ETV Bharat / city

Exam fever 2022 : RTE હેઠળ જોઈએ છે પ્રવેશ? તો જોઈ લો હજી કેટલી બેઠક બાકી છે... - RTE પ્રવેશ અંગે શિક્ષણ પ્રધાન જિતુ વાઘાણી

રાજ્યમાં રાઈટ ટૂ એજ્યુકેશન (Right to Education) અંતર્ગત પ્રથમ રાઉન્ડમાં 64,463 વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યો (RTE Admission 2022) છે. શિક્ષણ પ્રધાન જિતુ વાઘાણીએ ટ્વિટ કરી આ અંગેની માહિતી (Education Minister Jitu Vaghani on RTE Admission) આપી હતી.

RTE Admission 2022: રાજ્યમાં પ્રથમ રાઉન્ડમાં 64,463 વિદ્યાર્થીઓને મળ્યો પ્રવેશ, હજી કેટલી બેઠક બાકી, જૂઓ

author img

By

Published : Apr 27, 2022, 10:22 AM IST

Updated : Apr 27, 2022, 10:46 AM IST

ગાંધીનગર: રાજ્યમાં રાઈટ ટૂ એજ્યુકેશન હેઠળ (Right to Education) પ્રથમ રાઉન્ડના અંતે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા કુલ 64,463 વિદ્યાર્થીઓને પ્રવેશ (RTE Admission 2022) આપવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના શિક્ષણ પ્રધાન જિતુ વાઘાણીએ (Education Minister Jitu Vaghani on RTE Admission) ટ્વિટ કરીને આ અંગેની માહિતી આપી હતી.

  • જેના માટે વાલીઓને SMS થી જાણ કરીને તા. 05/05/2022 સુધીમાં શાળામાં રૂબરૂ જઈ પ્રવેશ લઈ લેવા સૂચના આપવામાં આવી છે.
    (2/2)

    — Jitu Vaghani (@jitu_vaghani) April 26, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

સરકારે RTE માટે શરૂ કરી હતી પ્રક્રિયા - રાજ્યમાં નવા શૈક્ષણિક વર્ષને ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર દ્વારા તમામ તૈયારીઓ (Right to Education) શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે નવા શૈક્ષણિક વર્ષના ભાગરૂપે રાઈટ ટૂ એજ્યુકેશન (Right to Education હેઠળ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા અરજીઓ મગાવવાની શરૂ કરવામાં આવી હતી. રાજ્યમાં 30 માર્ચથી 11 એપ્રિલ સુધી રાઈટ ટૂ એજ્યુકેશનની પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ હતી.

  • રાજ્યની કુલ 9955 જેટલી બિન અનુદાનિત પ્રાથમિક શાળામાં જુદા જુદા માધ્યમમાં કુલ 71,396 જેટલી જગ્યાઓ RTE હેઠળ ઉપ્લબદ્ધ હતી જે અંતર્ગત શાળાઓમાં નિયમોને ધ્યાનમાં લઈને પ્રથમ રાઉન્ડમાં 64,463 જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો છે.
    (1/2)

આ પણ વાંચો- Jitu Vaghani Statement : પોતાના જ નિવેદન પર શું બોલ્યા જિતુ વાઘાણી, જુઓ

શિક્ષણપ્રધાને આ જાહેરાત કરી - શિક્ષણ પ્રધાન જિતુ વાઘાણીએ (Education Minister Jitu Vaghani on RTE Admission) ટ્વિટરના માધ્યમથી જાહેરાત કરી હતી કે, રાજ્યની કુલ 9,955 જેટલી બિનઅનુદાનિત પ્રાથમિક શાળામાં જૂદાજૂદા માધ્યમમાં કુલ 71,396 જેટલી જગ્યાઓ રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ ઉપલબ્ધ હતી, જે અંતર્ગત શાળાઓમાં નિયમોને ધ્યાનમાં લઈને પ્રથમ રાઉન્ડમાં 64,463 વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો છે. જ્યારે જે વાલીઓને SMSથી પ્રવેશ માટેની જાણ કરવામાં આવી છે. તે વાલીઓએ 5મી સુધીમાં શાળામાં રૂબરૂ જઇને પ્રવેશ લેવાની સૂચના પણ આપવામાં આવી છે. આમ, પ્રથમ રાઉન્ડના અંતે 5 જૂન પહેલાં જે વાલીઓને એડમિશનનો (RTE Admission 2022) SMS આવ્યો છે. તેમણે એડમિશન લઈ લેવું પડશે.

આ પણ વાંચો- RTE Admission in Ahmedabad: અમદાવાદ શહેરમાં RTE માટે 12,500ની સામે 27,524 ફોર્મ ભરાયા

હજી 6933 બેઠકો રાઉન્ડ બાકી - આમ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા સત્તાવાર રીતે પ્રથમ રાઉન્ડના અંતે 64,462 જેટલા વિદ્યાર્થીઓને ધોરણ 1માં પ્રવેશની ફાળવણી (RTE Admission 2022) કરવામાં આવી છે. ત્યારે રાઈટ ટૂ એજ્યુકેશન અંતર્ગત રાજ્ય સરકાર પાસે 71,396 બેઠકો છે. આમ, હજી 6933 જેટલી બેઠકો પર રાઉન્ડ બાકી છે. ત્યારે હવે આગામી સમયમાં રાઉન્ડ બહાર પાડવામાં આવશે.

કોર્પોરેશન વિસ્તારમાં RTE અંતર્ગત આટલી અરજી આવી

શહેરઅરજી
અમદાવાદ42,152
વડોદરા10,641
સુરત30,205
રાજકોટ15,873
જામનગર5,150
ભાવનગર5,164
ગાંધીનગર1,325

શું છે નિયમ - રાઇટ ટૂ એજ્યુકેશન અંતર્ગત ધોરણ 1માં પ્રવેશ (RTE Admission 2022) મેળવવા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા નિયમ તૈયાર કરવામાં આવ્યા છે, જે અંતર્ગત શહેરી વિસ્તારમાં આવકની મર્યાદા 1.50 લાખ અને ગ્રામ્ય વિસ્તારમાં 1.20 લાખ આવક વાલીઓ માટે નક્કી કરવામાં આવી છે.

25 ટકા સુધીની બેઠક નક્કી કરાશે - બેઠક ફાળવણીની વાત કરીએ તો, આ બાબતે શિક્ષણ અધિકારી SP ચૌધરીએ ETV Bharat સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, 25 ટકા સુધીની બેઠકો નક્કી કરવામાં આવે છે, જેમાં નોન આરટીઈ (NON RTE) બાળકના કુલ બેઠકના 25 ટકા બેઠક RTE હેઠળ ફાળવવામાં આવે છે. ગયા વર્ષની વાત કરીએ તો 72,000ની આસપાસ વિદ્યાર્થીઓને ધોરણ 1માં RTE અંતર્ગત એડમિશન આપવામાં આવ્યું હતું. જ્યારે આ વર્ષે પણ વિદ્યાર્થીઓ સંખ્યા મુજબ રાજ્ય સરકારે 25 ટકા જગ્યા નક્કી કરવાની હોય છે અને તે નક્કી થયેલી જગ્યા ઉપર જ સરકાર ધોરણ 1માં એડમિશન આપી શકશે.

ગત વર્ષે 1,81,108 અરજીઓ મળી હતી - ગયા વર્ષની વાત કરીએ તો, રાઈટ ટૂ એજ્યુકેશન (Right to Education) અંતર્ગત ગયા વર્ષે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગને કુલ 1,81,108 ઓનલાઈન અરજી મળી હતી. જ્યારે વર્ષ 2020માં 2,04,420 જેટલી અરજીઓ પ્રાપ્ત થઈ હતી. તેમાં ફક્ત 1,19,697 બાળકોને પ્રવેશ (RTE Admission 2022) આપવામાં આવ્યો હતો.

Last Updated : Apr 27, 2022, 10:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.