- 18 એપ્રિલે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી
- કુલ 11 વોર્ડ અને 44 ઉમેદવાર
- ભાજપે 10 વોર્ડના ઉમેદવારોના નામ જાહેર કર્યા
ગાંધીનગર: આગામી 18 એપ્રિલ 2021ના રોજ ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીઓ યોજાવાની છે. જે અંતર્ગત ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ 1 એપ્રિલ છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીએ ગાંધીનગર મહાનગરપાલિકાના 11 વોર્ડમાંથી કુલ 10 વોર્ડ પર પોતાના ઉમેદવારોના નામની યાદી જાહેર કરી છે.
પાટીદાર અને ક્ષત્રિય સમાજને મહત્વ
ભાજપે 11 બોર્ડના 44 ઉમેદવારોમાંથી 40 ઉમેદવારોના નામની યાદી જાહેર કરી છે. જ્યારે મહાત્મા મંદિર વોર્ડના ઉમેદવારોના નામની યાદી જાહેર કરવાની બાકી છે. ગાંધીનગરને ઉત્તર ગુજરાતનો ભાગ ગણી શકાય. અહીં પાટીદારોની વસ્તી વધુ છે. આ ઉપરાંત ઠાકોર કોમનું પણ વર્ચસ્વ વધુ છે. ત્યારે ભાજપે પણ આ બંને સમાજને મહત્વ આપ્યું છે. 40માંથી 12 ઉમેદવાર એટલે કે 30 ટકા પટેલ છે. જ્યારે 7 ઉમેદવાર ઠાકોર એટલે કે જાહેર કરેલી બેઠકના 17.5 ટકા ઠાકોર છે.
![ગાંધીનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીઓ માટે ભાજપ દ્વારા ઉમેદવારી લીસ્ટ જાહેર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/r-gj-gnr-21-gmc-bjp-list-photo-story-7209112_30032021230228_3003f_1617125548_385.jpg)
આ પણ વાંચો: ગાંધીનગર મહાનગરપાલિકા તડજોડનું રાજકારણ, હવે 18 એપ્રિલે ચૂંટણી
કોરોનાને લઈને ચૂંટણીઓનો વિરોધ
એક તરફ 18 એપ્રિલે ગાંધીનગર શહેરમાં ચૂંટણી યોજાવાની છે. ત્યારે વિધાનસભાથી લઈને સચિવાલય, પોલીસકર્મીથી લઈને નાગરિકો તમામ કોરોનાગ્રસ્ત થઈ રહ્યા છે. સમગ્ર ગુજરાતમાં કોરોનાનો રાફડો ફાટ્યો છે. ત્યારે લોકો પણ આ સંકટ સમયે ચૂંટણીનો વિરોધ કરી રહ્યા છે.
![ગાંધીનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીઓ માટે ભાજપ દ્વારા ઉમેદવારી લીસ્ટ જાહેર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/r-gj-gnr-21-gmc-bjp-list-photo-story-7209112_30032021230228_3003f_1617125548_626.jpg)
આ પણ વાંચો: ગાંધીનગર ચૂંટણી માટેની આખરી મતદાર યાદીમાં 2,82,380 મતદારો નોંધાયા