ETV Bharat / city

ભારે વરસાદની આગાહીને લઈને રાજ્યમાં 9 NDRF ટીમ સ્ટેડનબાય - gandhinagrnews

ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે હવામાન વિભાગે સૌરાષ્ટ્ર ઝોનમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યના ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા 9 જેટલી NDRFની ટીમને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.

NDRF team
NDRF team
author img

By

Published : Jul 16, 2020, 3:15 PM IST

ગાંધીનગર :ગુજરાતમાં કોરોનાના કહેર વચ્ચે ફરી ચોમાસું સક્રિય થઇ રહ્યું છે. રાજ્યમાં આવનારા 5 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે સૌરાષ્ટ્ર ઝોનમાં અતિભારે વરસાદની આગાહી છે. અગમચેતી રૂપે રાજ્યના ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા 9 જેટલી NDRF (National Disaster Response Force)ની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.

ભારે વરસાદની અગાહીને લઈને રાજયમાં 9 NDRF ટીમ સ્ટેડનબાય
NDRFની ટીમ બાબતે ડિઝાસ્ટર મેનેજમેન્ટમાંથી મળતી માહિતી પ્રમાણે રાજ્યમાં 9 જેટલી NDRFની ટીમને એલર્ટ પર મૂકવામાં આવી છે. જ્યારે જામનગરથી અમરેલી અને રાજકોટ થી ભાવનગર એક એક ટીમને તૈનાત કરી દેવામાં આવી છે. આ ઉપરાંત જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદની આગાહીના કારણે NDRFની એક ટીમ જૂનાગઢ મોકલવાનું પણ ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.

જ્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજુ પણ 6 જેટલી ટીમને બરોડા ખાતે રિઝર્વમાં રાખવામાં આવી છે રાજ્યમાં ભારે વરસાદના કારણે અનેક રસ્તાઓ પણ બંધ થયા છે. ત્યારે રાજ્યમાં આજદિન સુધીમાં કુલ 19 જેટલા રસ્તા પરિસ્થિતિને ધ્યાનમાં લઈને બંધ કરવામાં આવ્યા છે.

જેમાં બે સ્ટેટ હાઈવેનું પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જામનગર હાઈવે પોરબંદર હાઇવેનો સમાવેશ થયો છે.પંચાયતના 15 જેટલા રસ્તાઓ સાવચેતીના ભાગે બંધ રાખવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.