ETV Bharat / city

ગુજરાતમાં નથી રહી દારૂબંધી, દર વર્ષે પકડાય છે કરોડો રૂપિયાનો Liquor

રાજ્યસભામાં રજૂ કરેલા એક રિપોર્ટ મુજબ ગુજરાતની કુલ વસ્તીના 4.3 ટકા લોકો રોજ દારૂનું ( Liquor ) સેવન કરે છે. આ ચોંકાવનારો આંકડો સામાજિક ન્યાય અને સશક્તિકરણના પ્રધાન નારાયણ સ્વામી દ્વારા રજૂ કરાયો છે. ડેટા એમ્સ દ્વારા નેશનલ ડ્રગ યુઝ સર્વે 2019 ( National Drug Use Survey 2019 ) દરમિયાન એકત્ર કરેલા આંકડાના આધારે ટાંકવામાં આવ્યો છે.

સંઘપ્રદેશો અને મહારાષ્ટ્ર બોર્ડર સાથે જોડાયેલા વલસાડમાં વ્યાપક હેરાફેરી

author img

By

Published : Aug 4, 2021, 7:04 AM IST

  • 2020-21માં વાપી પોલીસની બુટલેગરો પર તવાઈ
  • 2020માં 20 કરોડના વાહનો-દારૂ સાથે 1607 સામે કાર્યવાહી
  • 2021માં 6 માસમાં જ 1.81 કરોડનો દારૂ અને 3290 આરોપીઓ સામે કાર્યવાહી

વાપી : હાલના વર્ષ 2020 અને 2021ના 30 જૂન સુધીના સર્વે મુજબ કોરોનાકાળમાં દારૂના ( Liquor ) વ્યસનનું અને વેપારનું પ્રમાણ ખૂબ વધ્યું છે. એમાં પણ દમણ, સેલવાસ અને મહારાષ્ટ્ર ને જોડતી વલસાડ જિલ્લાની સરહદે આ કેસ બમણા થયાં છે. વલસાડ જિલ્લાના વાપી ડિવિઝન હેઠળ આવતા 8 પોલીસ મથકમાં વર્ષ 2020માં બુટલેગરો પર તવાઈ બોલાવી હતી. વાપી ડિવિઝનમાં વર્ષ 2020માં 2,47,49,605 રૂપિયાની કિંમતનો દારૂ, 17,45,14,000 રૂપિયાના 738 વાહનો સાથે 1607 આરોપીઓને પકડી તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. જ્યારે વર્ષ 2021ના 30 જૂન સુધીના 6 માસમાં જ 1.81 કરોડનો દારૂ અને 3290 જેટલા આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

સંઘપ્રદેશો અને મહારાષ્ટ્ર બોર્ડર સાથે જોડાયેલા વલસાડમાં વ્યાપક હેરાફેરી

વલસાડ જિલ્લો એક તરફ સંઘપ્રદેશ દમણ, બીજી તરફ દાદરા નગર હવેલી અને ત્રીજી તરફ મહારાષ્ટ્ર રાજ્યની સરહદ સાથે જોડાયેલ જિલ્લો છે. વલસાડ જિલ્લામાં મોટાપાયે સંઘપ્રદેશો અને મહારાષ્ટ્રમાંથી દારૂની ( Liquor ) હેરાફેરી થાય છે. આ જિલ્લામાં ગુજરાતના અન્ય જિલ્લા કરતા સૌથી વધુ કેસ દારૂના નોંધાય છે. વર્ષ 2020 અને 2021માં વલસાડ જિલ્લામાં પોલીસે પ્રોહીબિશન હેઠળ બુટલેગરો પર તવાઈ બોલાવી કરોડોનો દારૂ-વાહનો જપ્ત કર્યા છે.

કોરોનાકાળમાં દારૂનું વ્યસન અને વેપારનું પ્રમાણ ખૂબ વધ્યું

વલસાડ જિલ્લામાં સૌથી વધુ દારૂના કેસ નોંધાય છે

ગુજરાતમાં દારૂબંધી ( Liquor Ban in Gujarat )છે. પરંતુ તેની પડોશના સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ અને મહારાષ્ટ્ર રાજ્યમાં દારૂબંધી નથી. એટલે આ વિસ્તારમાંથી મોટાપાયે દારૂનો ( Liquor ) જથ્થો ગુજરાતમાં ઠલવાય છે. દમણ, દાદરા નગર હવેલી અને મહારાષ્ટ્રને અડીને વલસાડ જિલ્લો આવેલો છે. જેના વાપી ડિવિઝનના 8 પોલીસ મથકો દારૂના કેસ પકડવામાં સમગ્ર ગુજરાતમાં અવ્વલ નંબરે રહ્યા છે. આ અંગે મળતી વિગતો મુજબ ગત વર્ષ 2020માં વાપી ડિવિઝને 2,47,49,605 રૂપિયાની કિંમતનો દારૂ, 17,45,14,000 રૂપિયાના 738 વાહનો સાથે 1607 આરોપીઓને પકડી તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

વર્ષ 2021ના 6 માસમાં 1.81કરોડનો દારૂ પકડાયો

વર્ષ 2021માં 1લી જાન્યુઆરીથી 30મી જૂન સુધીમાં વાપી ડિવિઝન હેઠળના 8 પોલીસ મથકમાં 3290 જેટલા આરોપીઓ સામે દારૂના કેસ થયા છે. તેમજ 1.81 કરોડનો દારૂ ( Liquor ) જપ્ત કર્યો છે. જે જોતા ગત વર્ષની સરખામણીએ આરોપીઓ બમણા થયા છે. એ પણ માત્ર 6 માસમાં જ્યારે પકડાયેલ દારૂ અને કિંમત પણ ગત વર્ષની સરખામણીએ વધુ છે.

વાપી ડિવિઝનમાં વર્ષ 2020માં 3854 દારૂના કેસ

વાપી ડિવિઝન હેઠળના 8 પોલીસ મથકમાં વર્ષ 2020માં પકડાયેલ દારૂમાં કુલ 3854 કેસ નોંધાયા હતાં. જેમાં વિદેશી દારૂના 1387 કેસ હતાં. પોલીસના અલગ અલગ 8 પોલીસ મથકમાં કુલ 2,27,418 વિદેશી દારૂની બોટલ પકડાઈ હતી. એ જ રીતે દેશી દારૂમાં ( Liquor ) 64,440 રૂપિયાનો 2959 લીટર દારૂ અને 362 આરોપીઓને પકડી તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

દારૂ માટે અપનાવાય છે અલગ અલગ કીમીયા

ગુજરાતમાં દારૂની ( Liquor ) હેરાફેરી માટે બુટલેગરો અનેક નવાનવા કીમીયા અજમાવે છે. જેમાં બાઇકની ટાંકીના ભાગને મોડીફાઈ કરી તેમાં દારૂ સંતાડવો, કારમાં સીટના ભાગે, ડીકીમાં, બોનેટમાં એ ઉપરાંત હેડ લાઈટની જગ્યાએ પણ દારૂ સંતાડીને લઈ જતા લોકોને પોલીસે ઝડપયા છે. તો, ટેમ્પો, ટ્રક જેવા વાહનોમાં પ્લાસ્ટિકના થેલા, પ્લાસ્ટિકના ડ્રમ, ગેસ સિલિન્ડર, બરફની પાટ નીચે, દૂધના કેનમાં, તરબુચ ભરેલા ટેમ્પોમાં, ભંગારની નીચે સંતાડીને અને એમ્બ્યુલન્સમાં પણ દારૂ લઈ જતા બુટલેગરોને પોલીસે પકડ્યા છે. ગત વર્ષે કોરોના દરમ્યાન કેટલાક બુટલેગરોએ દમણથી વલસાડમાં દારૂ ઘુસાડવા નદી-નાળાનો ઉપયોગ કર્યો હતો. બુટલેગરો માછલી પકડવાની હોડીઓમાં દારૂ ભરી નદીના એક કાંઠેથી બીજે કાંઠે દારૂની હેરાફેરી કરતા પકડાયા હતાં.

હપ્તાના નેટવર્ક સાથે થાય છે દારૂની હેરાફેરી

એ જ રીતે દારૂના ( Liquor ) ધંધામાં હવે 18 વર્ષના યુવક-યુવતીઓથી લઈને 90 વર્ષની ડોશીઓ અને ડોસાઓ પણ દારૂની હેરાફેરી કરતા પકડાયા છે. કેટલાય તો દારૂ માટે સરકારી બસનો પણ ઉપયોગ કરે છે. દમણથી વાપીમાં આવતી સરકારી એસ. ટી. બસોમાં મહિલાઓ દારૂના પોટલાં સાથે ચડે છે. અને વાપીમાં ઉતરી વાપીથી ટ્રેઈન મારફતે આ દારૂ નવસારી, સુરત, ભરૂચ, વડોદરા અને અમદાવાદ સુધી મોકલવામાં આવે છે. જો કે દારૂની હેરાફેરીમાં પોલીસ જેટલી સાવધ છે. એટલી જ તેની રહેમ નજર પણ છે. બુટલેગરો દારૂની હેરાફેરી માટે બસના ડ્રાઇવર, કંડકટર, સ્થાનિક પોલીસ ચોકીના પોલીસ જવાનો, રેલવે પોલીસ, પત્રકારો અને રાજકીય નેતાઓ સુધી વ્યવસ્થિત હપ્તાનું નેટવર્ક ગોઠવે છે. એ બાદ આ નેટવર્ક આધારે આ બુટલેગરીનો ધંધો ચલાવે છે.

31st ના 1600થી વધુ પીધેલા સામે કાર્યવાહી કરી

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ગેરકાયદે દારૂની ( Liquor ) હેરાફેરી કરતા બુટલેગરો વાહનોમાં અવનવા કીમીયા અજમાવી દમણ, દાદરા નગર હવેલી, મહારાષ્ટ્રમાંથી દારૂ ઘુસાડતા હોય છે. જેમાં પોલીસ પણ સતર્ક બની આવા બુટલેગરો પર તવાઈ બોલાવી કરોડોનો દારૂ અને વાહનો જપ્ત કરી ખાખીનો પરચો બતાવતી આવી છે. વર્ષ 2020ની 31મી ડિસેમ્બરે અને 1લી જાન્યુઆરી 2021ના વલસાડ પોલીસે 1600 જેટલા પીધેલા લોકોની અટકાયત કરી તેમનો નશો ઉતાર્યો હતો. જે બતાવે છે કે ગાંધીના ગુજરાતમાં હવે દારૂબંધી માત્ર કાગળ પર છે. હકીકતમાં ક્યાંય દારૂબંધી ( Liquor Ban in Gujarat ) નથી અને માગો તે સ્થળે દારૂ સહેલાઈથી ઉપલબ્ધ છે. એટલે પાડોશી સંઘપ્રદેશ અને રાજ્યોની જેમ ગુજરાતને પણ આલ્કોહોલ ફ્રી સ્ટેટ જાહેર કરી કરોડોની રેવન્યુ ઉભી કરવામાં શાણપણ છે.

આ પણ વાંચોઃ વલસાડ પોલીસ દ્વારા વિવિધ ગુનામાં પકડેલા રૂ. 3 કરોડના દારૂના જથ્થાનો નાશ કરાયો

આ પણ વાંચોઃ વાપીમાં વિદ્યાર્થીઓ ચડયા દારૂના રવાડે, પોલીસે 2 અલગ બનાવમાં 21.50 લાખનો દારૂ કર્યો જપ્ત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.