ETV Bharat / city

ગાંધીનગરમાં એકલી અવર-જવર કરતી સ્ત્રીઓ સામે અશ્લીલ હરકત કરતા યુવાનની પોલીસે કરી ધરપકડ - Gandhinagar News

ગાંધીનગરમાં સ્ત્રીઓ સામે પોતાના કપડા કાઢી અશ્લીલ હરકત કરતા યુવાનની પોલીસે ધરપકડ કરી છે. તેની સામે સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો હતો. આ શખ્સ એકલી અવર-જવર કરતી સ્ત્રીઓ સામે ઉભા રહી આ પ્રકારની હરકત કરતો હતો.

Gujarat News
Gujarat News
author img

By

Published : Jun 15, 2021, 8:14 PM IST

  • સેક્ટર 8, સેક્ટર-9ના નાગરિકો દ્વારા રજૂઆત કરાઈ હતી
  • અનેક મહિલાઓ સામે ઊભા રહી ચેનચાળા કરતો હતો
  • અગાઉ મર્ડરનો ગુનો પણ દાખલ થયો છે આ શખ્સ વિરુદ્ધ

ગાંધીનગર : છેલ્લા કેટલાક દિવસોથી ગાંધીનગર શહેરમાં સેક્ટર-8 અને સેકટર-9 વિસ્તારમાં રહેતાં નાગરિકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે, એક સફેદ કલરની ગાડી લઈ આવતો યુવાન એકલી અવર-જવર કરતી સ્ત્રીઓ સામે પોતાના કપડા કાઢી અશ્લીલ હરકત કરે છે. આ ઘટનાની પોલીસે તપાસ કરી અને યુવકને રંગે હાથે પકડવા માટે છટકું ગોઠવ્યું હતું. યુવાન પોલીસ સામે આ પ્રકારની હરકત કરતા પોલીસે તેની ધરપકડ કરી હતી.

ગાંધીનગરમાં મહિલા વિરુદ્ધ અશ્લીલ કૃત્ય કરવા બદલ એક યુવકની પોલીસે ધરપકડ કરી હતી

આ પણ વાંચો : અશ્લીલ વીડિયો વાઇરલ થતા બારડોલી નગરપાલિકાના નગરસેવક પક્ષમાંથી સસ્પેન્ડ

આ શખ્સને પકડી સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો

ગાંધીનગરના DYSP એમ. કે.રાણાના માર્ગદર્શનમાં PI એચ.પી.ઝાલા LCN 2 અને PI એસ.એસ.પવાર દ્વારા સેક્ટર- 8 અને 9 વિસ્તારના નાગરિકોનો સંપર્ક કરી અશ્લીલ હરકતો કરતા શખ્સની ગાડીની વિગતવાર માહિતી મેળવી હતી. જેમાં એચ.પી.ઝાલા દ્વારા ડેકોઇ આયોજન કરી આ શખ્સને પકડવા માટે એક ટીમ બનાવવામાં આવી હતી. પોલીસની ટીમ બનાવી સેક્ટર-8 અને સેક્ટર-9 વિસ્તારમાં વોચ રાખવામાં આવી હતી. પોલીસે છટકું ગોઠવી આ શખ્સ બ્રિજેશ સોલંકીને રંગે હાથે પકડ્યો હતો. તેના વિરુદ્ધ સેક્ટર-7 પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરાયો હતો. બ્રિજેશ સોલંકી વિરોધ સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં અગાઉ પણ ખૂનનો ગુનો નોંધાયો છે. જે ગુનામાં આ શખ્સને આજીવન કેદની સજા પણ થયેલી છે. આ ઉપરાંત સેક્ટર-21 પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાતનો પણ ગુનો દાખલ થયેલો છે.

આ પણ વાંચો : મલયાલમ અભિનેત્રીના ઈન્ટરનેટ પર અશ્લીલ ફોટા વાઈરલ થતા ફરિયાદ નોંધાવી

મહિલા પોલીસ કર્મચારીને રોડ પર ચાલતી ગાડીની નજીક થઈ પસાર થવા મોકલ્યા અને આ શખ્સ પકડાયો

પોલીસને બાતમી મળતા તેમને સેક્ટર-8માંથી સફેદ કલરની ગાડી શંકાસ્પદ લાગતા તેનો ખાનગી ગાડીમાં તેનો પીછો કર્યો હતો. આ દરમિયાન ગાડી ચાલકે સેક્ટર-9માં એકાંત રોડ ઉપર તેની ગાડી ઉભી રાખી, આયોજન મુજબ મહિલા પોલીસ કર્મચારીને રોડ પર ચાલતી ગાડીની નજીક થઈ પસાર થવા મોકલ્યા, મહિલા પોલીસ કર્મચારી ગાડી પાસે પહોંચ્યા તે દરમિયાન તેના ચાલકે મહિલાને જોઇ એકદમ ગાડીમાંથી નીચે ઉતરી અશ્લીલ શબ્દો ઉચ્ચાર્યા હતા. તેમજ અશ્લીલ માંગણીઓ પણ કરી હતી. જે બાદ પોતાનું ટીશર્ટ ઉંચુ કરી લોઅર કમરથી નીચે ઢીંચણ સુધી ઉતારી અશ્લીલ હરકતો કરવા લાગ્યો હતો. જેથી સ્ટાફની ટીમે દોડીને તેની પાસે જઇ ધરપકડ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.