ETV Bharat / city

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 258 કેસ, એક પણ મોત નહીં - કોરોના કેસ

દિવાળી બાદ કોરોનાની પરિસ્થિતિ દિવસેને દિવસે બગડી રહી હતી, પરંતુ સરકાર દ્વારા લગાવવવામાં આવેલા નાઈટ કરફ્યૂંના કડક આદેશોને ધ્યાનમાં લઇને રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિમાં સુધારો આવી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કુલ 258 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 270 જેટલા દર્દીઓને રજા આપવામાં આવી છે. આ સાથે જ રાજ્યોના રિકવરી રેટ 97.72 ટકા જેટલો નોંધાયો છે.

છેલ્લા 24 કલાકમાં 258 કેસ, એક પણ મોત નહિ

author img

By

Published : Feb 21, 2021, 7:31 PM IST

  • રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 258 પોઝિટિવ કેસ
  • છેલ્લાં 24 કલાકમાં એક પણ મોત નહિ
  • કુલ 8,12,333 લોકોનું રસીકરણ કરાયું
  • રિકવરી રેટ 97.72 ટકા થયો

ગાંધીનગર: ગુજરાતમાં કોરોનાની વર્તમાન પરિસ્થિતિની વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં રાજ્યના 2 જિલ્લા જેવા કે જામનગર અને સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં એક પણ પોઝિટિવ કેસ નોંધાયા નથી, જ્યારે બોટાદ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ફક્ત 1 કેસ સામે આવ્યો છે.

અત્યાર સુધીમાં કુલ 8,12,333 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું

આરોગ્ય વિભાગે રસીકરણ બાબતે માહિતી આપી હતી, જેમાં 16 જાન્યુઆરીથી રસીકરણની કામગીરી રાજ્યમાં શરૂ કરવામાં આવી છે. જેમાં શનિવારે કુલ 315 કેન્દ્ર ઉપર 1235 વ્યક્તિઓને કોરોનાની રસી આપવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ 8,12,333 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. જ્યારે અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળેલી નથી.

રાજ્યની વર્તમાન પરિસ્થિતિ

રાજ્યની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યમાં આજની તારીખ સુધીમાં કુલ 1672 જેટલા પોઝિટિવ કેસ છે. જેમાં 29 જેટલા દર્દીઓ વેન્ટિલેટર પર સારવાર મેળવી રહ્યા છે અને 1643 દર્દીઓની પરિસ્થિતિ સ્ટેબલ છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 2,60,745 દર્દીઓએ કોરોનાને માત આપી છે, જ્યારે 4404 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ કે અમદાવાદ કોર્પોરેશનમાં 45 જેટલા નોંધાયા છે. ત્યારબાદ બરોડામાં 41, રાજકોટમાં 20 અને સુરતમાં 36 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.