ETV Bharat / city

સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ વહીવટદારની થશે નિમણૂક, ફક્ત રોજીંદુ સંચાલન જ કરી શકશે : નિતીન પટેલ - ગુજરાત ચૂંટણી પંચ

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ગુજરાત ચૂંટણી પંચ દ્વારા ત્રણ મહિના માટે ચૂંટણી સ્થગિત રાખવામાં આવી હતી. પરંતુ બીજી બાજુ સ્થાનિક સ્વરાજમાં ચૂંટાયેલી પાંખની મુદત પણ ડિસેમ્બર માસમાં પૂર્ણ થઈ રહી છે. ત્યારે વહીવટદાર દેવા કે નહીં તે અંગે રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેમાં સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને ફેબ્રુઆરી સુધીમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવાની મંજૂરી આપી છે. ચૂંટણી પ્રક્રિયા પુર્ણ થાય ત્યાં સુધી વહીવટદારની નિમણૂક કરવાની મંજૂરી પણ ગુજરાત સરકારને આપવામાં આવી છે.

સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ વહીવટદારની થશે નિમણૂક, ફક્ત રોજીંદુ સંચાલન જ કરી શકશે :  નિતીન પટેલ

author img

By

Published : Dec 9, 2020, 9:09 PM IST

  • જિલ્લા, તાલુકા અને મહાનગરપાલિકા ચૂંટણીમાં મુકાશે વહીવટદાર
  • સુપ્રીમ કોર્ટ આપી રાજ્ય સરકારને સૂચના
  • કોઈ નીતિ વિષયક નિર્ણય નહિ લઇ શકે વહીવટદાર
  • ફેબ્રુઆરી સુધીમાં ચૂંટણી યોજાશે

ગાંધીનગર : રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ગુજરાત ચૂંટણી પંચ દ્વારા ત્રણ મહિના માટે ચૂંટણી સ્થગિત રાખવામાં આવી હતી. પરંતુ બીજી બાજુ સ્થાનિક સ્વરાજમાં ચૂંટાયેલી પાંખની મુદત પણ ડિસેમ્બર માસમાં પૂર્ણ થઈ રહી છે. ત્યારે વહીવટદાર દેવા કે નહીં તે અંગે રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેમાં સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને ફેબ્રુઆરી સુધીમાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવાની મંજૂરી આપી છે. ચૂંટણી પ્રક્રિયા પુર્ણ થાય ત્યાં સુધી વહીવટદારની નિમણૂક કરવાની મંજૂરી પણ ગુજરાત સરકારને આપવામાં આવી છે.

સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ વહીવટદારની થશે નિમણૂક, ફક્ત રોજીંદુ સંચાલન જ કરી શકશે : નિતીન પટેલ
ફેબ્રુઆરી સુધી વહીવટદાર સંચાલન કરશેસુપ્રીમ કોર્ટના માર્ગદર્શન અનુસાર રાજ્યની 6 મહાનગરપાલિકાઓ તાલુકા અને જિલ્લા પંચાયતમાં બુધવારે ચૂંટણી માટે ચૂંટાયેલી પાંખની સમયમર્યાદા ડિસેમ્બર માસમાં પૂર્ણ થઈ રહી છે. તેમાં વધારે નિમણુક રાજય સરકાર દ્વારા કરવામાં આવશે. આ વહીવટદાર ફેબ્રુઆરી સુધી જે તે સંસ્થાનો વહીવટ સંભાળશે. ત્યારે આ સમય દરમિયાન વહીવટદાર કોઇપણ નીતિવિષયક નિર્ણય નહીં કરી શકે. પરંતુ ફક્ત રોજીંદા કામકાજ ઉપર જ ધ્યાન રાખીને સંચાલન કરી શકશે.ફેબ્રુઆરી સુધીમાં ચૂંટણી પૂર્ણ કરવાની રહેશેરાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના નિર્દેશ અનુસાર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ફેબ્રુઆરીના અંત સુધીમાં પૂર્ણ કરવાની રહેશે. ઉલ્લેખનીય છે કે, ચૂંટણી પૂર્ણ કરવા માટે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જાન્યુઆરીમાં નોટિફિકેશન બહાર પાડીને ફેબ્રુઆરી સુધી નહીં 25 તારીખ પહેલા ચૂંટણીનું મતદાન અને મત ગણતરી કાર્યક્રમ સુધીના તમામ કાર્યક્રમ પૂર્ણ થાય તેવી રીતે આયોજન કરવામાં આવશે.કેટલી જગ્યાએ જરૂર પડશે વહીવટદાર નિમણૂંકગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની વાત કરવામાં આવે તો 6 મહાનગરપાલિકા જેવા કે અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, ભાવનગર અને જામનગર કોર્પોરેશનમાં ચૂંટાયેલી પાંખની મુદત ડિસેમ્બર માસમાં પૂર્ણ થઈ રહી છે. ત્યારે રાજ્ય સરકાર સુપ્રીમકોર્ટના નિર્દેશાનુસાર અગ્ર સચિવ કક્ષાના અધિકારીઓને વહીવટીદાર તરીકેની નિમણૂંક આપશે. જ્યારે 31 જિલ્લા પંચાયતમાં સચિવ કક્ષાના અધિકારીઓને રાજ્ય સરકાર વહીવટદાર તરીકે નિમણૂક આપશે. આ ઉપરાંત 231 તાલુકા પંચાયત અને 56 નગરપાલિકા વિસ્તારમાં પણ વહીવટદારની નિમણૂક કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.