ગાંધીનગર : રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આજે રાજ્યમાં કોરોનાવાયરસ ઘટે સાથે જ કોરોના કેસમાં પણ ઘટાડો થાય તે માટે મહત્વના બે નિર્ણય કરવામાં આવ્યાં છે જેમાં હવે રાજ્યમાં કોઈપણ વ્યક્તિ જાહેરમાં થૂંકવા બદલ અને માસ્ક પહેર્યુ નહીં હોય તો 500 રૂપિયાનો દંડ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જ્યારે અગાઉ રાજ્ય સરકાર દ્વારા unlock 1 દરમિયાન માસ્ક વગર અને જાહેરમાં થૂંકવામાં 200 રૂપિયાનો દંડ નક્કી કરવામાં આવ્યો હતો. પરંતુ હવે દંડની રકમ વધારો કરીને 200ની જગ્યાએ 500 રૂપિયા દંડ કરવામાં આવ્યો છે જેનું અમલીકરણ 1 ઓગસ્ટથી સમગ્ર રાજ્યમાં કરવામાં આવશે.
જાહેરમાં થૂંકવા અને માસ્ક ન હોય તો 500નો દંડ, 1 ઓગસ્ટથી સમગ્ર રાજ્યમાં અમલી થશે - વિજય રુપાણી
રાજયમાં કોરોના પોઝિટિવ કેસમાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે. ત્યારે રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસમાં ઘટાડો થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા અનેક નિર્ણયો કરવામાં આવી રહ્યાં છે. ત્યારે આજે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જાહેરમાં થૂંકવા બદલ દંડની રકમમાં વધારો કરવામાં આવ્યો છે. જેથી હવે જાહેરમાં થૂંકવા બદલ હવે 200ની જગ્યાએ 500 રૂપિયા દંડ વસૂલ કરવામાં આવશે જ્યારે આ નિર્ણય 1 ઓગસ્ટથી સમગ્ર રાજ્યમાં અમલી કરવામાં આવશે.