કરવામાં આવ્યું છે તે બાબતની પણ કેબિનેટ બેઠકમાં ખાસ ચર્ચા કરવામાં આવશે.

ડિફેન્સ એક્સપો

10 માર્ચના રોજ કેન્દ્ર સરકાર દ્વારા ડિફેન્સ એક્સપો 2022નું (Defense Expo 2022)આયોજન કરવામાં આવ્યું છે અને સમગ્ર આયોજન ગાંધીનગર ખાતે થયેલું છે. બેઠકમાં આ બાબતની ચર્ચા પણ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આજે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કેન્દ્રીય રાજ્ય સંરક્ષણ પ્રધાન સાથે બેઠક કરીને સમીક્ષા પણ કરી હતી. ત્યારે રાજ્ય સરકાર દ્વારા હજુ પણ કઈ રીતે વધારે સારી વ્યવસ્થા કરી શકાય તે બાબતની પણ ખાસ ચર્ચા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ ડિફેન્સ એક્સપોનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવશે.

બજેટ સત્ર

વિજય રૂપાણી સરકારના રાજીનામા બાદ રાજ્યમાં નવી સરકાર ભૂપેન્દ્ર પટેલની સરકાર અસ્તિત્વમાં છે અને પ્રથમ વખત વિધાનસભામાં પ્રથમ બજેટ (gujarat budget 2022-23) રજૂ કરી રહ્યા છે. ત્યારે બજેટમાં કયા પ્રકારની જોગવાઇ કરવામાં આવશે? કયા નિયમો છ? કયા કાયદાઓમાં સુધારા-વધારા કરી શકાય છે? તે બાબતો પર ખાસ ચર્ચા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, વિધાનસભા ગૃહમાં 10 જેટલા નવા બિલ પસાર કરવામાં આવશે ત્યારે આ બાબત પર ખાસ ચર્ચા કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.