ETV Bharat / city

ગુજરાત વિધાનસભામાં કોરોનાનો કહેર, 9 જેટલા ધારાસભ્યો કોરોના પોઝિટિવ

ગુજરાત રાજ્યમાં હાલ ગાંધીનગરમાં આઠમું વિધાનસભા ગૃહ ચાલી રહ્યું છે. ગૃહમાં અત્યાર સુધીમાં કુલ-9 ધારાસભ્યો કોરોના પોઝિટિવ જાહેર થયા છે. જેમાં મંગળવારે કોંગ્રેસના દસાડાના ધારાસભ્ય નૌશાદ સોલંકી, ઉનાના ધારાસભ્ય પૂંજા વંશ અને ડાંગના ધારાસભ્ય વિજય પટેલ કોરોના પોઝિટિવ આવ્યા છે.

ગૃહમાં અત્યાર સુધીમાં કુલ-9 ધારાસભ્યો કોરોના પોઝિટિવ

author img

By

Published : Mar 23, 2021, 8:55 PM IST

Updated : Mar 23, 2021, 9:08 PM IST

  • રાજ્યમાં કોરોના મહામારીનો રાઉન્ડ ટૂ
  • ધારાસભ્યો પણ કોરોનાની ઝપેટે ચઢ્યા
  • ગૃહમાં અત્યાર સુધીમાં કુલ-9 ધારાસભ્યો કોરોના પોઝિટિવ

ગાંધીનગર: ગાંધીનગર વિધાનસભા ગૃહમાં પણ કોરોનાની એન્ટ્રી થવાને કારણે ધારાસભ્યોમાં પણ ફફડાટ ફેલાયો છે. નૌશાદ સોલંકી અને પૂંજા વંશ બંન્ને મંગળવારે સવારે ગૃહમાં હાજર હતા. આ પહેલા ચાલુ બજેટ સત્રમાં સૌથી પહેલા મંત્રી ઇશ્વર પટેલ કોરોના પોઝિટિવ આવ્યા હતા. આ સિવાય દસક્રોઇના બાબુભાઇ પટેલ, શૈલેષ મહેતા અને મોહન ઢોડિયા પણ કોરોના પોઝિટિવ જાહેર થયા હતા. આમ, વિધાનસભા ગૃહમાં અત્યાર સુધીમાં કુલ-9 ધારાસભ્યો કોરોના પોઝિટિવ જાહેર થયા છે.

ચાલુ સત્રમાં સંક્રમિત થયેલા સભ્યો

1. ઇશ્વરસિહ પટેલ (મંત્રી)

2. બાબુભાઈ પટેલ

3. શૈલેષ મહેતા

4. મોહનસિંહ ઢોડિયા

આજે મંગળવારે પોઝિટિવ આવેલા

5. પુંજાભાઈ વંશ

6. નૌશાદ સોલંકી

7. ભીખાભાઇ બારૈયા

8. વિજય પટેલ

9. ભરતજી ઠાકોર

આ પણ વાંચો: નરોડાના ધારાસભ્ય બલરામ થાવાણીએ ઉજવણીમાં કર્યો સોશિયલ ડિસ્ટન્સનો ભંગ

રાજ્યમાં કોરોનાની તેજ રફ્તાર

બાબુ જમના પટેલ હવે નેગેટિવ આવી ગયા છે. જ્યારે તાવ શરદીને લઇને મંત્રી હકુભાએ પણ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો, પરંતુ તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવી ગયો છે. રાજ્યમાં કોરોનાની રફ્તાર તેજ ગતિથી વધી રહી છે અને હવે વિધાનસભા ગૃહ સુધી પણ પહોંચ્યો છે. અગાઉ કૃષિ પ્રધાન ફળદુના પીએસ તેમજ 5 જેટલા સેક્શન અધિકારીઓ કોરોનામાં સપડાયા હતા.

આ પણ વાંચો: જંબુસરના કોંગ્રેસના ધારાસભ્ય સંજય સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

તમામ ધારાસભ્યોના નજીકના લોકોને ટેસ્ટ કરાવવા અધ્યક્ષે આપી સૂચના

આ ધારાસભ્યોએ સાથી મિત્રોને પણ કોરોના ટેસ્ટ કરાવવા માટે જણાવ્યું છે. વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ પણ તમામ સાથી ધારાસભ્યોને કોરોના ટેસ્ટ કરાવવા સૂચન કર્યું છે. ગૃહમાં કોરોનાને લઈ મુલાકાતીઓને પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. વિધાનસભા ગૃહમાં કોરોના વધી રહ્યો છે. જેને લઈ આરોગ્ય તપાસણી સઘન કરવામાં આવી રહી છે. કારણ કે, રાજ્યમાં કોરોનાની બીજી લહેર શરૂ થઈ ચૂકી છે અને જેના કારણે સોમવારે રેકોર્ડબ્રેક 1600 કરતા વધારે કેસ નોંધાયા હતા. હજુ તેમાં વધારો થઈ રહ્યો છે.

Last Updated : Mar 23, 2021, 9:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.