ગાંધીનગર : આ બાબતે કોંગ્રેસના આગેવાન અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, BTP સાથે કોંગ્રેસનું પેલેથી સંગઠન છે એટલે બંને મત કોંગ્રેસને જ મળશે અને કોંગ્રેસના બંને ઉમેદવારોની જીત થશે આ પ્રકારનો દાવો અર્જુન મોઢવાડિયાએ રજૂ કર્યો હતો સાથે જ અત્યાર સુધીમાં મતદાનની પ્રક્રિયામાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા કોઇપણ જાતનો વાંધો ઉઠાવવામાં નથી આવ્યો અને મતદાન શાંતિપૂર્ણ ચાલી રહ્યું હોવાની વાત અર્જુન મોઢવાડિયાએ કરી હતી.
જ્યારે સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે રાજ્યસભાની ચૂંટણીમાં હવે BTP પક્ષ અને સ્થાનિક સત્તાનું વધુ દબાણ જોવા મળી રહ્યું છે જો બીટી ભાજપને મત આપે તો સ્થાનિક સ્વરાજના ગઠબંધન પર મોટી અસર થઇ શકે તેમ છે અને સ્થાનિક રાજકારણમાં મોટા ભંગાણને સર્જાય તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. આ બાબતે BTPના ધારાસભ્યોની માંગને લઇને ભાજપના નેતાઓ વચ્ચે પણ ચર્ચાઓ હજી સુધી યથાવત છે સાથે જ BTPની માંગ સાથે પણ ભાજપ લાચાર બની હોવાનું પણ સામે આવી રહ્યું છે.
ઉપરાંત BTPના સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે ધારાસભ્ય મહેશ વસાવા સત્તાધારી પક્ષ સાથે જ રહેવાનું નક્કી કર્યું છે કે પોતાના કામ કરાવવા આવશે તો સત્તાધારી પક્ષની સાથે રહેવું પડશે કાર્યકરો સાથે સત્તાધારી પક્ષની તરફેણમાં મતદાન કરવા અંગેની પણ ચર્ચા કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.