- ધોરણ 12ની પરીક્ષાને લઈ કેન્દ્ર સરકાર બાદ રાજ્ય સરકારની જાહેરાત
- રુપાણીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં લેવાયો નિર્ણય
- ધોરણ 12ની પરીક્ષા રદ કરવાનો કરાયો નિર્ણય
ગાંધીનગર: સમગ્ર દેશમાં કોરોના સંક્રમણ છે ત્યારે કેન્દ્ર સરકાર (Central Goverment) દ્વારા GSEBએ 12 બોર્ડની પરીક્ષા રદ કરવામાં આવી છે. ત્યારે આજે બુધવારે વિજય રૂપાણીની અધ્યક્ષતા હેઠળ મળેલી કેબિનેટ બેઠકમાં ધોરણ 12ની બોર્ડની પરીક્ષા રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પરીક્ષાની જાહેરાત કરતાં રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, કેવી રીતે કેન્દ્ર સરકારે પોતાના સમયને ધ્યાનમાં લઈને વિદ્યાર્થીઓના હિતમાં બોર્ડની પરીક્ષા રદ કરી છે. તે જ રીતે રાજ્યમાં પણ ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ (Science)અને સામાન્ય પ્રવાહની પરીક્ષા રદ કરવામાં આવી છે. આ વર્ષે બોર્ડમાં 6.92 લાખ વિધાર્થીઓ નોંધાયા હતા. ઉપરાંત રીપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા અંગે હજુ સુધી કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી.
ધોરણ 12 બોર્ડની પરીક્ષા રદ
રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠક (Cabinate Bethak) માં આજે બુધવારે ખાસ ધોરણ 12 ની બોર્ડની પરીક્ષા બાબતે ચર્ચાઓ કરવામાં આવી હતી. તેમજ ચર્ચાઓના અંતે કેન્દ્ર સરકારે બોર્ડની પરીક્ષા રદ કર્યા બાદ રાજ્ય સરકાર દ્વારા પણ પરિક્ષા રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ધોરણ 12ની બોર્ડની પરીક્ષા રદ કરવાનો નિર્ણય કેબિનેટ બેઠકમાં કરવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ 1 જુલાઈથી ધોરણ-12ની પરીક્ષા લેવાશે, જાણો સમગ્ર ટાઈમટેબલ…
1 જૂનના દિવસે જાહેર કર્યું હતું ટાઈમ ટેબલ
વાત કરવા માટે રાજ્ય સરકાર દ્વારા 1 જુલાઈના રોજ ધોરણ 12ની બોર્ડની પરીક્ષા યોજવાની જાહેરાત કરવામાં આવી હતી. 1 જૂનના દિવસે સત્તાવાર રીતે બોર્ડની પરીક્ષાના ટાઈમટેબલની પણ જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે આજે બુધવારે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં કેન્દ્ર સરકારના નિયમ પ્રમાણે રાજ્યમાં પણ ધોરણ 12ની બોર્ડની પરીક્ષાઓ રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
કેન્દ્ર સરકારની ગાઈડલાઇન્સ પ્રમાણે યોજાશે અગાઉની પરીક્ષા
રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું છે કે, ધોરણ 12ની બોર્ડની પરીક્ષાઓ કેબિનેટ બેઠકમાં કરવામાં આવી છે. પરંતુ ત્યારબાદએ કઈ રીતની આગળની કાર્યવાહી કરવામાં આવશે. પરીક્ષા બાબતે શિક્ષણપ્રધાન ચુડાસમાએ વધુમાં જણાવ્યું હતું કે, તેમની આગળની કાર્યવાહી કેન્દ્ર સરકારની ગાઇડલાઇન પ્રમાણે યોજવામાં આવશે. જેમાં વિદ્યાર્થીઓને કોરોના મહામારીમાં પરીક્ષા માટે ક્યા પ્રકારની વ્યવસ્થા કરવી તથા આગળની તમામ બાબતો કેન્દ્ર સરકારની ગાઇડલાઇન્સ પ્રમાણે કાર્ય કરવામાં આવશે.
આ પણ વાંચોઃ જામનગરમાં ધોરણ 12ની પરીક્ષા રદ કરવા વિધાર્થીઓની માગ
મોટું કોણ ? સરકાર કે સંગઠન
રાજ્ય સરકારે ધોરણ 12ની પરીક્ષા રદ કરવાની જાહેરાત કરી તે પહેલા જ સંગઠનના ભાજપના યુવા મોરચાના પૂર્વ પ્રમુખ ઋત્વિજ પટેલે ટ્વિટ કરીને ધોરણ 12ની પરીક્ષા રદ કરાઇ હોવાની જાહેરાત કરી હતી. ઋત્વિજ પટેલે કરેલા ટ્વિટ પર પણ અનેક સવાલો ઊભા થયા હતા.સરકાર મોટી કે સંગઠન મોટું ?