- સૌની યોજનામાં 7000 કરોડ ખર્ચ વધ્યો
- આવનારા સમયમાં પણ ખર્ચ વધે તેવી શક્યતાઓ
- 5 વર્ષનો પ્રોજેક્ટ, 8 વર્ષ પૂરા થયા પણ પ્રોજેકટ હજૂ બાકી
ગાંધીનગર: રાજ્યના તત્કાલિન મુખ્યપ્રધાન અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2012ની વિધાનસભાની ચૂંટણી દરમિયાન સૌરાષ્ટ્રના 115 જળાશયો ઓવરફ્લો થતા નર્મદાનીરથી ભરવા રૂપિયા 10,000 કરોડની સૌની યોજનાનું લોન્ચિગ કર્યું હતું, ત્યારે તે 5 વર્ષમાં પૂરી થવાનો અંદાજ અપાયો હતો અને આજે 8 વર્ષથી વધુનો સમય થયો હોવા છતાં પણ કામ પૂર્ણ ન થયું હોવાનું વિધાનસભા પ્રશ્નોત્તરીમાં સામે આવ્યું છે.
7000 કરોડનો વધારાનો ખર્ચ
સૌની યોજનાના ત્રીજા તબક્કાના કામો હજૂ બાકી છે, પણ વિધાનસભા ગૃહમાં આ યોજના પૈકી ખર્ચ રૂપિયા 7 હજાર કરોડથી વધીને આજે યોજના રૂપિયા 16,770 કરોડથી વધુ ખર્ચે પહોંચી ગઈ છે. તેમ વિધાનસભાના એક પ્રશ્નના ઉત્તર અન્વયે જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ યોજના પર તત્કાલિન મુખ્યપ્રધાન એટલો ભાર દીધો હતો કે, તેમને જે તે સમયે જાહેરસભામાં જણાવ્યુ હતું કે, અનેક યોજનાઓ આપી છે, પણ સૌની યોજના હું જ પૂરી કરાવીશ અને કલ્પસર યોજનાનો આરંભ પણ જાતે કરાવીશ. જોકે, ખેડૂતો આજે પણ કલ્પસર યોજનાની અમલવારી માટે મુખ્યપ્રધાન રજૂઆતો કરી રહ્યા છે.
આ પણ વાંચો : ગાંધીનગર - વિધાનસભા ગૃહના ત્રીજા દિવસે કૃષિ, રમતગમત સહિત અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી