ETV Bharat / city

ભરૂચની વેલ્ફેર હોસ્પિટલમાં જીવ ગુમાવનાર મૃતકના પરિવારજનોને 4 લાખ રૂપિયાની સહાય - ભરૂચ કોવિડ હોસ્પિટલ

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ભરૂચની કોવિડ હોસ્પિટલમાં સર્જાયેલી આગની દુઃખદ ઘટનામાં જીવ ગુમાવી ચૂકેલા લોકોને રાહત નિધિ ફંડમાંથી 4 લાખ રૂપિયા સહાય આપવાની જાહેરાત કરી છે.

ભરૂચની વેલ્ફેર હોસ્પિટલમાં જીવ ગુમાવનાર મૃતકના પરિવારજનોને 4 લાખ રૂપિયાની સહાય

author img

By

Published : May 1, 2021, 7:13 PM IST

  • મુખ્યપ્રધાને રાહત નિધિફંડમાંથી સહાય આપવાની કરી જાહેરાત
  • આગ દુર્ઘટનામાં 18 લોકો જીવતા હોમાયા
  • સારવાર અર્થે દાખલ થયેલા દર્દી અને સ્ટાફે જીવ ગુમાવ્યો

ગાંધીનગર: મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ભરૂચની કોવિડ હોસ્પિટલમાં સર્જાયેલી આગની દુઃખદ ઘટનામાં જાન ગુમાવનારા મૃતકો પ્રત્યે સંવેદના પ્રગટ કરી હતી. સારવાર અર્થે દાખલ થયેલા દર્દી અને સ્ટાફે જીવ ગુમાવ્યો. જેમાં 16 દર્દી અને 2 સ્ટાફના લોકો શામેલ હતા. આગ દુર્ઘટનામાં 18 લોકોએ જીવતા હોમાયા હતા. એક બાજુ કોરોનાની બેકાબૂ સ્થિતિ છે તો બીજી બાજુ આ પ્રકારની ઘટનાઓ બની રહી છે. જેમાં અલગ અલગ શહેરોમાં બેદરકારીથી લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે.

આ પણ વાંચોઃ સુરતની આયુષ કોવિડ હોસ્પિટલના ICU વિભાગમાં આગ લાગતા 4 લોકોના મોત

મુખ્યપ્રધાને સાંત્વના પાઠવી

મુખ્યપ્રધાને આ આગ દુઘર્ટનામાં જેમના દુઃખદ મૃત્યુ થયા છે તે પ્રત્યેક મૃતકોના વારસને 4 લાખ રૂપિયાની સહાય રાજ્ય સરકાર તરફથી મુખ્યપ્રધાન રાહત નિધિમાંથી આપવાની પણ જાહેરાત કરી હતી. આ સાથે અહાનુભૂતી પણ પાઠવી હતી. જો કે, આ પ્રકારની આ ત્રીજી એવી હોસ્પિટલની ઘટના છે. જેમાં આ રીતે દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. આ પહેલા અમદાવાદ અને રાજકોટમાં પણ દર્દીઓએ હોસ્પિટલમાં આ પ્રકારની બેદરકારીથી પોતાનો જીવ ગુમાવ્યો છે.

આગ દુર્ઘટનાની તપાસ રાજ્યના 2 સિનિયર IAS અધિકારીઓને સોંપાઈ

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ભરૂચ કોવિડ હોસ્પિટલની આગ દુર્ઘટનાની તપાસ માટે રાજ્યના 2 સિનિયર IAS અધિકારીઓ શ્રમ રોજગારના અધિક મુખ્ય સચિવ વિપુલ મિત્રા અને કમિશ્નર મ્યુનિસિપાલીટીઝ એડમીનિસ્ટ્રેશન રાજકુમાર બેનીવાલને ભરૂચ તાત્કાલિક પહોંચવા અને આ ઘટનાની તપાસ કરવાના આદેશ કર્યા છે. આ સાથે એમ પણ જણાવ્યું છે કે, રાજ્ય સરકાર આ દુર્ઘટનાની ન્યાયિક તપાસ સોંપવાની દિશામાં પણ કાર્યવાહી કરી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.