દમણ: દમણમાં ગઇકાલે કોરોનાના 17 કેસ સામે આવતા ફફડાટ ફેલાયો છે, જ્યારે સાવચેતીના ભાગરૂપે પ્રશાસને તાત્કાલિક આદેશમાં ધોરણ 1થી 8 સુધીના તમામ સરકારી, અર્ધ સરકારી, ખાનગી શાળાના વર્ગો બંધ અંગે જણાવ્યું(Ordered to close offline classes) હતું. જ્યાં સુધી નવો આદેશ ન થયા ત્યાં સુધી ઓનલાઈન શિક્ષણ આપવામાં આવે તેવી સૂચના(Order to start online classes) અપાવામાં આવી છે.
6 જાન્યુઆરીથી શાળાઓમાં ઓફલાઇન વર્ગો બંધનો આદેશ
દેશભરમાં ફરી એકવાર કોરોના અને ઑમિક્રોનના કેસો વધી રહ્યા છે, ત્યારે દમણમાં 17 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા પ્રશાસન સફાળું જાગ્યું છે. 6 જાન્યુઆરીથી દમણની તમામ સરકારી, અર્ધ સરકારી, ખાનગી પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક શાળામાં ઓફલાઇન અભ્યાસક્રમ બંધ કરવામાં આવે તેવો આદેશ જાહેર કર્યો છે. પ્રશાસને શાળાના આચાર્ય તેમજ ઇન્ચાર્જ આચાર્યોને આદેશ આપતા જણાવ્યું હતું કે, જ્યાં સુધી નવો આદેશ આપવામાં ન આવે ત્યાં સુધી શાળાના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન વર્ગો શરૂ કરવામાં આવે. આ અંગે દરેક વિદ્યાર્થીઓને ફોન અથવા મેસેજ દ્વારા શાળા બંધ રહેશે તેની જાણ કરવા સૂચના આપવામાં આવી હતી.
આ પણ વાંચો : Teachers Corona Positive: વેરાવળમાં આદિત્ય બિરલા ગૃપની શાળાના 2 શિક્ષકને કોરોના, સ્કૂલ 7 દિવસ બંધ
આ પણ વાંચો : Corona In Mumbai: મુંબઈમાં કોરોનાએ મચાવ્યો હડકંપ, ધોરણ-9 સુધીની સ્કૂલો 31 જાન્યુઆરી સુધી કરાઈ બંધ