- કોઈ પણ વ્યક્તિ 9 એપ્રિલે ટેસ્ટ કરી શકશે નહિ
- 1 લાખ કીટ માત્ર 10-20 દિવસ જ ચાલી શકે છે
- 44 સ્થળો ઉપર રેપીડ ટેસ્ટ કરવામાં આવતા હતા
ભાવનગર: શહેરમાં રેપીડ ટેસ્ટ કિટોની રોજની 5 હજારથી લઈને 10 હજાર સુધીની જરૂરિયાત છે. તેવામાં ભાવનગર મહાનગરપાલિકા આજે 9 એપ્રિલના રોજ રેપીડ ટેસ્ટ કરી શકશે નહીં. કારણ કે, રોજ 44 સ્થળે રેપીડ ટેસ્ટ કરવામાં આવે છે. 1 લાખ કીટ મંગાવી છે જે 10થી 20 દિવસ ચાલી શકે છે પણ આ કીટ ક્યારે આવશે તે પ્રશ્ન છે. જો કે સરકાર ક્યાંક અછત ઉભીં કરીને લોકોને સ્વયંભૂ ખર્ચ કરવાની આદત તો નથી પાડી રહીને?
આ પણ વાંચો:20,000 રેપીડ ટેસ્ટ કીટ આવી, ગુજરાત હવે પ્લાઝમા સિસ્ટમ અપનાવશે : જયંતિ રવિ
ભાવનગર શહેરમાં રેપીડ ટેસ્ટ કીટ થઈ ખાલી
ભાવનગર શહેરમાં રેપીડ ટેસ્ટ વધારવા માટે મહાનગરપાલિકાએ અનેક સેન્ટરો શરૂ કર્યા હતા. શહેરમાં 13 PHC સેન્ટર સહિત શહેરના જાહેર સર્કલો અને ચોકમાં લોકોના ટેસ્ટ કરવામાં આવતા હતા. રોજના 5 હજારથી વધુ રેસ્ટ થવાને પગલે રેપીડ ટેસ્ટ કીટ ખાલી થઈ ગઈ છે. 44 સ્થળો ઉપર રેપીડ ટેસ્ટ કરવામાં આવતા હતા જેમાં 5 હજાર કીટ પણ ઓછી પડતી હતી. કારણ કે, 44 સ્થળોમાં સાવરથી શરૂ કરતાં બે કે ત્રણ કલાકમાં કીટ ખાલી થઈ જતી હતી.
1 લાખ કીટ 10થી 20 દિવસ માંડ ચાલી શકશે
ભાવનગર મહાનગરપાલિકા હેઠળ ચાલતી રેપીડ ટેસ્ટ કામગીરીમાં 44 સ્થળો હતા. જેમાં રોજની 5 હજાર કીટ આપવામાં આવતી હતી. ત્યારે મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી આર. કે. સિન્હા સાથે વાતચીત કરતા તેમને જણાવ્યું હતું કે, ગઈ કાલે પાંચ હજાર કીટ જે આખી ખાલી થઈ ગઈ છે. 10 હજાર આપો તો પણ ઓછી પડે છે આજે 9 એપ્રિલના રોજ 1 લાખ કીટ મંગાવી છે, તે આવ્યા બાદ રેપીડ ટેસ્ટ શરૂ થશે. અધિકારીએ સ્પષ્ટ કર્યું છે કે, આજે કીટ મંગાવી છે એટલે કે 9 એપ્રિલના રોજ કીટ ક્યારે આવે તેના પર આધાર છે. બપોર બાદ કે સાંજે આવે તો પણ રેપીડ ટેસ્ટ કાલથી જ શરૂ થઈ શકે છે એટલે આજે રેપીડ ટેસ્ટ થશે નહીં. અધિકારીના જણાવ્યા પ્રમાણે 5થી 10 હજાર કીટ એક દિવસમાં જોઈએ છે, તો મંગાવેલી 1 લાખ કીટ 10થી 20 દિવસ માંડ ચાલશે તે નિશ્ચિત છે.
આ પણ વાંચો:કચ્છને ફાળવાઈ 250 રેપીડ ટેસ્ટ કીટ, આરોગ્ય વિભાગ કરશે પરીક્ષણ
રેપીડ ટેસ્ટ માટે પોતે કરવો પડશે ખર્ચ
ભાવનગર શહેરમાં રેપીડ ટેસ્ટની કીટ ખાલી થઈ ગઈ છે, એટલે કે રેમડેસિવીર ઇંજેક્શન જેમ હવે લોકોને રેપીડ ટેસ્ટ માટે પોતે ખર્ચ કરવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે કીટ ખાલી થઈ ગઈ છે અને રોજની 5થી 10 હજારની કીટની જરૂરિયાત છે. સરકાર વાતો મોટી કરે છે પણ પરિસ્થિતિનું સર્જન એવું થાય છે લોકોને પોતાના ખર્ચે રેપીડ ટેસ્ટ કરાવવો પડશે કારણ કે, આ તો સરકાર છે અને લોકોને પોતાના સ્વાસ્થ્ય માટે રેપીડ ટેસ્ટ કીટની રાહ જોવી સંભવ નથી.