વાપી: વાપીની (thief caught in LCB in Vapi) આસપાસના દમણ, સેલવાસ, ઉમરગામમાં એપાર્ટમેન્ટમાં, બંગલામાં સ્પાઇડરમેનની અદામાં ઉપર ચડી સ્લાઈડિંગ વિન્ડો ખસેડી ઘરમાં પ્રવેશ કરી ચોરી કરતા હતા. પોલીસે આ રીઢા ચોર પાસેથી રોકડા 2 લાખ રૂપિયા, બે તોલા સોનાના દાગીના મળી કુલ 2.29 લાખનો મુદ્દામાલ કબ્જે કરી 13 જેટલી ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં (crime of theft solved) સફળતા મેળવી છે.
વાપીમાં થયેલ ચોરીની ઘટનાનો ભેદ ઉકેલાયો
વલસાડ જિલ્લાના વાપી ડિવિઝનના ASP શ્રીપાલ શેષમાંએ પત્રકાર પરિષદ બોલાવી વાપીમાં થયેલ ચોરીની ઘટનાનો ભેદ ઉકેલતી વિગતો આપી હતી. ASP શ્રીપાલ શેષમાંએ જણાવ્યું હતું કે, સપ્તાહ પહેલા વાપી GIDCના ગુંજન વિસ્તારમાં આવેલ બી ટાઈપ ગાર્ડન નજીક એક એપાર્ટમેન્ટમાં અને બંગલામાં રાત્રી દરમિયાન ચોરીની ઘટના બની હતી. જેમાં ચોરે રોકડ રૂપિયા અને દાગીનાની ચોરી કરી હતી. જેની ફરિયાદ વાપી GIDC પોલીસ મથકે નોંધાઇ હતી.
આ પણ વાંચો: Theft in Surat: દિવસે ચાઇનીઝ ફૂડની લારી પર કામ કરતો નેપાળી ઘરફોડ ચોર ઝડપાયો
2 લાખ રોકડા રૂપિયા સાથે ઝડપી પાડ્યો
ફરિયાદના આધારે ચોરને ઝડપી પાડવા વલસાડ LCBને સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યા બાદ LCBની ટીમે બાતમી આધારે ઘરફોડ ચોરી કરનાર રીઢા ચોર દિપક ઉર્ફે બોબડો કિશન ભાગ્યદરને ઝડપી પાડ્યો હતો. પોલીસે આ રીઢા ચોરની ધરપકડ કરવા સાથે તેમની પાસેથી 2 લાખ રૂપિયા રોકડા અને એક સોનાના બાજુબંધની ચોરી મળી કુલ 2.29 લાખનો ચોરીનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
આ પણ વાંચો: જામનગરમાં કારખાનાના માલિકે પોતાના શોખ પુરા કરવા કરી લાખોની ચોરી
13 ચોરીનો ભેદ ઉકેલાયો
પકડાયેલ રીઢા ચોરની મોડ્સ ઓપરેન્ડી અંગે ASP શ્રીપાલ શેષમાંએ જણાવ્યું હતું કે, આ ચોર સ્પાઇડરમેનની જેમ એપાર્ટમેન્ટ કે બંગલામાં લગાવેલ પાઇપ-છજ્જાના આધારે ઉપર ચડતો હતો અને સ્લાઈડિંગ વિન્ડો ખોલી ઘરમાં પ્રવેશી ચોરી કરતો હતો. હાલ આ રીઢા ચોરની પૂછપરછ કરતા વાપી ટાઉન અને GIDC વિસ્તારમાં થયેલ 10 ચોરીની તેમજ ઉમરગામ, દમણ સેલવાની એક એક ચોરી મળી કુલ 13 જેટલી ચોરીઓની કબૂલાત કરી છે. GIDC પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.