બુધવારે વહેલી સવારે હળવા પવન સાથે ધીમીધારે વરસાદ શરુ થયો હતો. હવામાન વિભાગ દ્વારા વાયુ વાવાજોડું દીવ અને વેરાવળની વચ્ચેના તટ પર ટકરાઈ શકે છે. જેને લઈને દીવ પ્રશાશન પણ હરકતમાં આવી ગયું છે. સંગબર ઓપરેશનની જવાબદારી જિલ્લા કલેકટર હેમંત કુમારે તેમના ખભે લઈને રાહત કામગીરીમાં જોડાયા હતા.
દીવના વણાંકબાર સહીત કેટલાક દરિયા કિનારાના નીચાણ વાળા વિસ્તારો માંથી લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડવામાં આવી રહ્યા છે. ખાસ કરીને મહિલાઓ, નાના બાળકો અને વૃદ્ધોને નજીકની સરકારી શાળાઓમાં રાખવામાં આવી રહ્યા છે. જેની જવાબદારી જિલ્લા કલેકટર હેમંત કુમાર દ્વારા લઈને વાયુ વાવાજોડાની સંભવિત અસરો સામે લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવી રહ્યા છે. અને દીવમાં આવેલા યાત્રિકોને પણ તેમના ઘર કે વતન તરફ પરત મોકલવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે.