- રાજ્યમાં કુપોષિત બાળકોના આંકડા સામે આવ્યા
- રાજ્યમાં કુલ 802 બાળકો કુપોષિત જન્મ લીધો
- સરકારની કુપોષણ વિરુદ્ધ સ્કીમ છતાં પણ રાજ્યમાં જન્મ લઈ રહ્યા છે કુપોષિત બાળકો
ગાંધીનગર : ગુજરાતીમાં કહેવત છે કે, જે રાજ્યનું બાળક સ્વસ્થ તે રાજ્યનું ભવિષ્ય પણ સ્વસ્થ. પરંતુ જો ગુજરાતની વાત કરવામાં આવે તો અત્યારે ગુજરાતની સમગ્ર દેશમાં વિકસિત રાજ્ય તરીકે ગણના કરવામાં આવી રહી છે, પરંતુ રાજ્યમાં છેલ્લા 30 દિવસની અંદર 802 જેટલા કુપોષણ બાળકોનો જન્મ થયો છે. રાજ્ય સરકારની ગુજરાત પોષણ અભિયાન અંતર્ગત અનેક સ્કીમ કાર્યરત છે. તેમ છતાં પણ ગુજરાત રાજ્યમાં છેલ્લા 23 દિવસની અંદર 802 જેટલા કુપોષણ બાળકો જન્મ્યા છે, જ્યારે સૌથી વધુ બનાસકાંઠા જિલ્લામાં 239 જેટલા બાળકોએ કુપોષણની વ્યાખ્યામાં જન્મ લીધો છે.
આ પણ વાંચો-મહીસાગર વહીવટી તંત્ર દ્વારા કુપોષિત બાળકને શેલ્ટર હોમમાં રાખી પોષણ અપાયું
રાજ્ય સરકાર ચલાવી રહી છે ગુજરાત પોષણ યોજના 2020-22
કુપોષણથી બચવા માટે કેન્દ્ર સરકારે સહી પોષણ દેશ રોશનનું સુત્ર પણ આપ્યું છે, ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ ગુજરાતમાં ગુજરાત પોષણ અભિયાનની શરૂઆત 23-1-2020થી દાહોદ ખાતેથી કરી હતી. જેમાં ઓછા વજનવાળા બાળકોને સામાન્ય વજન કરવા માટે આંગણવાડીઓને જવાબદારી સોંપી હતી. સાથે જ એનિમિયા ગ્રસ્ત બાળકીઓ માટે પણ આ યોજના કાર્યરત છે. આમ મુખ્યપ્રધાન વિજય રૂપાણીની જાહેરાત બાદ રાજ્યના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં 25-1-2020 થી 29-1-2020 સુધી કાર્યક્રમ પણ યોજવામાં આવ્યા હતા. જેમાં કુલ 1302 જેટલા કાર્યક્રમ સમગ્ર રાજ્યમાં જિલ્લા, તાલુકા, પંચાયત અને મ્યુનિસિપલ કોર્પોરેશન લેવલે પણ યોજવામાં આવ્યા હતા.
કોર્પોરેશન દીઠ લોહીની ઉણપવાળા બાળકોની સંખ્યા
અમદાવાદ કોર્પોરેશન | 24 |
રાજકોટ કોર્પોરેશન | 2 |
વડોદરા કોર્પોરેશન | 11 |
સુરત કોર્પોરેશન | 6 |
જામનગર કોર્પોરેશન | 1 |
ભાવનગર કોર્પોરેશન | 2 |
ગાંધીનગર કોર્પોરેશન | 5 |
જૂનાગઢ કોર્પોરેશન | 00 |
જૂનાગઢ કોર્પોરેશનમાં એક પણ બાળક લોહીની ઉણપ સાથે જન્મ્યો નથી
આમ, કોર્પોરેશન વિસ્તારની જો વાત કરવામાં આવે તો સૌથી વધુ લોહીની ઉણપવાળા બાળકોનો જન્મ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં 24 જેટલા બાળકો જન્મ્યા છે, જ્યારે સુરત કોર્પોરેશનમાં 6, ગાંધીનગર કોર્પોરેશનમાં પાંચ અને જૂનાગઢ કોર્પોરેશનમાં એક પણ બાળક લોહીની ઉણપ સાથે જન્મ્યો નથી.
જિલ્લા પ્રમાણે લોહીની ઉણપ ધરાવતા બાળકોની સંખ્યા
નવસારી | 1 |
તાપી | 1 |
વલસાડ | 1 |
બોટાદ | 2 |
ડાંગ | 2 |
દેવભૂમિ દ્વારકા | 2 |
નર્મદા | 2 |
સુરત | 4 |
પોરબંદર | 6 |
ગાંધીનગર | 8 |
ગીર સોમનાથ | 8 |
છોટાઉદેપુર | 10 |
મોરબી | 11 |
વડોદરા | 11 |
જામનગર | 13 |
અમદાવાદ | 14 |
જૂનાગઢ | 14 |
ભાવનગર | 15 |
પાટણ | 15 |
ભરૂચ | 16 |
મહેસાણા | 18 |
સુરેન્દ્રનગર | 18 |
અરવલ્લી | 19 |
દાહોદ | 19 |
અમરેલી | 21 |
સાબરકાંઠા | 21 |
પંચમહાલ | 24 |
આણંદ | 37 |
મહીસાગર | 39 |
રાજકોટ | 43 |
ખેડા | 45 |
કચ્છ | 51 |
બનાસકાંઠા | 239 |
માતામાં લોહીની ઉણપ ના હોય તો બાળક સ્વસ્થ જન્મ લે
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય અધિકારી કલ્પેશ ગોસ્વામીએ ETV Bharat સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે, સગર્ભા મહિલાઓને આર્યનની ગોળી આપવામાં આવે છે અને જો સાત ટકાથી ઓછું લોહીનું પ્રમાણ હોય તો ઇન્જેક્શન પણ આપવામાં આવે છે. સાથે જ બાળકના જન્મ બાદ જો બાળક પણ લોહીની ઉણપ ધરાવતું હોય તો તેને એકથી છ વર્ષ દરમિયાન આર્યનની ગોળી આપવામાં આવે છે, જ્યારે બાળકીઓને અને યુવતીઓને તથા સગર્ભા મહિલાઓને કોર્પોરેશન તરફથી આર્યનની ગોળી મફતમાં આપવામાં આવે છે. મમતા દિવસ દરમિયાન આ ખાસ કાર્યક્રમ યોજાય છે. આ ઉપરાંત રાજ્ય સરકાર તરફથી સમગ્ર રાજ્યમાં સગર્ભા મહિલાઓને પૌષ્ટિક આહાર મળી રહે તે માટેની એક કીટ પણ આંગણવાડીઓ તરફથી આપવામાં આવે છે.
આ પણ વાંચો- કરજણમાં કૌશલ્ય વિકાસ કાર્યક્રમનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો, કુપોષિત બાળકોને આરોગ્યની સેવાઓ અપાશે
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે પણ લોકસભા વિસ્તારમાં સગર્ભા મહિલાઓને લાડુ વેચ્યા હતા
મહત્વની વાત કરવામાં આવે તો કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગાંધીનગર લોકસભા વિસ્તારમાં સગર્ભા મહિલાઓને સારૂ પોષણ મળી રહે તે માટે પૌષ્ટિક લાડુનું વિતરણ કર્યું હતું. આમ રાજ્ય સરકાર દ્વારા સગર્ભા મહિલાઓ માટે પણ અનેક યોજનાઓ અને પોષણયુક્ત બાળક જન્મે તે માટેની સહાય તથા પૌષ્ટિક કિટ આપવામાં આવે છે. તેમ છતાં પણ ગુજરાતમાં લોહીની ઉણપ ધરાવતા બાળકો છેલ્લા 30 દિવસમાં 802 જન્મ્યા છે.