ETV Bharat / city

વિધાનસભાના ચોમાસુ સત્રમાં 24 બિલ પસાર થશે : પ્રદીપસિંહ જાડેજા - Home Minister Pradipsinh Jadeja

21 સપ્ટેમ્બરના રોજ ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રની શરૂઆત થઈ રહી છે, ત્યારે સત્રની શરૂઆત પહેલા ભાજપના તમામ ધારાસભ્યોના કોરોનાના ટેસ્ટ કરવાની જાહેરાત રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ કરી હતી. 20 સપ્ટેમ્બરના રોજ વિધાનસભા સંકુલમાં ભાજપની બેઠક યોજાય તે દરમિયાન તમામ ધારાસભ્યોના કોરોનાના ટેસ્ટ કરવામાં આવશે. તેમજ સત્ર દરમિયાન કુલ 24 બીલ પસાર થશે.

Legislative Assembly
વિધાનસભાના ચોમાસુ સત્રમાં 24 બિલ પસાર થશે
author img

By

Published : Sep 16, 2020, 4:07 PM IST

ગાંધીનગરઃ 21 સપ્ટેમ્બરના રોજ ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્રની શરૂઆત થઇ રહી છે, જેમાં 24 બિલ પસાર થશે. સત્રની શરૂઆત પહેલા તમામ ધારાસભ્યોના કોરોનાના ટેસ્ટ કરવામાં આવશે.

રાજ્યકક્ષાના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, 21 સપ્ટેમ્બરના રોજ ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર મળી રહ્યું છે, ત્યારે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ વિધાનસભા સંકુલની અંદર આવતા તમામ પ્રધાનો અને ધારાસભ્યોના કોરોનાના ટેસ્ટ ફરજિયાત કર્યા છે. ત્યારે 20 સપ્ટેમ્બર રવિવારના રોજ ભાજપના તમામ ધારાસભ્યોના ટેસ્ટ કરવામાં આવશે. આ ઉપરાંત અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ વિધાનસભા સંકુલમાં કોઈપણ મુલાકાતીઓને પ્રવેશ માટે પ્રતિબંધ લગાવ્યો છે.

Legislative Assembly
વિધાનસભાના ચોમાસુ સત્રમાં 24 બિલ પસાર થશે

પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ચોમાસા સત્ર દરમિયાન કોઈપણ વ્યક્તિ વિધાનસભા સંકુલની અંદર પ્રવેશી શકશે નહીં. કોઈને પણ જો રજૂઆત કરવી હોય તો તેઓ અન્ય રીતે રજૂઆત કરી શકશે, પરંતુ વિધાનસભા સંકુલમાં આવીને તેઓ મુલાકાત કરી શકશે નહીં.

જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્ર દરમિયાન રાજ્યમાં સુરક્ષા શાંતિ અને સલામતી માટે ગુંડા એક્ટ તેમજ મહેસુલ જેવા અન્ય વિભાગોના કુલ 24 બિલ પસાર થવાના છે.

કોરોના કાળ દરમિયાન જીવના જોખમે સેવા આપતા કોરોના વાઇરસ તેમજ ભારે વરસાદના કારણે રાજ્યના જે રસ્તાઓ ખરાબ થયા છે, તેના પર અધિકારીઓ અને કર્મચારીઓએ લીધેલા પગલા, કિસાન સહાય યોજના અને કરુણાની પરિસ્થિતિમાં આત્મનિર્ભર ગુજરાત બાબતે પણ વિધાનસભા ગૃહમાં વિગતવાર ચર્ચાઓ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરી રદ કરવામાં આવી છે. 20 સપ્ટેમ્બરના રોજ ભાજપના તમામ ધારાસભ્યો અને પ્રધાનોના કોરોના ટેસ્ટ કરવામાં આવશે. આ સાથે જ 20 સપ્ટેમ્બરે વિધાનસભા સંકુલમાં ભાજપની વિધાનસભા સત્ર અંગેની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.