ETV Bharat / city

ગાંધીનગર સિવિલ કમ્પાઉન્ડના પાર્કિંગમાં ઝડપાઈ 59 વિદેશી દારૂની બોટલો - 59 bottles of foreign liquor

ગાંધીનગર સિવિલ કમ્પાઉન્ડના પાર્કિંગ એરિયામાં 59 વિદેશી દારૂની બોટલો ઝડપાઈ હતી. સિવિલ કોરોના હોસ્પિટલ(Civil Hospital)ની બહારના પાર્કિગમાં પોલીસને બાતમી મળતા તપાસ કરતા ત્યાં કારમાં બેસીને વિદેશી બોટલો વેચતા સાથે બે શખ્સની ધરપકડ કરવામાં આવી છે. સેક્ટર 7 પોલીસ સ્ટેશને ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ગાંધીનગર સિવિલ કમ્પાઉન્ડના પાર્કિંગમાં ઝડપાઈ 59 વિદેશી દારૂની બોટલો

author img

By

Published : Aug 6, 2021, 12:44 PM IST

  • 5 લાખથી વધુનો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો
  • સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો
  • સીસીટીવી કેમેરાના હોવાનો ગેરલાભ ઉઠાવ્યો

ગાંધીનગર : સિવિલ હોસ્પિટલ(Civil Hospital)માં ખુલ્લેઆમ બે શખ્સ દારૂ વેચતા હતા, કોઈને જાણ ના થાય તે માટે પાર્કિંગમાં તેમને દારૂ વેચવાની હાટડી ખોલી હતી. જ્યાં શખ્સ કારમાં બેસી બિન્દાસ્ત દારૂની બોટલો વેચતા હતા.

ગાંધીનગર સિવિલ કમ્પાઉન્ડના પાર્કિંગમાં ઝડપાઈ 59 વિદેશી દારૂની બોટલો

આ પણ વાંચો- 'દારૂબંધી' થી સરકારની આવકમાં વધારો, કોને લાભ, કોને ગેરલાભ ?

પોલીસે દારૂ વેચતા બે શખ્સની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

પોલીસને દારૂની બોટલ વેચાવાની બાતમી મળતાં તપાસ કરતા ત્યાં દારૂ વેચતા બે શખ્સ જેમાં આકાશ બુધાભાઇ ઠક્કર અને નીજાત્મા ભૂપેન્દ્ર શાહની ધરપકડ કરવામાં આવી છે. જેમાં વિદેશી દારૂની 59 બોટલો, ફોન અને એક કાર સહિત 5 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સિવિલ હોસ્પિટલમાં સીસીટીવી ના હોવાનો ગેરફાયદો ઉઠાવ્યો

સિવિલ તંત્રની જાણ બહાર હોટલના કમ્પાઉન્ડમાં આવેલા નવા પાર્કિંગમાં વિદેશી દારૂનું વેચાણ કરવામાં આવતું હતું, જ્યાં સીસીટીવી કેમેરા પણ નથી. હોસ્પિટલની અંદર બેસીને પણ દેખરેખ રાખી શકાય તેમજ ત્યાંના સિક્યુરિટી સ્ટાફ પણ આ વાતથી અજાણ હતા.

તપાસ કરતા 59 મોબાઈલ સહિતનો મુદ્દામાલ ઝડપાયો

જો કે, સિવિલ હોસ્પિટલ(Civil Hospital)માં અંદરના પણ કેટલાક કેમેરા છે, તે બંધ હાલતમાં છે. ડી સ્ટાફના પોલીસ જવાનોને તેની જાણ થતા તેમને ત્યાં રેડ પાડી અને ગાડીમાં વિદેશી દારૂની બોટલો વેચતા આ શખ્સોને પકડ્યા હતા. તપાસ કરતા 59 મોબાઈલ સહિતનો મુદ્દામાલ ઝડપાયો હતો.

ઘણા દિવસોથી વિદેશી દારૂની બોટલો વેચાતું હોવાનું અનુમાન

સિવિલ હોસ્પિટલ(Civil Hospital)માં નવી બિલ્ડીંગ પાસેના પાર્કિંગમાં આ દારૂનું વેચાણ થતું હતું. જો કે, કોરોનાની બીજી લહેર હોવાથી આ બિલ્ડીંગમાં જ કોરોનાના પેશન્ટ લાવવામાં આવતા હતા. એ પછીથી પાર્કિંગમાં લોકોની અવર જવર ઓછી થઈ હતી, જ્યાં લોકોની અવરજવર ઓછી હોવાથી તેનો લાભ લઈ પાર્કિંગમાં જ દારૂની બોટલો કારમાં રાખી વેચાણ કરતા હતા.

આ પણ વાંચો- શું ખરેખર દારૂ પીવાથી કોરોના નથી થતો ?

પોલીસ ડી સ્ટાફે કારમાંથી રંગે હાથે દારૂ ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી

જો કે, કેટલાક દિવસથી આ વેચાણ ચાલતું હોવાનું અનુમાન પણ લગાવવામાં આવી રહ્યું છે. પોલીસ ડી સ્ટાફે બાતમીના આધારે રેડ પાડી કારમાંથી રંગે હાથે દારૂ ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.