- સચિવાલયની બહાર ચોકીમાં આગનો મામલો
- પોલીસે ગણતરીના સમયમાં આરોપીની કરી ધરપકડ
- CCTVની મદદથી આરોપી ઝડપાયો
ગાંધીનગર: પિશાચી આનંદ લેવા માટે લોકો ગમે તે હદ સુધી ઉતરી જતા હોય છે, ત્યારે ગઈકાલે બુધવોરે મોડી સાંજે સચિવાલયના ગેટ નંબર 6 પાસે આવેલી પોલીસ ચોકીમાં આગ લાગી હતી. જેમાં ગાંધીનગરના સેક્ટર 6 ખાતે રહેતા એક શખ્શે પિશાચી આનંદ લેવા માટે આગ લગાવી હોવાનું પોલીસે જણાવ્યું હતું.
આ પણ વાંચો:વડોદરામાં યુવકે અગમ્ય કારણોસર કારને આગ લગાવી, જુઓ વીડિયો
CCTVના માધ્યમથી આરોપીની ધરપકડ
આ બાબતે ગાંધીનગર DySP એમ કે રાણાએ જણાવ્યું હતું કે, સચિવાલયની બહાર આવેલી પોલીસ ચોકીમાં આગ લાગી ન હતી, પરંતુ લગાવવામાં આવી હતી. વિક્રુત આનંદ લેવા માટે આરોપી દ્વારા આગ લગાવવામાં આવી હતી, જેમાં પોલીસે CCTVની તપાસ કર્યા બાદ તેના ફૂટેજના આધારે આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
આ પણ વાંચો:ટ્રાફિક પોલીસે દંડ ફટકારતા યુવકે પોતાનું બાઇક સળગાવ્યું
આરોપી પહેલા પણ કરી ચૂક્યો છે આવું કામ
સેકટર-7 પોલીસ સ્ટેશન દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને પોલીસ તપાસમાં આરોપીએ વિક્રુત આનંદ લેવા માટે જ પોલીસ ચોકીમાં આગ લગાવી હોવાનું સામે આવ્યું છે, જ્યારે આરોપીએ ભૂતકાળમાં પણ આવું કૃત્ય કર્યું હોવાની વાત સામે આવી છે.