- રાજ્યમાં ફૂડ & ડ્રગ્સ વિભાગનો સપાટો
- 7 ટન મીઠાઈનો કરવામાં આવ્યો નાશ
- રૂપિયા 15 લાખનો બોગસ મીઠાઈનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો
- વેપારીઓ જો મિશ્રણ કરશે તો 2 લાખનો દંડ
ગાંધીનગર : બોગસ મીઠાઈ બાબતે રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના કમિશનર એચ.જી કોશિયાએ જણાવ્યું હતું કે રાજ્યમાં ફૂડ વિભાગ દ્વારા અલગ-અલગ જિલ્લામાં રેડ અને તપાસ કરવામાં આવી છે. આ તપાસ દરમિયાન અનેક વેપારીઓએ મીઠાઈમાં અખાદ્ય મિશ્રણ મિક્સ કર્યું હોવાની વાત સામે આવી છે. આ દરમિયાનમાં વિભાગની તપાસમાં કુલ સાત ટન જેટલો મુદ્દામાલ જપ્ત કરીને તેનો નાશ કરવામાં આવ્યો છે. જ્યારે આ જપ્ત કરેલ મુદ્દામાલની કિંમત 15 લાખની આસપાસ થાય છે..જ્યારે બીજા 15,000 સેમ્પલ પણ લેવામાં આવ્યા છે.
7 ટન મીઠાઈનો કરવામાં આવ્યો નાશ અત્યાર સુધી 17 લાખનો દંડ વસૂલ્યો જે વેપારી મીઠાઈમાં અથવા તો ખાદ્ય ચીજવસ્તુઓમાં મિશ્રણ કરીને વધુ નફો રળવાની કોશિશ કરશે અને જો તેઓ ઝડપાઇ જશે તો કાયદેસરની તેના વિરૂદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવશે. જ્યારે કસૂરવાર વેપારીઓ વિરુદ્ધમાં બે લાખ રૂપિયાના દંડની પણ જોગવાઈ છે. અત્યાર સુધીમાં ડ્રગ્સ વિભાગ દ્વારા કુલ 18 લાખ રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો.કોવિડ 19માં વધારાની જવાબદારી, ફરસાણ એસોસિએશન સાથે ચર્ચા કરીએચ. જી. કોશિયાએ વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને જણાવ્યું હતું કે કોવિડ19માં ફૂડ & ડ્રગ્સ વિભાગની જવાબદારીમાં વધારો થયો છે. અત્યાર સુધીમાં અમે જે પણ જગ્યાએ તપાસ કરવામાં આવી છે તેમાં અમે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા જાહેર કરેલ કોવિડ ગાઈડલાઇન્સનો અમલ કરવામાં આવે છે કે નહીં તે અંગેનો પણ તપાસ કરી છે.ે દુકાનની બહાર સોશિયલ ડિસ્ટન્સ રાખવું, માસ્ક પહેરવું અને સેનેટાઈઝ કરવાની પણ સૂચનાઓ લગાવવાની ફરસાણ એસોસિએશન સાથે બેઠક કરીને તેઓને સૂચના આપવામાં આવી છે.આમ રાજ્યમાં ડ્રગ્સ વિભાગ તહેવારો દરમિયાન નાગરિકોને અખાદ્ય વસ્તુઓ વેપારીઓ પધરાવી ન દે તેને ધ્યાનમાં લઇને તમામ જિલ્લાઓમાં અને કોર્પોરેશનમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જ્યારે બીજા પણ અન્ય 15 હજાર જેટલા સેમ્પલ લઈને તપાસની કામગીરી યથાવત રાખી છે.