ETV Bharat / city

ગાંધીનગર જિલ્લામાં કોરોનાના એક દિવસમાં જ 6 કેસ, જેમાં 4 ગાંધીનગરના અને 2 અમદાવાદના - Civil Hospital

ગાંધીનગર જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસમાં ચાર કેસ સામે આવ્યા છે. જેમાં હાલીસા, ઇટાદરા, ભાટ માંથી તેમજ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટર પણ વાઇરસથી સંક્રમિત થયા છે. ત્યારે આ ચાર કેસોમાં 2 કેસ દહેગામ, 2 કેસ ગાંધીનગરમાંથી આવ્યા છે. જ્યારે 1 કેસ માણસાના એક વ્યક્તિનો છે. 1 કેસ શહેરના સેક્ટર 5માં રહેતી યુવતીનો છે. આ બન્ને અમદાવાદમાં ફરજ બજાવી રહ્યાં છે જેથી આ બન્નેના કેસની ગણતરી અમદાવાદ જિલ્લામાં કરવામા આવશે. તેમજ ગાંધીનગર એપીએમસીમાં સેક્રેટરી તરીકે ફરજ બજાવતા રાધેજા ગામના યજ્ઞેશ પટેલનો કોરોના પોઝિટિવ આવ્યા છે.

ગાંધીનગર જિલ્લામાં એક દિવસમાં જ 6 કેસ, જેમાં 4 ગાંધીનગરના તેમજ 2 અમદાવાદના

author img

By

Published : Apr 24, 2020, 3:10 PM IST

ગાંધીનગરઃ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી એક પણ કોરોનાનો કેસ સામે આવ્યો ન હતો. પરંતુ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસમાં ચાર કેસ સામે આવ્યા છે. ત્યારે 24 એપ્રિલના રોજ એક જ દિવસમાં 6 કેસ સામે આવ્યા છે. જેમાં જિલ્લાના 4 કેસ તેમજ 2 કેસ અમદાવાદના છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા એક ડોક્ટર પણ કોરોના વાઇરસનો ભોગ બન્યા છે.

ગાંધીનગર સિવિલ હોસ્પિટલના કોરોના વોર્ડમાં ફરજ બજાવતા એસોસિએટ પ્રોફેસરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમના પરિવારમાં તેમના પત્ની અને દીકરીને કોરેનટાઇન કરાયા છે. જ્યારથી કોરોના વાઇરસનું સંક્રમણ ચાલુ થયું છે. ત્યારથી આ તબીબ ગાંધીનગર સિવિલ હોસ્પિટલના સ્ટાફ ક્વાર્ટર્સમાં વસવાટ કરી રહ્યા છે અને છેલ્લા એક મહિનાથી સિવિલમાં જ ફરજ બજાવી રહ્યા છે. જેમનું સેમ્પલ 23મી એપ્રિલનાં રોજ લેવાયું હતુ. જેનો રીપોર્ટ પોઝેટીવ આવ્યો હતો. ત્યારે આ કેસ સામે આવતા શહેરમાં ફરીથી સંક્રમિત દર્દી સામે આવ્યા છે. તેને લઈને જિલ્લામાં કુલ પોઝિટિવનો આંકડો 20 ઉપર પહોંચ્યો છે, જેમાં અત્યાર સુધી બેના મોત પણ થયા છે.

બીજી તરફ અમદાવાદ સિવિલમાં ફરજ બજાવતી અને ગાંધીનગર શહેરના સેક્ટર 5 માં રહેતી યુવતીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ યુવતી સ્ટાફ નર્સ તરીકે અમદાવાદમાં ફરજ બજાવી રહી છે ત્યારે તેના પરિવારજનોને પણ કોરેનટાઇન કરવામાં આવ્યા છે. જો કે આ કેસને અમદાવાદમાં ગણવામાં આવશે.

માણસા તાલુકાના બદપુરામાં રહેતો જવાન હાલમાં અમદાવાદમાં એસઆરપી બટાલિયનમાં ફરજ બજાવી રહ્યો છે. જે અમદાવાદના સારંગપુર દરવાજા એક પાસે લોકડાઉન દરમિયાન ફરજ બજાવતો હતો. તેને પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ કેસને પણ અમદાવાદમાં ગણવામાં આવે તેવી શક્યતા જોવા મળી રહી છે.

તેમજ દહેગામના પાલૈયામાં રહેતા બે લોકો સંક્રમિત થયા છે. હાલમાં આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે 58 વર્ષિય પટેલ પરિવારમાંથી અને એક સોલંકી પરિવારમાંથી 22 વર્ષિય યુવક સંક્રમિત થયા છે, જે અમદાવાદમાં આવેલી કિડની હોસ્પિટલમાં ફરજ બજાવે છે. ત્યારે શહેરમાં આજે કુલ ચાર કેસ સામે આવ્યા છે. જેનો ગાંધીનગર શહેરમાં જ સમાવેશ કરવામાં આવશે. હાલમાં આ બંને લોકોની હિસ્ટ્રી તપાસવામાં આવી રહી છે. જ્યારે માણસા અને સેક્ટર 5 ની યુવતીને અમદાવાદ શહેરમાં ગણવામાં આવશે.

રાજ્યમાં અનેક જગ્યાએ પોલીસ ડોક્ટર અને આરોગ્ય વિભાગના કર્મચારીઓ સંક્રમિત થયા છે. ત્યારે જિલ્લામાં પણ એસઆરપીમાં ફરજ બજાવતા એક પોલીસ જવાન સંક્રમિત બન્યાં છે. તેની સાથે હવે એક સિવિલ હોસ્પિટલમાં તબીબોની સારવાર કરતા ડોક્ટર સંક્રમિત બનતા ચિંતાના વાદળો જોવા મળી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.