ETV Bharat / city

મુખ્યપ્રધાન રૂપાણીની અધ્યક્ષતામાં યોજાશે કેબિનેટ બેઠક, વેક્સિનેશન, ત્રીજી લહેર અને પાક મુદ્દે થશે ચર્ચા

author img

By

Published : Aug 31, 2021, 11:01 PM IST

રાજ્યના મહત્વના નિર્ણયો અને આગામી આયોજન બાબતે દર બુધવારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવે છે. જેમાં 1 સપ્ટેમ્બરના રોજ 10:30 કલાકે મુખ્યપ્રધાન વિજય રૂપાણી અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ત્રીજી લહેર, રસીકરણ અને પાકના મુદ્દે ચર્ચા કરવામાં આવશે.

Gandhinagar News
Gandhinagar News
  • રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં યોજાશે કેબિનેટ બેઠક
  • મુખ્ય સચિવ તરીકે પંકજ કુમારની પ્રથમ કેબિનેટ બેઠક
  • વેક્સિનેશન કામગીરી વધુ ઝડપી બનાવવા મુદ્દે થશે ચર્ચા
  • વરસાદની અછત, પાક વીમો, ખેડૂતો મુદ્દે થશે ચર્ચા

ગાંધીનગર: રાજ્યના મહત્વના નિર્ણયો અને આગામી આયોજન બાબતે દર બુધવારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવે છે. જેમાં 1 સપ્ટેમ્બરના રોજ 10:30 કલાકે મુખ્યપ્રધાન વિજય રૂપાણી અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. મળતી માહિતી પ્રમાણે રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરને રોકવા વધુમાં વધુ ઝડપી લોકોનું રસીકરણ થાય તે બાબતે પણ ચર્ચા કરવામાં આવશે.

કેબિનેટ બેઠકમાં ત્રીજી લહેર અને પાક મુદ્દે થશે ચર્ચા

ત્રીજી લહેર રોકવા માટે વેક્સિનેશન

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે હતા અને તેઓએ અમદાવાદ કલેક્ટર સાથે બેઠક યોજીને ખાસ વેક્સિનેશન બાબતે ભાર આપ્યો હતો. આજે બુધવારે મળનારી કેબિનેટ બેઠકમાં સમગ્ર ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેરને રોકવા માટે અથવા તો નિષ્ક્રિય કરવા માટે રાજ્યના તમામ નાગરિકોને વહેલી તકે આપવામાં આવે તે બાબતનો ખાસ આયોજન કરવામાં આવશે. સાથે જ અનેક જિલ્લાઓમાં કે જ્યાં હજુ પણ લોકોમાં વેક્સિન પ્રત્યેની માન્યતાઓ છે, તે જગ્યા ઉપર વધુમાં વધુ લોકોને વેક્સિન અપાય તેવી વ્યૂહરચના પણ રાજ્ય સરકાર દ્વારા તૈયાર કરવામાં આવશે.

વરસાદની ઘટ, રાજ્યમાં દુષ્કાળના ભણકારા

અન્ય મુદ્દાઓની જો વાત કરવામાં આવે તો રાજ્યમાં ચાલુ વર્ષે વરસાદની ઘટ જોવા મળી રહી છે. આજે વેધર વોચ કમિટીની મળેલી બેઠકમાં રાજ્યમાં કુલ 42 ટકા જેટલો જ વરસાદ પડ્યો છે. એટલે કે હજુ પણ 57 ટકા જેટલો વરસાદ બાકી છે, ત્યારે જો રાજ્યમાં સપ્ટેમ્બર માસમાં પણ વરસાદ નહીં પડે તો રાજ્ય સરકાર દ્વારા પીવાના પાણી સિંચાઈના પાણી બાબતે પણ આજની બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.

પંકજ કુમારની પ્રથમ કેબિનેટ બેઠક

મુખ્ય સચિવ તરીકે અનિલ મુકિમ વય નિવૃત્ત થયા છે. રાજ્ય સરકારે પંકજકુમારની મુખ્ય સચિવ તરીકેની વરણી કરી છે અને 31 ઓગસ્ટના સાંજે 4 વાગ્યે પંકજકુમારે સત્તાવાર રાજ્યના મુખ્ય સચિવ તરીકેની જવાબદારી સંભાળી છે. 1 સપ્ટેમ્બરના રોજ મળનારી કેબિનેટ બેઠકમાં પંકજકુમારની મુખ્ય સચિવ તરીકેની પ્રથમ કેબિનેટ બેઠક રહેશે. કેબિનેટ બેઠકમાં તમામ રાજ્યકક્ષાના પ્રધાનો અને કેબિનેટ પ્રધાનો સહિતના અધિકારીઓ પદાધિકારીઓ પણ પંકજકુમારને શુભેચ્છા પાઠવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.