ETV Bharat / city

રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 24 પોઝિટિવ કેસ નોંધાયા, એક્ટિવ કેસની સંખ્યા 168 - કોરોનાના કેસો વધ્યા

ગુજરાત (Gujarat)માં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 24 કેસ (Corona Cases)નોંધાયા છે. રાજ્યના 33 જિલ્લાઓમાંથી 5 જિલ્લાઓમાં અને 2 કોર્પોરેશનમાં કોરોનાના કેસો નોંધાયા છે. અમદાવાદમાં કોરોનાના 9 પોઝિટિવ કેસ (Corona Positive Cases) સામે આવ્યા છે.

રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 24 પોઝિટિવ કેસ નોંધાયા

author img

By

Published : Oct 23, 2021, 8:57 PM IST

  • રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 24 પોઝિટિવ કેસ નોંધાયા
  • 21 દર્દીઓએ કોરોનાને માત આપી
  • સમગ્ર રાજ્યમાં 2 કોર્પોરેશન અને 5 જિલ્લામાં જ કોરોના કેસ

ગાંધીનગર: ગુજરાત રાજ્યમાં કોરોનાના કેસ (Corona Cases In Gujarat) એપ્રિલ અને મે મહિનામાં સતત વધી રહ્યા હતા, ત્યારે બાદ જૂન-જુલાઈ અને ઓગષ્ટમાં કેસે નીચે તરફ આવી રહ્યા હતા અને કોરોના સંક્રમણ કાબૂ કરવામાં રાજ્ય સરકાર સફળ નીવડી હતી. જો કે હવે ફરી એકવાર રાજ્યમાં કોરોનાના કેસો (Coronavirus)માં ધીમી ગતિએ વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે 23 ઑક્ટોબરે પણ સમગ્ર રાજ્યમાં અમદાવાદ અને સુરત કોર્પોરેશનમાં કેસ નોંધાયા છે.

રાજ્યમાં 5 જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસ

સમગ્ર રાજ્યમાં 33 જિલ્લામાંથી ફક્ત 5 જિલ્લા વલસાડ, નવસારી, સુરત, જૂનાગઢ અને ખેડા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસ (Corona Positive Cases) નોંધાયા છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 24 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. તહેવારોની સીઝન દરમિયાન કોરોનાના કેસોમાં ફરી એકવાર વધારો થતો જોવા મળી રહ્યો છે જે ચિંતાજનક છે.

રાજ્યના તમામ જિલ્લામાં સિંગલ ડિજિટમાં કોરોના પોઝિટિવ કેસ

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો રાજ્યના 2 કોર્પોરેશન સુરત અને અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. અમદાવાદ અને સુરતમાં ધીમી ગતિએ કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 09 પોઝિટિવ કેસ નોંધાયા છે, તો 06 દર્દીને રજા આપવામાં આવી છે.

આજે 3,01,026 નાગરીકો વેક્સિન આપવામાં આવી

20 ઓક્ટોબરના રોજ રાજ્યમાં કુલ 3,01,026 નાગરિકોને વેક્સિન આપવામાં આવી છે. 18 વર્ષથી વધુ વયના 56,150 નાગરિકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે, જ્યારે 1,65,868 નાગરિકોને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. સમગ્ર રાજ્યમાં કુલ 6,86,23,024 ડોઝ આપવામાં આવ્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ 168 રાજ્યની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 168 જેટલા એક્ટિવ કેસ છે, જેમાં 05 વેન્ટિલેટર પર અને 163 દર્દીઓ સ્ટેબલ છે. તો 10,086 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે, જ્યારે અત્યાર સુધીમાં કુલ 8,16,147 દર્દીઓએ કોરોનાને માત આપી છે, જ્યારે ગુજરાતમાં રિકવરી રેટ 98.76 ટકા સુધી પહોંચ્યો છે.

આ પણ વાંચો: આંતરિયાળ વિસ્તારોમાં દિવાળી પહેલા 100 ટકા કોરોના વેક્સિનેશન માટે સરકાર સામાજિક સંસ્થાઓની લેશે મદદ

આ પણ વાંચો: ગુજરાત રાજ્ય 100 ટકા કોરોના વેક્સિનેશન માટે માત્ર એક વેંત દૂર, બૂસ્ટર ડોઝ માટે સરકાર સંપૂર્ણ તૈયારઃ આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.