ETV Bharat / city

સાતમાળિયા ડિયર પાર્કમાં 6 ટ્રેકિંગ રૂટ તૈયાર, શાળા-કૉલેજના 300 વિદ્યાર્થીઓઓ કર્યું ટ્રેકિંગ

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી વનવિભાગ દ્વારા સાતમાળિયા ડિયર પાર્ક ખાતે શાળા-કૉલેજના વિદ્યાર્થીઓ અને પ્રકૃતિ પ્રેમીઓ માટે 6 ટ્રેકિંગ રૂટ તૈયાર કરવામાં આવ્યા છે. આ ટ્રેકિંગ રૂટને વર્લ્ડ વેટલેન્ડ ડેના દિવસે ખુલ્લા મુકાયા હતા. જેનો લ્હાવો લેવા આવેલા 300 વિદ્યાર્થીઓએ પ્રેક્ટિકલ માર્ગદર્શન મેળવ્યું હતું.

etv bharat
સાતમાળિયા ડિયર પાર્કમાં 6 ટ્રેકિંગ રૂટ તૈયાર
author img

By

Published : Feb 4, 2020, 1:51 AM IST

સેલવાસ: સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી 40 ટકા રિઝર્વ ફોરેસ્ટ વિસ્તાર ધરાવે છે. આ વૈવિધ્યસભર વૃક્ષ, વેલા અને છોડથી ઘેરાયેલા ઘનઘોર જંગલમાં અનેક પ્રજાતિના વન્ય જીવો પણ વસવાટ કરે છે. જે ભૌગોલિક પરિસ્થિતિ અને આબોહવાને અનુકૂળ જૈવવિવિધતા ધરાવે છે. જેમાં સાતમાળીયા મહત્વનું પાર્ક છે. અહીં હરણ, સાબર, શાહુડી સહિતના વન્ય જીવો અને પંખીઓ વસવાટ કરે છે. દાદરા નગર હવેલી વનવિભાગ દ્વારા આ અભ્યારણમાં 6 ટ્રેકિંગ રૂટ તૈયાર કરવામાં આવ્યા છે. જેને પ્રમોટ કરવા માટે વર્લ્ડ વેટલેન્ડ ડેના દિવસે દાદરાનગર હવેલીના શાળા-કૉલેજના 300 જેટલાા વિદ્યાર્થીઓને વિવિધ 5 ગ્રૂપમાં વહેંચી ટ્રેકિંગ કરાવવામાં આવ્યું હતું.

સાતમાળિયા ડિયર પાર્કમાં 6 ટ્રેકિંગ રૂટ તૈયાર

આ ટ્રેકિંગથી ઉત્સાહિત બનેલા વિદ્યાર્થીઓ અને તેમને માર્ગદર્શન આપવા આવેલા સુરત નેચર ક્લબના પ્રકૃતિ પ્રેમીએ જણાવ્યું હતું કે, આ ટ્રેકીંગ કરીને તેમને વન્યસૃષ્ટિ, વન્યજીવ, જૈવવિવિધતા પાનખર, અર્ધ પાનખર, જંગલની લીલીછમ હરિયાળી માણવાની અનોખી તક મળી હતી.

આ ટ્રેકિંગ રૂટ દરમિયાન વિદ્યાર્થીઓને જંગલની વિવિધ વનસ્પતિઓ અંગે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સાથે જ વિદ્યાર્થીઓને વન્ય જીવોના પ્રકારો, તેની ખાસિયતો, તેમના અવાજો વગેરે વિશે નજરો-નજર જોવા અને જાણવાની તક મળી હતી. આ આયોજન અંગે દાદરા નગર હવેલી વનવિભાગે જણાવ્યું હતું કે સાતમાળિયા ડીયર પાર્કમાં 6 ટ્રેકિંગ રૂટ તૈયાર કરવામાં આવ્યા છે. જેને પ્રમોટ કરવા માટે આ ટ્રેકિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનાથી દાદરા નગર હવેલી જ નહીં, પરંતુ તેની સાથે સાથે ગુજરાત અને મહારાષ્ટ્ર જેવા અન્ય રાજ્યોના પ્રકૃતિ પ્રેમીઓ પણ અહીં આવી અને દાદરાનગર હવેલીના વન્ય જીવો, વન્ય સંપદાનો લાભ લઇ શકશે.

ઉલ્લેખનીય છે કે, પ્રવાસીઓ અને પ્રકૃતિ પ્રેમીઓ માટે સાતમાળિયા અભ્યારણ સદા આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. 310 હેક્ટરના અભ્યારણમાં પૃથ્વીના ઘરેણાં સમાન અલભ્ય વૃક્ષોની ઘટામાં 400થી વધુ વન્ય જીવો જેવા કે હરણ, ચોસિંગા, નીલગાય, ચિતલ વગેરે વસવાટ કરે છે. જેનાથી અવગત થઈ વિદ્યાર્થીઓએ વૃક્ષો અને પશુ-પક્ષીઓના સંવર્ધન થકી પર્યાવરણ સમતુલા જાળવી રાખવાનો સંકલ્પ કર્યો હતો.

Intro:Location :- સાત માળિયા ડિયર પાર્ક

નોંધ :- સ્ટોરી મેનેજ કરેલ છે......

સેલવાસ :- સંઘપ્રદેશ દાદરા નગર હવેલી વનવિભાગ દ્વારા સાતમાળિયા ડિયર પાર્ક ખાતે શાળા-કોલેજના વિદ્યાર્થીઓ અને પ્રકૃતિપ્રેમીઓ માટે 6 ટ્રેકિંગ રૂટ તૈયાર કર્યા છે. આ ટ્રેકિંગ રૂટને વર્લ્ડ વેટલેન્ડ ડેના દિવસે ખુલ્લા મુકાયા હતાં. જેનો લ્હાવો લેવા આવેલા 300 વિદ્યાર્થીઓએ પાર્કના વન્ય જીવો, વન્ય સંપદા અંગે પ્રેક્ટિકલ માર્ગદર્શન મેળવ્યું હતું.Body:સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી 40 ટકા રિઝર્વ ફોરેસ્ટ વિસ્તાર ધરાવે છે. આ, વૈવિધ્યસભર વૃક્ષ,વેલા અને છોડથી ઘેરાયેલા ઘટાટોપ જંગલમાં અનેક પ્રજાતિના વન્ય જીવો પણ વસવાટ કરે છે. જે ભૌગોલિક પરિસ્થિતિ અને આબોહવાને અનુકૂળ જૈવવિવિધતા ધરાવે છે. જેમાં સાત માળીયા ડિઅર પાર્ક મહત્વનું પાર્ક છે. અહીં હરણ, સાબર, શાહુડી સહિતના વન્ય જીવો અને પંખીઓ વસવાટ કરી રહ્યા છે. દાદરા નગર હવેલી વનવિભાગ દ્વારા આ અભ્યારણ્યમાં 6 ટ્રેકિંગ રૂટ તૈયાર કરવામાં આવ્યા છે. જેને પ્રમોટ કરવા માટે વર્લ્ડ વેટલેન્ડ ડેના દિવસે દાદરાનગર હવેલીના શાળા-કોલેજના 300 જેટલાા વિદ્યાર્થીઓને અલગ-અલગ પાંચ ગ્રૂપમાં વહેંચી ટ્રેકિંગ કરાવવામાં આવ્યું હતું. આ ટ્રેકિંગથી ઉત્સાહિત બનેલા વિદ્યાર્થીઓ અને તેમને માર્ગદર્શન આપવા આવેલા સુરત નેચર ક્લબના પ્રકૃતિ પ્રેમીઓએ જણાવ્યું હતું કે, આ ટ્રેકીંગ કરીને તેમને ખૂબ જ મજા આવી છે. વન્યસૃષ્ટિ, વન્યજીવ, જૈવવિવિધતા પાનખર, અર્ધ પાનખર, જંગલની લીલીછમ હરિયાળી માણવાનો અનોખો મોકો મળ્યો હતો. 

આ ટ્રેકિંગ રૂટ દરમિયાન વિદ્યાર્થીઓને જંગલની વિવિધ વનસ્પતિઓ અંગે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તો તેની સાથે સાથે  વન્ય જીવોના પ્રકારો, તેની ખાસિયતો, તેમના અવાજો, શું ખાય છે  તે અંગે નજરોનજર જોવા અને જાણવાનો મોકો મળ્યો હતો. આ આયોજન અંગે  દાદરા નગર હવેલી વનવિભાગે જણાવ્યું હતું કે  સાત માળિયા ડીયર પાર્કમાં છ ટ્રેકિંગ રૂટ તૈયાર કરવામાં આવ્યા છે.  જેને પ્રમોટ કરવા માટે આ ટ્રેકિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનાથી દાદરા નગર હવેલી જ નહીંં, પરંતુ તેની સાથે સાથે ગુજરાત અનેે મહારાષ્ટ્ર જેવા અન્ય રાજ્યોના પ્રકૃતિ પ્રેમીઓ પણ અહીં આવે અને દાદરાનગર હવેલીના વન્ય જીવો, વન્ય સંપદાનો લાભ લઇ શકે. ફોટોગ્રાફી કરી શકે, નેચર wildlife ક્ષેત્રે કારકિર્દી બનાવી શકે તે મુખ્ય ઉદ્દેશ્ય છે. 

Conclusion:ઉલ્લેખનીય છે કે પ્રવાસીઓ અને પ્રકૃતિ પ્રેમીઓ માટે સાતમાળિયા અભ્યારણ્ય સદા આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. 310 હેક્ટર ના અભ્યારણ્યમાં પૃથ્વીના ઘરેણાં સમાન અલભ્ય વૃક્ષોની ઘટામાં 400 થી વધુ વન્ય જીવો જેવા કે હરણ, ચોસિંગા, નીલગાય, ચિતલ વસવાટ કરે છે. જેનાથી અવગત થઈ વિદ્યાર્થીઓએ વૃક્ષો, પશુ, પક્ષીઓના સંવર્ધન થકી પર્યાવરણ સમતુલા જાળવી રાખવાનો સંકલ્પ કેળવ્યો હતો.

Bite :- 1, હેમા ભટ્ટ, વિદ્યાર્થીની, સેલવાસ

Bite :- 2, શ્રીકાંત મિશ્રા, વિદ્યાર્થી, લૉ-કોલેજ

Bite :- 3, પ્રતીક પટેલ, સુરત નેચર ક્લબ

Bite :- 4,  ડૉ. રવિચન્દ્રન, CCF, દાદરા નગર હવેલી, વનવિભાગ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.