ETV Bharat / city

પીએમ મોદીના 8 વર્ષ શાસનની ઉજવણી : રાજ્યના 33 જિલ્લામાં થશે કાર્યક્રમ, સીએમ ક્યાં હાજર રહેશે? - કિસાન સન્માન નિધિનો 11મો હપ્તો

કેન્દ્રમાં ભાજપની મોદી સરકારને શાસન સંભાળ્યો તેને 8 વર્ષ થયાં (8 Years of NDA Government ) છે. જેને લઇને ભાજપે ગુજરાતમાં ઉજવણીના કાર્યક્રમ આયોજિત કર્યાં છે. ગુજરાતમાં (BJP celebrate 8 years of Modi Govt ) કયા પ્રકારે પીએમ મોદીના 8 વર્ષ શાસનની ઉજવણી કરવામાં આવશે તે વિશે જાણીએ.

પીએમ મોદીના 8 વર્ષ શાસનની ઉજવણી :  રાજ્યના 33 જિલ્લામાં થશે કાર્યક્રમ, સીએમ ક્યાં હાજર રહેશે?

author img

By

Published : May 30, 2022, 7:12 PM IST

ગાંધીનગર : ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ 26 મે 2014ના રોજ દેશના વડાપ્રધાન ( 8 Years of NDA Government ) તરીકેનાં શપથ લીધા હતાં. ત્યારે વડાપ્રધાન તરીકે આઠ વર્ષ નરેન્દ્ર મોદીએ પૂર્ણ કર્યા છે. તેને ધ્યાનમાં લઈને કેન્દ્રની ભાજપ સરકાર અને ગુજરાતની ભાજપ સરકાર દ્વારા તથા સમગ્ર દેશના તમામ રાજ્યોમાં પીએમ મોદીના 8 વર્ષ શાસનની ઉજવણી (BJP celebrate 8 years of Modi Govt ) કરવામાં આવી રહી છે. જેમાં 31 મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી શિમલા ખાતે સંવાદ કાર્યક્રમ યોજશે. જે અંતર્ગત ગુજરાતની (Celebration program in Gujarat) વાત કરવામાં આવે તો ગુજરાતના ખેડૂતોને કિસાન સન્માન નિધિનો 11મો હપ્તો (11th installment of Kisan Sanman Nidhi)રિલીઝ કરવામાં આવશે તેવી જાહેરાત રાજ્યના પ્રવક્તાપ્રધાન જીતુ વાઘાણીએ કરી હતી. જ્યારે આ કાર્યક્રમનો અહેવાલ ETV ભારતે 25 મેના રોજ પ્રસિદ્ધ કર્યો હતો.

ગુજરાતમાં કઇ રીતે કરાશે ઉજવણી તેની માહિતી આપતાં પ્રવક્તાપ્રધાન જીતુ વાઘાણી

રાજ્યકક્ષાનો કાર્યક્રમ ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે - જીતુ વાઘાણીએ રાજ્ય સરકારની વિગત આપતા જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આઠ વર્ષની ઉજવણી (BJP celebrate 8 years of Modi Govt )અંતર્ગત રાજ્યકક્ષાનો કાર્યક્રમ ગાંધીનગર (Celebration program in Gujarat) ખાતે યોજાશે. જેમાં રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ હાજર રહેશે. જ્યારે બાકીના 32 જિલ્લાઓમાં રાજ્યના પ્રભારી પ્રધાન હાજર રહેશે. રાજ્યના તમામ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતેથી યોજાનારા આ કાર્યક્રમમાં પાંચ કેન્દ્રીય પ્રધાનો રાજ્ય સરકારના તમામ પ્રધાનો તથા ગુજરાતના તમામ સાંસદ લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કરશે. જ્યારે રાજ્યના તમામ જિલ્લાઓને આવરી લેતા આ રાષ્ટ્રવ્યાપી સંવાદ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહેસાણા જિલ્લાના કેટલાક લાભાર્થીઓ સાથે વીડિયો કોન્ફરન્સથી વાતચીત પણ કરશે.

આ પણ વાંચોઃ BJP Completed 8 Years: ભાજપ એક પખવાડિયા સુધી યોજશે એક પછી એક અનેક કાર્યક્રમ

ખેડૂતોને કરોડોની થશે ચૂકવણી - રાજ્યના પ્રધાન જીતુ વાઘાણીએ વધુમાં કાર્યક્રમની (BJP celebrate 8 years of Modi Govt )વિગત આપતા જણાવ્યું હતું કે આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કિસાન સન્માન નિધિનો 11મો હપ્તો (11th installment of Kisan Sanman Nidhi) ખેડૂત લાભાર્થીના બેંક ખાતામાં જમા કરાવશે. આ યોજના અંતર્ગત આવતીકાલે વડાપ્રધાન મોદી 21,000 કરોડ રૂપિયા સમગ્ર દેશના અંદાજિત 10 કરોડ જેટલા ખેડૂતોના સીધા બેંક ખાતામાં રકમ જમા કરાવશે. જેમાં ગુજરાતની વાત કરવામાં આવે તો રાજ્યના 58 લાખ ખેડૂતોના બેંક ખાતામાં રૂપિયા 1168.08 કરોડ જમા થશે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી આ યોજના અંતર્ગત ખેડૂતોના ખાતામાં 10 હપ્તા ચૂકવવામાં આવ્યા છે. જે મુજબ ગુજરાતના ખેડૂતોના બેંક ખાતામાં કુલ 10,334 કરોડ રૂપિયા જમા કરવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ મોદી સરકારના 8 વર્ષ પૂર્ણ થવા પર કોંગ્રેસ રજૂ કરશે 'રિપોર્ટ કાર્ડ'

સરકારની યોજના લોકો સુધી પહોંચાડવાનો ઉદ્દેશ - જીતુ વાઘાણીએ વધુમાં જણાવ્યું હતું કે આ સંવાદ કાર્યક્રમના (BJP celebrate 8 years of Modi Govt ) મુખ્ય ઉદ્દેશ કેન્દ્ર સરકારની મહત્વપૂર્ણ તમામ યોજનાઓનો લાભ નાગરિકોને ખૂબ જ સરળતાથી મળી રહે અને યોગ્ય સંકલન થકી લાયકાત ધરાવતા છેક છેવાડાના લાભાર્થીઓને પણ યોજનાના દાયરામાં આવરી લેવાનો છે. એટલું જ નહીં, આ તમામ યોજનાઓ ગરીબ વર્ગને સૌથી લાભાન્વિત કરતી હોવાથી આ કાર્યક્રમ શિક્ષક ગરીબ કલ્યાણ સંમેલન રાખવામાં આવ્યું છે. વર્ષ 2047માં જ્યારે ભારત આઝાદીના સો વર્ષ પૂર્ણ કરવા જઈ રહ્યું છે ત્યારે આ કાર્યક્રમ થકી દેશના નાગરિકોની ભારત પ્રત્યેની આકાંક્ષાઓને મૂલ્યાંકન કરવાની તક પણ પ્રાપ્ત થશે. આ સંમેલનમાં તમામ જિલ્લાઓને આવરી લેતો આજદિન સુધીનો સૌથી મોટો રાષ્ટ્રવ્યાપી સંવાદ કાર્યક્રમ છે. જેમાં વડાપ્રધાન મોદી લાભાર્થીઓ સાથે આવાસ યોજના, પીવાના પાણીની ઉપલબ્ધતા, આરોગ્ય, પોષણ, આજીવિકા સહિતના લાભો અને આ લાભો થકી તેમના જીવનમાં આવેલા પરિવર્તનને આવરી લેતી વ્યાપક યોજનાઓ વિશે સંવાદ કરશે.

કઇ યોજનાઓની જાણકારી આપવામાં આવશે - કેન્દ્ર સરકારની યોજનાની વાત કરવામાં આવે તો પ્રધાનમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના, પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના, પોષણ અભિયાન, માતૃ વંદના યોજના, સ્વચ્છ ભારત મિશન, પ્રધાનમંત્રી વન નેશન રેશનકાર્ડ યોજના, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના, આયુષ્માન ભારત, આયુષ્માન ભારત હેલ્થ અને વેલનેસ સેન્ટર તથા પ્રધાનમંત્રી મુદ્રા યોજના મળીને 13 જેટલી યોજનાઓના લાભાર્થીઓને સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શિમલાથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી દેશના અલગ-અલગ રાજ્યોમાં અને જિલ્લાઓમાં ચર્ચા કરશે.

કોણ ક્યાં હાજર રહેશે - જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે પીએમ મોદીના 8 વર્ષ શાસનની ઉજવણી (BJP celebrate 8 years of Modi Govt )કાર્યક્રમમાં રાજ્યના મુખ્યપ્રધાન ભૂવેન્દ્ર પટેલ ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે હાજર રહેશે અને લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કરશે. જેમાં 8,000થી વધુ લાભાર્થીઓ ઉપસ્થિત રહેશે. જ્યારે (Celebration program in Gujarat) કેન્દ્રીય પ્રધાન પરસોત્તમ રૂપાલા અમરેલી, મનસુખ માંડવિયા ભાવનગર, દર્શનાબેન જરદોશ સુરત, મહેન્દ્ર મુંજપરા ભાવનગર અને ડૉ એસ જયશંકર બરોડા ખાતે ઉપસ્થિત રહીને લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કરશે. જ્યારે રાજ્ય સરકારના કેબિનેટ પ્રધાનો અને રાજ્યકક્ષાના પ્રધાનો જે તે પ્રભારી જિલ્લાઓમાં હાજર રહેશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.