- સુનાવણી બાબતે સાક્ષીઓને સમન્સ પાઠવવામાં આવ્યા
- પોલીસ દ્વારા 500 પાનાની ચાર્જશીટ રજૂ કરવામાં આવી
- આ કેસમાં 15 દિવસમાં ચુકાદો આવી શકે છે
ગાંધીનગર: સાયકો કિલર (psycho killer) વિજય પોપટજી ઠાકોર કે જેણે 3 વર્ષની બાળકી પર દુષ્કર્મ (rape) આચર્યું હતું અને તેનું મોત નિપજાવ્યું હતું. આ ઉપરાંત અન્ય 5 વર્ષની તેમજ 7 વર્ષની અને 10 વર્ષની એમ 4 બાળકીઓ પર દુષ્કર્મ આચર્યું હતું. આ ઉપરાંત 8 જેટલા ગુનામાં વિજય પોપટજી ઠાકોર સામે પોલીસ ફરિયાદ (police complaint) દાખલ કરવામાં આવી છે. આ પ્રકારના કૃત્ય આચરનારા આરોપી વિરુદ્ધ પોલીસે ચાર્જશીટ ફાઇલ (charge sheet file) કર્યા બાદ આજે ગાંધીનગર કોર્ટ (gandhinagar court)માં આ કેસની સુનાવણી શરૂ કરવામાં આવી છે.
આગામી 4 દિવસમાં ટ્રાયલ પ્રક્રિયા પૂર્ણ થશે
કોર્ટ દ્વારા આજથી જ કાર્યવાહી (proceedings) શરૂ કરવામાં આવી છે, જેમાં 16 પંચોને આજે તપાસવામાં આવ્યા હતા. 3થી 4 દિવસમાં આ કેસને લઈને ટ્રાયલ (trial) પૂર્ણ થાય તેવી શકયતા છે. આગલી મુદ્દતે ફરિયાદીને બોલાવવામાં આવશે અને ત્યારબાદ FSLના રિપોર્ટ રજૂ કરવામાં આવશે, જેથી આગામી 15 દિવસની અંદર આ કેસનો ચુકાદો આવે તેવી સંપૂર્ણ શક્યતા છે.
60 જેટલા સાક્ષીઓની પોલીસે જુબાની લીધી
ગાંધીનગર પોલીસે આ મામલે 60 જેટલા સાક્ષીઓની જુબાની (Testimony of witnesses) લીધી છે અને 70 જેટલા CCTV ફૂટેજ આ ગુના અંતર્ગત તપાસ્યા છે. સુનાવણી બાબતે આજે 16 સાક્ષીઓને સમન્સ પણ પાઠવવામાં (Summons issued) આવ્યા હતા. પોલીસે વિડીયો ફૂટેજ અને ટેકનિકલ સંયોગી પુરાવાઓ એકત્રિત કર્યા છે. તમામ પુરાવાઓના આધારે ફાસ્ટટ્રેક કોર્ટમાં આ મામલાની સુનાવણી શરૂ કરવામાં આવી છે, જેથી દરરોજ આ કેસમાં સુનાવણી ચાલશે અને એક જ મહિનામાં આ કેસનો ચુકાદો આવશે.
ગાંધીનગર પોલીસ દ્વારા 9 દિવસમાં 500 પેજની ચાર્જશીટ ફાઇલ કરાઈ હતી
ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ પણ આ પહેલા આ કેસ મામલે જલ્દી તપાસ થાય અને ચુકાદો આવે તેને લઈને દિશા-નિર્દેશ કર્યો છે, જેથી ગાંધીનગર પોલીસ દ્વારા 9 દિવસમાં 500 પેજની ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી છે. ગૃહપ્રધાને આ પ્રકારના કેસમાં આરોપીને પુરાવા આધારિત કડક સજા થાય અને સમાજમાં દાખલો બેસે એ હેતુથી આ દિશા-નિર્દેશ કર્યો હતો.
આ પણ વાંચો: પીડિતા યુવતીના ભાઈ તરીકે તેને અને તેના પરિવારને ન્યાય અપાવીશ: હર્ષ સંઘવી
આ પણ વાંચો: ધોરણ 9થી 11માં પ્રાકૃતિક ખેતીનો વિષય ઉમેરવામાં આવશે: વાઘાણી