ગાંધીનગરઃ ગાંધીનગર શહેરની પાસે આવેલા કોલવડા ગામમાં એક મહિના પહેલાં જ રહેવા આવેલા ત્રણ વ્યક્તિના પરિવારમાં 53 વર્ષીય મહિલાને કોરોના વાયરસ પોઝિટિવ આવ્યો હતો. મહિલા અમદાવાદમાં હોસ્પિટલમાં ગયા હતા. ત્યારબાદ તેમને કોરોના વાયરસ આવ્યો હોવાની શક્યતા જોવા મળી રહી હતી. આજે આ મહિલાનું કોરોના વાયરસને લઈને મોત થયું છે ત્યારે જિલ્લામાં મોતનો આંકડો 2 ઉપર પહોંચ્યો છે.
ગાંધીનગર પાસેના કોલવડા ગામ માં એક મહિના પહેલા રહેવા આવેલી 53 વર્ષીય મહિલાને કોરોના પોઝેટીવ આવતા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ગાંધીનગર જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કોલવડા ગામમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતુ. આ વિસ્તારમાં રહેતા લોકોને કોરેનટૉઇન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. દવાનો છંટકાવ અને જે લોકો સંપર્કમાં આવ્યા છે. તેમનું લીસ્ટ બનાવવાની પણ કામગીરી શરૂ કરી દેવાઇ હતી.
જિલ્લાનું આરોગ્ય વિભાગ આ મહિલાને ચેપ ક્યાંથી લાગ્યો તેની જડ સુધી પહોંચે તે પહેલાં જ આજે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા હતા. તેની સાથે ગાંધીનગર જિલ્લામાં કોરોના વાયરસના 17 કેસ થયા છે. ત્યારે મહિલા સહિત 2 મોત થયા છે. અગાઉ સેક્ટર 29 માં રહેતાં 82 વર્ષના સાંકળચંદ પટેલનું કોરોના વાયરસને લઈને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મોત થયું હતું.