ETV Bharat / city

ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં 100 ટકા કેશડોલ્સ ચૂકવાઈ, CM રૂપાણીએ કરી રિવ્યુ બેઠક - 100 percent cashdoll

ગુજરાત રાજ્યના દરિયા કિનારે આવેલા વિનાશક વાવાઝોડાએ કરોડો રૂપિયાનું નુકસાન કર્યું છે, ત્યારે રાજ્ય સરકારે ઘરવખરી સહાય, મકાન નુકસાન સહાયની ચૂકવણીની જાહેરાત કરી હતી. આજે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગીર સોમનાથ અમરેલી અને ભાવનગર જિલ્લા કલેક્ટર સાથે વીડિયો કોન્ફરન્સ યોજીને કેશડોલ ઘરવખરી સહાય અન્ય સહાય બાબતે ચર્ચા કરી હતી.

CM રૂપાણીએ કરી રિવ્યુ બેઠક
CM રૂપાણીએ કરી રિવ્યુ બેઠક
author img

By

Published : Jun 1, 2021, 7:33 PM IST

  • વાવાઝોડાની સહાય બાબતે CM વિજય રૂપાણીની વીડિઓ કોન્ફરન્સ
  • ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લા કલેક્ટરો સાથે વીડિયો કોન્ફરન્સ
  • 100 ટકા કેશડોલ્સ ચૂકવાઈ હોવાનો સરકારી દાવો
  • 4.82 લાખ લોકોને 25.60 કરોડની કેશડોલ્સ ચૂકવાઈ

ગાંધીનગર: ગુજરાત રાજ્યના દરિયા કિનારે આવેલા વિનાશક વાવાઝોડાએ કરોડો રૂપિયાનું નુકસાન કર્યું છે, ત્યારે રાજ્ય સરકારે ઘરવખરી સહાય, મકાન નુકસાન સહાયની ચૂકવણીની જાહેરાત કરી હતી. આજે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગીર સોમનાથ અમરેલી અને ભાવનગર જિલ્લા કલેક્ટર સાથે વીડિયો કોન્ફરન્સ યોજીને કેશડોલ ઘરવખરી સહાય અન્ય સહાય બાબતે ચર્ચા કરી હતી. જેમાં ત્રણેય જિલ્લામાં 100 ટકા કેસ અને ઘરવખરી સહાય ચૂકવાઇ હોવાનું દાવો કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ તૌકતે વાવઝોડાને પગલે રાજ્ય સરકારે 500 કરોડનું વાવાઝોડા કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું

3 જિલ્લામાં 4.82 લાખ લોકોને આપવામાં આવી સહાય

આ બાબતે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, આ તમામ જિલ્લાઓમાં અસરગ્રસ્ત પરિવારો અને વ્યક્તિઓને કેશડોલ્સ તેમજ ઘરવખરી સહાયની તત્વ ચૂકવણીની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે બાબતે કલેક્ટર પાસેથી સંપૂર્ણ વિગત લેવામાં આવી છે. આ ત્રણ જિલ્લામાં 4,82,192 લોકોને 25.62 કરોડની કેશડોલ્સ ચૂકવવામાં આવી છે. આ ઉપરાંત રાજ્ય સરકાર નિયમો અનુસાર આ સમયમાં પુખ્ત વયની વ્યક્તિ માટે રોજના 100 રૂપિયા અને સગીર તથા બાળકો માટે યોજના 60 રૂપિયા પ્રમાણે 7 દિવસની કેશડોલ્સ ચૂકવવામાં આવી છે. જેમાં ગીર સોમનાથમાં 1.1 લાખ, ભાવનગર જિલ્લામાં 76,289 લોકો અને અમરેલીમાં 3,04,619 લોકોને સહાય આપવામાં આવી છે.

આ પણ વાંચોઃ તૌકતે વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારનો દિલ્હી કેન્દ્રની ટીમ દ્વારા સર્વે કરાયો

વેરિફિકેશન સાથે ચૂકવણી કરાઈ

આ સમગ્ર ઘટનામાં ખોટા વ્યક્તિ સહાય લઇ ન જાય અને સાચો વ્યક્તિ સહાયથી વંચિત ન રહી જાય તે તકેદારી રાખીને સહાયની રકમ ચૂકવવા મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ તાકીદ કરી હતી. જેમાં સ્થાનિક તંત્ર દ્વારા તકેદારી અને વેરિફિકેશન સાથે કોઈપણ દબાણને વશ થયા વિના આ કામગીરી કરવા પણ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ત્રણેય કલેક્ટરોને સ્પષ્ટ તાકીદ કરી હતી, જ્યારે ઘરવખરી સહાયની રકમ અસરગ્રસ્તોના બેન્ક ખાતામાં સીધી જમા થાય તે સુનિશ્ચિત કરવા પણ જિલ્લા તંત્રને સૂચના આપી છે.

આ પણ વાંચોઃ ગીર સોમનાથમાં તૌક્તે વાવાઝોડાના અસરગ્રસ્ત 48,000 ખેડૂતોના વાડીબગીચાનો થયો સર્વે

1,834 મકાનો સંપૂર્ણ નાશ, 100 ટકા સહાય ચૂકવાઈ

વાવાઝોડાને પગલે આ 3 જિલ્લામાં કુલ 134 જેટલા મકાનો સંપૂર્ણપણે નાશ પામેલા હતા. જેમાં રાજ્ય સરકારે તમામ મકાનોને જાહેર કરેલી સહાયની રકમ ચુકવી દેવામાં આવી છે. આમ રાજ્ય સરકારે સંપૂર્ણ નાશ પામેલા કાચા-પાકા મકાનો અને મકાન દીઠ 95,100 સહાય આપવાનો નિર્ણય કર્યો હતો તે પ્રમાણે 100 ટકા સહાય આપી દેવામાં આવી છે, જ્યારે પશુઓ રાખવાની જગ્યા વાડા પ્રમાણને થયેલા નુકસાનમાં દરેક જિલ્લામાં 5,000 રૂપિયાની સહાય પણ ચૂકવવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.