ETV Bharat / city

Cyber security: રાજ્યમાં વધુ 10 સાયબર પોલીસ સ્ટેશન શરૂ કરાયા, હવે ગુજરાતમાં કુલ 24 સાયબર પોલીસ સ્ટેશન

author img

By

Published : Jun 18, 2021, 8:19 PM IST

રાજ્યમાં વધતા જતા સાઈબર ગુનાઓને લઈ અગાઉ સરકાર દ્વારા કેટલાક વિસ્તારોમાં સાયબર પોલીસ સ્ટેશન શરૂ કરવામાં આવ્યા હતાં. આજે શુક્રવારના રોજ રાજ્ય ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ કર્યું વર્ચ્યુલ યોજી નવા 10 સાયબર પોલીસ સ્ટેશનનું ઉદ્દધાટન કરવામાં આવ્યું હતું.

ગાંધીનગર
ગાંધીનગર
  • રાજ્યમાં વધુ 10 સાયબર પોલીસ સ્ટેશનની શરૂઆત
  • રાજ્ય ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ કર્યું વર્ચ્યુલ ઉદ્ઘાટન
  • રાજ્યમાં અગાઉ 9 રેન્જ અને 4 શહેરમાં કાર્યરત હતા સાયબર પોલીસ સ્ટેશન

ગાંધીનગર : વર્તમાન સમયમાં લોકો નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને સમયનો બચાવ કરતા હોય છે. બીજી તરફ લેભાગુ તત્વો ઓનલાઇન ફ્રોડ કરવા માટે તત્પર હોય છે. ત્યારે ઓનલાઇન ગુનાને અંજામ આપતા લોકો વિરુદ્ધ રાજ્ય સરકારે અગાઉ 9 રેન્જ અને 4 શહેરમાં સાયબર પોલીસ સ્ટેશનની શરૂવાત કરી છે. ત્યારે આજે શુક્રવારના રોજ રાજ્યકક્ષાના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા, ગૃહસચિવ પંકજ કુમાર અને રાજ્યના DGP આશિષ ભાટિયાએ ગાંધીનગરથી વર્ચ્યુલ વધુ 10 જેટલા સાયબર પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કર્યું હતું.

અત્યાર સુધીમાં 13.22 કરોડની રિકવરી કરાઈ

આ બાબતે રાજ્યના DGP આશિષ ભાટિયાએ વર્ચ્યુઅલ ઉદ્ઘાટન સમયે જણાવ્યું હતું કે, સાયબર શાશ્વત પ્રોજેક્ટ NCCTR અંતર્ગત વોલેન્ટિયર ફોરેન્સિક ટુલ્સ અને કેપેસિટી બિલ્ડીંગ ફોરેન્સિક હેલ્પલાઇન સાયબર ક્રાઇમ અને સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રોજેક્ટ શરૂ કરી સાઇબર ક્રાઇમને લગતા ગુનાઓને ઉકેલવાની કામગીરી કરવામાં આવી છે. જેમાં CID ક્રાઇમ સેલની હેલ્પલાઇન તથા શાશ્વત પ્રોજેક્ટ થકી ફાઇનાન્સિયલ ફ્રોડમાં 13.22 કરોડની રકમ નાગરિકોને પરત કરવામાં આવી છે. જ્યારે 21.12 કરોડની રકમ ફ્રિઝ કરવામાં આવી છે. આ ઉપરાંત સાયબર બુલિંગનો ભોગ બનેલા હજારો નાગરિકોનું કાઉન્સીલીંગ કરવામાં આવ્યું છે.

વર્ચ્યુલ ઉદ્ઘાટન

આ પણ વાંચો: અમદાવાદ: સાયબર પોલીસ સ્ટેશન બન્યા બાદ 250થી વધુ ફરિયાદ નોંધાઇ

વર્ષ 2019માં 784 ગુનાઓ નોંધાયા

વર્ષ 2019માં ગુજરાત રાજ્યમાં સાયબર ક્રાઈમના કુલ 784 જેટલા ગુના નોંધવામાં આવ્યા છે. જ્યારે નાગરિકોના ફાઇનાન્સિયલ ફ્રોડની ઘટના પૈકી 13.22 કરોડની રકમ નાગરિકોને પરત કરવામાં આવી છે. જ્યારે 21.12 કરોડની રકમ ફ્રિઝ કરવામાં આવી છે. આ ઉપરાંત ગુજરાત સાયબર સેલ દ્વારા ફેસબુક જેવા સોશિયલ મીડિયાના માધ્યમોમાં રહેલા હજારો ફેક આઈડીને હટાવવાની અને સ્થગિત કરવાની કામગીરી પણ કરવામાં આવી છે.

આ વિસ્તારનાં સાયબર પોલીસ સ્ટેશન મંજુર થયા

  1. આણંદ
  2. સાબરકાંઠા
  3. મહેસાણા
  4. ભરૂચ
  5. વલસાડ
  6. જામનગર
  7. પોરબંદર
  8. અમરેલી
  9. કચ્છ પૂર્વ, ગાંધીધામ
  10. બનાસકાંઠા

આ પણ વાંચો: ગુજરાતના 10 જિલ્લામાં નવા સાયબર પોલીસ સ્ટેશન મંજૂર કરાયા

રાજયમાં 218 મહેકમ મંજુર કરાયું

અત્યારે સમગ્ર રાજ્યમાં કુલ 14 જેટલા સાયબર પોલીસ સ્ટેશન કાર્યરત છે, જ્યારે આજે વધુ 10 જીલ્લામાં સાયબર પોલીસ સ્ટેશન અને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનને મંજૂરી આપવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા આ નવા 10 પોલીસ સ્ટેશનમાં 10 બિન હથિયારી પોલીસ ઇન્સ્પેક્ટર, 20 પોલીસ કોન્સ્ટેબલ, 40 બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, 120 વાયર પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને 10 રેડિયો ઓપરેટર મળી કુલ 218 કર્મચારીઓનું મહેકમ મંજૂર કરવામાં આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.