ETV Bharat / city

રાજ્યના 8000 જેટલા ગ્રામ્ય વિસ્તારમાં ડીજીટલ સેવા શરૂ - નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ

કેન્દ્ર સરકારની ભારત નેટ યોજના અંતર્ગત ગુજરાત સરકારે કુલ 8 હજાર ગ્રામ્ય વિસ્તારોમાં ડિજિટલ સેવાઓ શરૂ કરી છે, જેમાં અત્યાર સુધીમાં કુલ 28 લાખથી વધુ અરજીઓ રાજ્ય સરકારને ડિજિટલ સેવા સેતુના માધ્યમથી મળી છે. જ્યારે વર્ષ 2021 સુધીમાં રાજ્યની તમામ ગ્રામ પંચાયત ભારત નેટ ઈન્ટરનેટથી ડિજિટલ સેવા સેતુ અન્વયે જોડાઈ જશે.

ETVBharat
ETVBharat
author img

By

Published : Jan 5, 2021, 3:54 PM IST

  • રાજ્ય સરકારનો ડિજિટલ અભિગમ
  • 45 જેટલી સેવાઓ ઓનલાઈન કરી
  • 8 હજાર જેટલા ગ્રામ વિસ્તારમાં ઓનલાઈન સેવા શરૂ
  • વર્ષ 2021 સુધીમાં તમામ ગ્રામ્ય વિસ્તારને સમાવી લેવાશે

ગાંધીનગરઃ આ બાબતે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ભારત નેટ ફેઝ ટૂ બાબતે જણાવ્યું હતું કે, રાજ્યના અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોમાં સામાન્ય નાગરિકને પણ પોતાના ગામમાં જ વિવિધ સરકારી સેવાઓ ઘરે બેઠા મળે તે માટે ભારત નેટ ફ્રિઝ ટૂલની ગુજરાતમાં અમલની સંપૂર્ણ જવાબદારી લઈને રાજ્ય સરકારે મોટાભાગની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે.

પ્રથમ તબક્કામાં 2 હજાર ગામમાં સેવા શરૂ કરાઈ હતી

ગુજરાત સરકાર દ્વારા ટેક્નોલોજીના મહત્તમ ઉપયોગથી પ્રજાજનો માટે ઈઝ ઓફ લિવિંગ વધારવાની નેમ સાથે ઓક્ટોબર 2020માં ડિજિટલ સેવા સેતુનો પ્રારંભ બે હજાર ગામોમાં 22 જેટલી વિવિધ સરકારી યોજનાઓ અને સેવાઓ પહોંચાડવા સાથે કરવામાં આવ્યો હતો. જ્યારે રાજ્ય સરકાર સાયન્સ ટેક્નોલોજી વિભાગ એ છે કે ગ્રામ્ય સ્તર સુધી ઓપ્ટિકલ ફાઈબર નેટવર્ક અને ભારત નેટ ઇન્ટરનેટ અન્વયે 100 MBPSની સ્પીડ સાથે નેટ કનેક્ટિવિટી સફળતાપૂર્વક પ્રસ્થાપિત કરી છે..

8 હજાર જેટલા ગ્રામ વિસ્તારમાં ઓનલાઈન સેવા શરૂ
ડિસેમ્બર 2020 સુધી 8 હજાર ગામમાં સુવિધાઓ શરૂ

રાજ્ય સરકારે ઓક્ટોબર 2020માં 2 હજાર ગામમાં 20 જેટલી સુવિધા ઓનલાઇન કરી હતી અને ગામના નાગરિકોને ગામની અંદર જ સેવાઓ પ્રાપ્ત થઇ શકે તે બાબતની વ્યવસ્થાઓ કરી હતી. જ્યારે ડિસેમ્બર સુધીમાં રાજ્ય સરકાર દ્વારા કુલ 8 હજાર જેટલા ગામડાઓમાં નેટ કનેક્ટિવિટી શરૂ કરવામાં આવી છે. આમ, રાજ્યના 8 હજાર જેટલા ગામડાઓ ઘરે બેઠા બેઠા જ સીધા રાજ્ય સરકારમાં અરજી તથા સેવાઓ પ્રાપ્ત કરી શકે છે.

કઈ સેવાઓ ઓનલાઈન મળી રહી છે

અલગ રેશન કાર્ડ મેળવવા અંગે, નવા રેશનકાર્ડ માટે, રેશન કાર્ડમાં સુધારા-વધારા માટે, આવકનો દાખલો આપવા બાબતે, આવક અંગેનું સોગંદનામું, સિનિયર સિટિઝન પ્રમાણપત્ર, એફઆઈઆરની નકલ, ઓનલાઈન ટિકિટ, નવો કોમ્પ્યુટર પાસ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વિધવા સહાય યોજના, સ્ટેમ્પ ડ્યૂટી સમરસ છાત્રાલય પ્રવેશ, ટ્રાવેલ પાસ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય દિવ્યાંગ પેન્શન યોજના, જાતિ અંગેનું સોગંદનામું, ઘરઘાટી નોંધણી, ડ્રાઈવરની નોંધણી, ના વાંધા પ્રમાણપત્ર, દિવ્યાંગ લગ્ન સહાય યોજના, નિરાધાર વૃદ્ધો અને દિવ્યાંગોને આર્થિક સહાય યોજના રાષ્ટ્રીય કુટુંબ સહાય, વિચારતી વિમુક્ત જાતિઓ માટેનું પ્રમાણપત્ર જેવી 22 જેટલી સુવિધા અત્યારે રાજ્ય સરકારે ઓનલાઈન કરી છે.

વર્ષ 2021 સુધીમાં 14 હજાર ગામડાઓમાં યોજનાઓ શરૂ થશે

સરકારી હોસ્પિટલમાં શરૂ કરેલી આ યોજના વર્ષ 2021માં પૂર્ણ કરવાનું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. વર્ષ 2021 સુધીમાં ગુજરાત રાજ્યના તમામે તમામ ગામડાઓમાં ભારત નેટ સુવિધા શરૂ કરવામાં આવશે. આમ, આ સુવિધા શરૂ થવાથી તમામ ગ્રામ્ય લોકો ઘર બેઠા સરકારની વિવિધ સેવાઓ અને અરજીઓ કરી શકશે. મહત્ત્વની વાત કરવામાં આવે તો ડિસેમ્બર 2020 સુધીમાં ડિજિટલ સેવા સેતુના વિવિધ લાભ માટે 28 લાખ અરજીઓ રાજ્ય સરકારને ઓનલાઈન મળી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.