ગાંધીનગરઃ કડક અમલ માટે એટલું જ નહીં, પોલીસની ગાડી જોઈને સરકી જતા વ્યક્તિઓને પકડવા માટે પોલીસને ખાનગી ગાડીઓમાં ચેકિંગ કરવા માટેની સૂચના આપી દેવામાં આવી છે અને તેમની સાથે એક વિડીયોગ્રાફરને પણ રાખવા તાકીદ કરાઈ છે. સીસીટીવી કેમેરા, ડ્રોન અને એ.એન.પી.આર.ના માધ્યમથી શહેરની હિલચાલ ઉપર વિશેષ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે તે ઉપરાંત ઇન્ટેલિજન્સ બ્યુરોને પણ લોકડાઉન ભંગ અંગે વોચમાં રહેવા સૂચનાઓ અપાઇ છે. ઇન્ટેલિજન્સ બ્યૂરો દ્વારા મળેલા ઈનપુટને આધારે ગઈકાલે લોકડાઉન ભંગના 8 ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે જ્યારે એક મહિનામાં આઇ.બી.ના ઇનપુટ આધારે રાજ્યભરમાં 590 ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે.
લોકડાઉનમાં બહાર નીકળ્યાં છો તો ખેર નહીં, પોલીસે બનાવ્યો એક્શન પ્લાન - ગુજરાત લૉકડાઉન
લોક્ડાઉનના અમલ દરમિયાન રાત્રિના સમયે ઘરની બહાર નીકળતા નાગરિકોની સામે કાર્યવાહી કરવા માટે ખાસ એક્શન પ્લાન પણ તૈયાર કરી દેવામાં આવ્યો છે. આવા લોકોને પકડવા પોલીસ દ્વારા થર્મલ ડ્રોનનો ઉપયોગ કરવામાં આવશે. અમદાવાદમાં કન્ટેન્ટમેંટ જાહેર કરેલા વિસ્તારમાં નાઇટવિઝન સુવિધાયુક્ત થર્મલ ડ્રોનનો ઉપયોગ કરાશે. ઘોડેસવાર પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ કરવામાં આવશે.