ગાંધીનગરઃ પ્રદેશ કોંગ્રેસ વિવિધ જિલ્લાઓમાં કોરોના મૃતકોના પરિવારજનોને 4 લાખની સહાય (Financial assistance to the families of those who died from corona) આપવાની માંગણી સાથે ન્યાય યાત્રા (Congress's Justice Yatra in Gujarat) યોજી હતી. કોરોના મૃતકોને સરકારી સહાય મળે તેવી પહેલ કોંગ્રેસે જ કરી હતી. સમગ્ર રાજ્યમાં કોંગ્રેસ દ્વારા અગાઉ ન્યાય યાત્રા (Congress's Justice Yatra in Gujarat) કઢાઈ હતી. વિધાનસભામાં પણ તેને આ મુદ્દો ઉઠાવ્યો હતી. સુપ્રીમ કોર્ટે સરકારને કોરોના મૃતકોને આર્થિક સહાય કરવા નિર્દેશ આપ્યા હતા.
આ પણ વાંચો- PM Care Fund : નવસારીમાં 19 બાળકોને પીએમ કેર ફંડમાંથી મળી 10 લાખની સહાય
શા માટે કોંગ્રેસે ફરી ન્યાય યાત્રા યોજવી પડી?
સુપ્રિમ કોર્ટના આદેશ અનુસાર, સરકારે કોરોના મૃતકોના પરિવારજનોને આર્થિક વળતર ચૂકવવાનો નિર્ણય લઈને તેની પ્રક્રિયા શરૂ કરી હતી. મોટા ભાગના કેસોમાં આર્થિક ચૂકવણી થઈ ગઈ છે, પરંતુ કોંગ્રેસની માગ છે કે, કોરોના મૃતકનો પરિજનોને 4 લાખની સહાય (Financial assistance to the families of those who died from corona) ચૂકવવામાં આવે. જ્યારે સરકારે 50,000 રૂપિયાની સહાય જ જાહેર કરી છે. આથી કોંગ્રેસ દ્વારા સરકાર પર અસંવેદનશીલતાનો આક્ષેપ કરાયો છે.
આ પણ વાંચો- Corona Assistance Scheme: કચ્છમાં કોરોનામાં મૃત્યુપામેલાના પરિવારોને સહાય ચૂકવાઈ
63,000 પરિવારને આર્થિક સહાય ચૂકવાઈ: ઋત્વિજ પટેલ
કોંગ્રેસના આક્ષેપનો તો જવાબ આપતા ભાજપના પ્રદેશ પ્રવક્તા ડૉ.ઋત્વિજ પટેલે (BJP Co Spokesperson on Congress) જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોરોના મૃતકોના પરિવારજનોની 73,000 જેટલી અરજીઓ આર્થિક સહાય માટે (Financial assistance to the families of those who died from corona) આવી છે. આમાંથી 63 જેટલી અરજીઓની ચૂકવણી થઈ ગઈ છે. 10,000 જેટલી અરજીઓ પેન્ડિંગમાં છે. તેની પણ જલ્દી ચૂકવણી થઈ જશે. કોંગ્રેસ પાસે કોઈ મુદ્દા નથી એટલે આવા આક્ષેપો કરીને યાત્રાઓ યોજી રહી છે. જો કોંગ્રેસ ખરેખર લોકોનું ભલું કરવા ઇચ્છતી હોય તો કોંગ્રેસશાસિત 4 રાજ્યો મહારાષ્ટ્ર, પંજાબ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં કોરોના મૃતકના પરિવારને 4 લાખની સહાય અપાવી બતાવે.
આંકડાઓમાં ફેર
અહીં એ પણ નોંધવું રહ્યું કે, રાજ્યમાં કોરોનાથી મૃત્યુ પામ્યા હોય તેવા લોકોના પરિવારજનોની 73,000 અરજીઓ આવી છે. જ્યારે રાજ્ય સરકારના ચોપડે છેલ્લા આંકડા મુજબ 10,667 લોકોના જ મૃત્યુ બતાવે છે.