ETV Bharat / city

કોરોના દર્દી માટે 1,200 બેડની હોસ્પિટલ હેલીપેડના બદલે હવે મહાત્મા મંદિરમાં બનશે - હોસ્પિટલ ન્યૂઝ

ગાંધીનગરમાં હેલીપેડમાં બનનારું 1,200 બેડની કોવિડ હોસ્પિટલ હવે મહાત્મા મંદિર ખાતે બનશે. હેલીપેડ એક્ઝિબિશનમાં ડ્રેનેજ અને ACની ખામી સર્જાતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

મહાત્મા મંદિરમાં પહેલીવાર આ પ્રકારે હોસ્પિટલ બનશે

author img

By

Published : Apr 30, 2021, 2:05 PM IST

  • મહાત્મા મંદિરમાં પહેલીવાર આ પ્રકારે હોસ્પિટલ બનશે
  • એક વીક પછી જગ્યા બદલવાનો વિચાર આવ્યો
  • 15 દિવસ પછી કામ-કાજ પુરજોશમાં શરુ થશે તેવી શક્યતા

ગાંધીનગર: કેન્દ્રીય ગૃહપ્રધાન અમીત શાહ દ્વારા એક વીક પહેલા 1,200 બેડની હોસ્પિટલ હેલિપેડમાં બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ હવે એવી વાત સામે આવી છે કે, આ હોસ્પિટલ મહાત્મા મંદિર ખાતે બનશે. હેલીપેડ હોસ્પિટલમાં ડ્રેનેજ, ACની વ્યવસ્થા ઉભી કરવી મુશ્કેલ છે. ત્યાં મહાત્મા મંદિર ખાતે પૂરતી વ્યવસ્થા હોવાથી 1,200 બેડની હોસ્પિટલ બનાવવાનો નિર્ણય ત્યાં કરવામાં આવ્યો છે. 15થી 20 દિવસ પછી કામ-કાજ પુરજોશમાં શરુ થશે તેવી શક્યતા છે. જોકે લોકોને તો ક્યાંય પણ હોસ્પિટલ બને તેમને તો સુવિધાઓ વિના પણ તાતી જરૂરિયાત અત્યારની સ્થિતિમાં ઉભી થઈ છે. કેમ કે, હોસ્પિટલ બહારના બાંકડા પર પણ લોકો સારવાર લઈ રહ્યા છે.

આ પણ વાંચો: સર ટી હોસ્પિટલમાં માઁ અંબાની સ્તુતિ કરાવી દર્દીઓને હિમ્મત અપાઇ

એન્જિનિયરોને એક અઠવાડિયા પછી ખ્યાલ આવ્યો હોસ્પિટલ અહીં ઉભી થાય તેવી શક્યતા નથી

DRDO અને ટાટાના સંયુક્ત ઉપક્રમે બની રહેલી હોસ્પિટલમાં નિરીક્ષણ બાદ એક વીક પછી એન્જિનિયરોને ખ્યાલ આવ્યો કે, અહીં ડ્રેનેજ અને ACની પૂરતા પ્રમાણમાં સુવિધા નથી. જાહેરાતના એક વીક પછી 5 દિવસે નિરીક્ષણ પછી તેમને પાયાની સુવિધાનો હવે ખ્યાલ આવે છે. જોકે અમિત શાહે જાહેરાત કર્યા તેના 5 દિવસ પછી તો ટીમ હરકતમાં આવી હતી અને ત્યાં જઇ નિરીક્ષણ કર્યું હતું. જોકે સોશિયલ મીડિયામાં તો એ વાત ક્યારની લોકોએ મૂકી હતી કે, મહાત્મા મંદિરમાં કોવિડ હોસ્પિટલ ઊભી કરવામાં આવે.

આ પણ વાંચો: નર્મદા જિલ્લાને મળી નવી કોવિડ હોસ્પિટલ હવે દર્દીને વડોદરા સુધી નહીં જવું પડે

એક બાજુ કોરોનાના કેસો વધી રહ્યા છે તો બીજી બાજુ ધીમી ગતિએ કામ થઇ રહ્યું છે

એક બાજુ કોરોનાના કેસો રેકોર્ડ બ્રેક ગુજરાતમાં વધી રહ્યા છે, તો બીજી બાજુ હોસ્પિટલ શરૂ કરવા માટે જાહેરાતો કરવામાં આવે છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ હોસ્પિટલની જગ્યા બદલવામાં આવી રહી છે. જે ગતિએ કામ થવું જોઈએ તેની સરખામણીએ ધીમી ગતિએ કામ થઇ રહ્યું છે. જેના કારણે દર્દીઓ મરી રહ્યા છે. ઉપરથી સ્ટાફ પણ પૂરતો તો નથી. હોસ્પિટલમાં સ્ટાફની તાતી જરૂરિયાત પણ ઊભી થશે. તેનું આયોજન તો ઉભું જ રહ્યું. લાઈટ, પાણી જેવી માળખાકીય સુવિધાઓ તેમજ એરકન્ડીશનની સુવિધાઓ ઉભી કરવાની હતી, પરંતુ એન્જિનિયર જ્યારે ત્યાંથી ગ્રાઉન્ડ રિપોર્ટ મેળવ્યો આ પ્રકારની સમસ્યા સામે આવી હતી. મહાત્મા મંદિરમાં ત્યાં સુધી મોટા-મોટા સેમિનાર રોજ થતા હતા, પરંતુ પહેલીવાર આ રીતે કોઈ હોસ્પિટલ ઊભી કરવામાં આવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.