ગાંધીનગરઃ આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ ગુરુવારે પ્રેસ કોન્ફરેન્સ યોજી હતી. જેમાં તેમણે કોરોના અંગેની માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજ્યમાં અમદાવાદ 15, સુરત 7, રાજકોટ 4, વડોદરા 8, ગાંધીનગર 7, ભાવનગર અને કચ્છ 1 પોઝિટિવ દર્દીઓ સામે આવ્યા છે. જ્યારે ભાવનગરના 70 વર્ષીય પુરૂષનું કોરોનાને કારણે મોત થયું છે. તેની સાથે અમદાવાદમાં પણ સાઉદી અરેબિયાથી આવેલી એક 85 વર્ષીય મહિલાનું મોત થયું છે, ત્યારે માત્ર 12 કલાકમાં 5 નવા કેસનો ઉમેરો થયો છે અને 2 લોકોના મોત થયા છે. કોરોના વાઇરસ ધીરે-ધીરે હવે કહેર વર્તાવી રહ્યો છે, ત્યારે આ બાબતે નાગરિકો સાવચેતી રાખવી તે જ એક ઉપાય રહેશે.
કોરોના વાયરસનો વર્તાતા કહેર વચ્ચે રાજ્યમાં 3 મોત, 43 પોઝિટિવ, પાટનગરમાં ફુવાના મમ્મી પણ ઝપેટમાં - ગાંધીનગરના તાજા સમાચાર
રાજ્યમાં કોરોના વાઇરસના અત્યાર સુધી માત્ર પોઝિટિવ રિપોર્ટની સંખ્યા વધી રહી હતી, પરંતુ હવે મોતનો આંકડો પણ વધી રહ્યો છે. માત્ર 2 દિવસના સમયમાં મોતનો આંકડો 3 સુધી પહોંચી ગયો છે. જેમાં પહેલું મોત સુરતમાં થયું હતું. ત્યારબાદ અમદાવાદ અને ભાવનગરમાં થઇને 2 મોત થયાં છે. જ્યારે કોરોના વાઇરસ પોઝિટિવ દર્દીઓની સંખ્યા 43 ઉપર પહોંચી છે. ગાંધીનગર શહેરમાં કોરોના ફેલાવનારા એક જ પરિવારનો આ સાતમો સભ્ય ચેપગ્રસ્ત થયો છે. બીજી તરફ ગાંધીનગરમાં જ સારવાર કરતા આરોગ્ય વિભાગના 2 કર્મચારીના સેમ્પલ પણ લેવામાં આવ્યા છે.