ગાંધીનગર: અમદાવાદ જિલ્લાના બરવાળા અને બોટાદમાં થયેલા લઠ્ઠાકાંડમાં(Botad Lathha Kand) જે લોકોએ પાણીમાં કેમિકલ મિશ્રિત દારૂ પીધો છે તે તમામ લોકોને હાલ અમદાવાદની સિવિલ હોસ્પિટલ અને ભાવનગરની સર ટી હોસ્પિટલમાં(Sir T Hospital Bhavnagar) સારવાર અર્થે ખસેડાયા છે. જ્યારે અત્યાર સુધીમાં 39 લોકોના મૃત્યુ નીપજ્યા છે. ગઈકાલે રાજ્ય કક્ષાના ગૃહ પ્રધાન સંઘવી અમદાવાદ સિવિલ હોસ્પિટલની મુલાકાતે આવ્યા હતા. જ્યાં ગૃહપ્રધાન અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઠ્ઠાકાંડના દર્દીઓની મુલાકાત દરમિયાન એક દર્દીના તબિયત પુછતા હર્ષ સંઘવી પાસે દેશી દારૂની પોટલી માંગી હતી.
આ પણ વાંચો: આ રીતે કેમિકલ બન્યું દેશી દારૂ, અને અત્યાર સુધી લીધા 39ના ભોગ
કેબિનેટ બેઠક બાદ વાતચીતમાં સામે આવી ઘટના - મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક પૂર્ણ થયા બાદ રાજ્યકક્ષાના સંકુલ 1ના પ્રવેશ દ્વાર(State Level Complex 1 Entrance Gate) પર સામાન્ય વાતચીત કરી હતી. લઠ્ઠાકાંડમાં જે લોકોએ દારૂ પીધો છે તેમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે કે નહીં? તેવા ETV Bharatના પ્રશ્નોના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે, તેમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જ્યારે એક એવી પણ ઘટના સામે આવી હતી. જ્યાં ગૃહપ્રધાન પાસે દર્દી પોટલી માગતા ખુદ હર્ષ સંઘવી દંગ રહી ગયા હતા.
આ પણ વાંચો: Botad Latthakand Case: મુખ્ય આરોપીની ધરપકડ કરતા ચોંકાવનારી વિગતો આવી સામે
પોલીસ હવે કરશે પીનારાઓ પર કાર્યવાહી - લઠ્ઠાકાંડમાં અત્યારે ભાવનગરની સર ટી હોસ્પિટલ, અમદાવાદ સિવિલ હોસ્પિટલ અને એસવીપી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ ઉપર પણ રાજ્ય પોલીસ દ્વારા કાયદેસરના પગલાં લેવામાં આવશે. પ્રોહિબિશન એક્ટ(Prohibition Act) અંતર્ગત કાયદેસરની પોલીસ ફરિયાદ લખાવી તેમની વિરુદ્ધ પગલાં પણ ભરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ(Liquor ban in Gujarat) છે દારૂબંધી છે. દારૂ વેચનાર અને દારૂ પીનાર બન્ને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થાય છે. હવે લઠ્ઠાકાંડમાં સામેલ અને હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.