યુવકોને ફોન કરીને તેમને whatsapp ઉપર યુવતીઓના ફોટા બતાવવામાં આવતા હતા. ત્યારબાદ તેમની પાસેથી બનાવટી એકાઉન્ટમાં રૂપિયા જમા કરાવીને છેતરપીંડી કરવામાં આવતી હતી. અગોરા મોલ પાસે આવેલા એટલાન્ટિક સોસાયટીના ફ્લેટમાંથી ધોરણ 10 નાપાસ, પાસ અને ઓટોમોબાઇલ એન્જિનિયરિંગ કરેલ યુવકને ઝડપી પાડવામાં આવ્યો હતા. શખ્સો દ્વારા છેલ્લા 2 વર્ષમાં ત્રણ કરોડ કરતા વધુ રૂપિયા પડાવવામાં આવ્યા હતાં.
લવલી રાની.કોમ અને સ્કૉકા.કોમ નામની બે વેબસાઇટ યુવકોને ફસાવવા માટે બનાવવામાં આવી હતી. આ સમગ્ર રેકેટ ગાંધીનગર પાસે આવેલા અગોરા મોલની નજીકમાં આવેલી એટલાન્ટિક સોસાયટીના ફ્લેટમાંથી ચલાવવામાં આવતું હતું. Google ઉપર આ બંને સાઇટ સર્ચ કરવાથી એક મોબાઈલ નંબર ખુલતો હતો. જેના ઉપર કોલ કરવાથી વિજય મનોજ ચૌહાણ રહે ચાંદખેડા, જગદીશ ધીરુ આહીર રહે ભાવનગર અને કલ્પેશ ખીમજી ગોહિલ રહે સુઘડ ગાંધીનગર યુવકોને whatsapp ઉપર યુવતીઓના ફોટા બતાવતા હતાં. ત્યારબાદ યુવતીની સુંદરતા ઉપર તેની કિંમત કહેતા હતા. જે કિંમત તેમના એકાઉન્ટમાં જમા કરાવવામાં આવતી હતી. ગાંધીનગરમાં છેલ્લા ત્રણ મહિનાથી યુવકો પાસેથી રૂપિયા પડાવવાનો રેકેટ શરૂ કર્યુ હતું.
ઓટોમોબાઇલ એન્જિનિયરિંગ કરી બેરોજગારીનો સામનો કરનાર કલ્પેશ પેપરમાં યુવકો જોઈએ છે. તેની જાહેરાત વાંચીને આ મહિને 15 હજાર નોકરીએ આવ્યો હતો. કલ્પેશ અને જગદીશ બંને આ મહિને 15 હજારમાં નોકરી કરતા હતા. 10 નાપાસ વિજય દ્વારા આ બંને યુવકોને નોકરીએ રાખવામાં આવ્યા હતા. તેમને કહેવામાં આવ્યું હતું કે, તમારે યુવકોના મોબાઈલ ઉપર ફોન કરીને તેમના whatsapp ઉપર યુવતીઓના ફોટા મોકલવાનું કામ કરવાનું છે. ત્યારે નોકરી કરનાર બંને યુવકો હવે પોલીસના સકંજામાં આવી ગયા છે.
દિલ્હીમાં રહેલા બે યુવકો રોની અને રાહુલ પાસેથી એક મહિને દોઢ કરોડ રૂપિયાના ભાડાથી વેબસાઈટ રાખવામાં આવી હતી. પોલીસ હવે આગામી સમયમાં દિલ્હી જઈને આ બંને આરોપીઓની પૂછપરછ કરશે. પોલીસે પકડાયેલા ત્રણ આરોપીઓ પાસેથી સાત મોબાઈલ સહિત રૂપિયા 1.28 લાખની રોકડ જમા લીધી હતી. જ્યારે અત્યાર સુધી અનેક યુવકોને યુવતીઓના ફોટા બતાવીને મોહજાળમાં ફસાવીને કરોડો રૂપિયા ખંખેરવામાં આવ્યા હોય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. જેને લઇને અડાલજ પોલીસ વધુ કાર્યવાહી હાથ ધરી છે.