- સીએમઓ ઓફિસના 19 કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં
- હાલમાં તમામ કોરોના પોઝિટિવ કર્મચારીઓને હોમ આઇસોલેટ કરાયા
- 31 ડિસેમ્બરે આઈએસઓ સર્ટિફાઈડનીની ટીમ આવી હતી મુલાકાતે
ગાંધીનગર: સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે, 31 ડિસેમ્બરે આઈએસઓ સર્ટિફાઈડની ટીમ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે મુલાકાત કરવા આવી હતી. મુલાકાત બાદ 11 કર્મચારીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. ત્યારબાદ આજે ફરીથી અન્ય ટેસ્ટ કરતા વધુ 8 લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. આમ, રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની ઓફિસમાં કુલ 19 જેટલા કર્મચારીઓ કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે.
તમામ કર્મચારીઓને હોમ આઈસોલેશનમાં રખાયા
રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કચેરીમાં 19 જેટલા કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે, પરંતુ કોરોનાએ સીમટોમેટિક હોવાનું સામે આવતા તમામ કર્મચારીઓને ફક્ત હોમ આઈસોલેટ કરવામાં આવ્યા છે. કોઈ પણ કર્મચારીની સ્થિતિ ગંભીર ન હોવાનું પણ સૂત્રોએ તરફથી સામે આવી રહ્યું છે.
કોરોના બીજી વખત સ્વર્ણિમ સંકુલ પહોંચ્યો
આમ, અગાઉ રાજ્ય સરકાર દ્વારા ગાંધીનગરના સચિવાલયના તમામ વિભાગોમાં કોરાના ટેસ્ટ કરવામાં આવ્યા હતા ત્યારે સ્વર્ણિમ સંકુલ- 1માંથી અમુક લોકો પોઝિટિવ સામે આવ્યા હતા ત્યારે હજી બીજી વખત ફરીથી રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની ઓફિસમાંથી પોઝિટિવ કેસ સામે આવતા બીજી વખત પોતાના સંકુલમાં આવ્યા હોવાની વાત પણ સચિવાલયમાં વેગ પકડી છે.