- વલસાડમાં કુલ 8 સ્થળોએ મતગણતરી
- વાપીમાં PTC કોલેજ ખાતે મતગણતરી
- ઉમરગામમાં કુમારશાળા અને એમ. એમ. હાઈસ્કૂલ ખાતે મતગણતરીવલસાડના 8 સ્થળોએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની મતગણતરી
વાપી: વલસાડ જિલ્લાના 6 તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને ઉમરગામ નગરપાલિકામાં 28મી ફેબ્રુઆરીએ યોજાયેલા મતદાનની મંગળવારે 2 માર્ચે જે તે તાલુકા અને નગરપાલિકાના મથકે મતગણતરી હાથ ધરવામાં આવશે. વાપીમાં ખંડુભાઇ હરીભાઇ પુરુષ અધ્યાપન મંદિર- (PTC) વાપી, ઉમરગામ તાલુકા પંચાયતની એમ. એમ. હાઇસ્કૂલ ખાતે, ઉમરગામ નગરપાલિકાની કુમારશાળા- ઉમરગામ ખાતે મતગણતરીની પ્રક્રિયા હાથ ધરાશે.
![વલસાડ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-dmn-01-counting-details-photo-gj10020_01032021200913_0103f_1614609553_230.jpg)
જિલ્લા પંચાયતની આ બેઠકો પર સૌથી વધુ મતદાન
વલસાડ જિલ્લામાં 28મી ફેબ્રુઆરીએ જિલ્લા પંચાયતની બેઠક માટે 6,62,149 મતદારોએ, તાલુકા પંચાયતની 6 બેઠકો 6,61,138 મતદારોએ તેમજ ઉમરગામ નગરપાલિકાની ચૂંટણીમાં 14,826 મતદારોએ મતદાન કર્યું હતું. આમ વલસાડ જિલ્લા પંચાયતની બેઠક માટે 69.64 ટકા, વલસાડ તાલુકા પંચાયતની 6 બેઠકો માટે 69.72 ટકા, ઉમરગામ નગરપાલિકાની ચૂંટણીમાં 67.46 ટકા મતદાન નોંધાયું હતું.
![વલસાડ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-dmn-01-counting-details-photo-gj10020_01032021200913_0103f_1614609553_225.jpg)
![વલસાડ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-dmn-01-counting-details-photo-gj10020_01032021200913_0103f_1614609553_1012.jpg)
તાલુકા પંચાયતની આ બેઠકો પર સૌથી ઓછું મતદાન
વલસાડ જિલ્લા/ તાલુકા પંચાયતની બેઠકોમાં થયેલા સૌથી વધારે અને સૌથી ઓછું મતદાનની વિગતો જોઇએ તો, વલસાડ જિલ્લા પંચાયતમાં સૌથી વધુ મોટી કોરવળ બેઠક ઉપર 83.35 ટકા જ્યારે સૌથી ઓછું છીરી બેઠક ઉપર 49.18 ટકા, તાલુકા પંચાયતમાં વાપી તાલુકાની ચંડોર બેઠક ઉપર સૌથી વધુ 79.06 ટકા જ્યારે ચણોદ-૧ બેઠક ઉપર સૌથી ઓછું 41.85 ટકા, ઉમરગામ તાલુકાની વલવાડા બેઠક ઉપર સૌથી વધુ 75.73 ટકા, જ્યારે સંજાણ-1 બેઠક ઉપર સૌથી ઓછું 46.52 ટકા મતદાન નોંધાયું હતું. જ્યારે ઉમરગામ નગરપાલિકામાં વૉર્ડ નંબર 2માં સૌથી વધુ 79.46 ટકા, જ્યારે વોર્ડ નંબર 5માં સૌથી ઓછું 58.66 ટકા મતદાન નોંધાયું છે.