ETV Bharat / city

રાજ્યમાં 24 કલાકમાં 4 કોર્પોરેશન અને 3 જિલ્લામાં 13 કેસ નોંધાયા, 13 દર્દીઓ કોરોના માત આપી - Corona News

રાજ્યમાં એપ્રિલ મહિનાથી કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો હતો, ત્યારે મે અને જૂન મહીના બાદ હવે ઓગસ્ટ મહિના પણ સતત પોઝિટિવ કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. છેલ્લાં 24 કલાકની જો વાત કરવામાં આવે તો આજે શુક્રવારે રાજ્યમાં 20 થી ઓછા કેસ સામે આવ્યા છે. જેમાં છેલ્લા 24 કલાકની અંદર 13 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.

Corona update
Corona update
author img

By

Published : Aug 27, 2021, 10:54 PM IST

  • રાજ્યના તમામ જિલ્લામાં પોઝિટિવ કેસ 10 થી નીચે
  • છેલ્લા 24 કલાકમાં 13 પોઝિટિવ કેસ નોંધાયા
  • 14 દર્દીઓ કોરોનાને માત આપી
  • અમદાવાદમાં 4, વડોદરા 2, સુરત 1 અને જૂનાગઢમાં 1 કેસ

ગાંધીનગર: રાજ્યમાં એપ્રિલ મહિનાથી કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો હતો, ત્યારે મે અને જૂન મહીના બાદ હવે ઓગસ્ટ મહિના પણ સતત પોઝિટિવ કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. છેલ્લાં 24 કલાકની જો વાત કરવામાં આવે તો આજે શુક્રવારે રાજ્યમાં 20 થી ઓછા કેસ સામે આવ્યા છે. જેમાં છેલ્લા 24 કલાકની અંદર 13 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આજે 14 દર્દીઓએ કોરોનાને માત આપીને ઘરે પરત ફર્યા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં એક દર્દીનું કોરોનાથી દુઃખદ મૃત્યુ થયું નથી. ઉપરાંત રાજ્યના તમામ જિલ્લાઓમાં સિંગલ ડિજિટમાં પોઝિટિવ કેસ નોંધાયા છે.

રાજ્યના તમામ જિલ્લામાં સિંગલ ડિજિટમાં પોઝિટિવ કેસ

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવો તો રાજ્યના 4 કોર્પોરેશન જેવા કે અમદાવાદ, સુરત, વડોદરા અને જૂનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં અને 3 જિલ્લા દાહોદ, વડોદરા અને કચ્છના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના પોઝિટિવના સિંગલ ડિજિટ કેસ નોંધાયા છે. અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં 4 પોઝિટિવ કેસ નોંધાયા છે. 4 જેટલા દર્દીઓએ અમદાવાદ શહેરમાં કોરોનાને માત આપી છે.

આજે 5,13,874 રસીકરણ થયું

રાજ્યમાં આજે 27 ઓગષ્ટના રોજ 5,13,874 વ્યક્તિને રસી આપવામાં આવી છે. રાજ્યમાં કોરોના રસીના ડોઝ લેનારાની લોકોની સંખ્યા 4,50,37451 થઈ છે. આજે રસીકરણ માટે પાત્રતા ધરાવતા 18 થી વધુ ઉંમરના કુલ 2,65,499 નાગરિકને પ્રથમ ડોઝ અને 80,749 નાગરિકોને બિજો ડોઝ આપી દેવામાં આવ્યો છે. રાજ્યમાં આજ સુધીમાં 4.50 કરોડ કરતા વધુ વેક્સિનેશનના ડોઝ આપવામાં આવ્યા છે.

જન્માષ્ટમીના તહેવાર નિમિતે વેક્સિનેશન બંધ

રાજ્યમાં તહેવારનો માહોલ છે. રવિવારે 29 તારીખે વેક્સિનેશન રવિવારને કારણે બંધ રાખવામાં આવશે. 30 સપ્ટેમ્બર જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે પણ રાજ્યમાં તમામ સેન્ટરો ઉપર વેક્સિનેશન બંધ રાખવામાં આવશે. આમ તહેવાર નિમિત્તે રાજ્યમાં બે દિવસ સુધી વેક્સિનેશનની કામગીરી બંધ રહેશે.

રાજ્યમાં એક્ટિવ કેસ 200 થી નીચે

રાજ્યની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 155 જેટલા એક્ટિવ કેસ છે. જેમાં 4 વેન્ટિલેટર પર અને 151 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ 10,079 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,140 દર્દીઓએ કોરોનાને માત આપી છે. ગુજરાતમાં રિકવરી રેટ 98.76 ટકા સુધી પહોંચ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.