લોકસભા ચૂંટણીને લઈને 28મી માર્ચથી પાર્ટીના ઉમેદવારોએ ઉમેદવારીપત્ર ભરવા માટેનો પ્રથમ દિવસ છે. દમણમાં લોકસભા ચૂંટણીની એક સીટ માટે ભાજપમાંથી લાલુભાઈ પટેલને ટિકિટ આપી છે. ત્યારે લાલુભાઈ પ્રથમ દિવસે જ વિજયમુહરતમાં પોતાની ઉમેદવારી નોંધાવવાના છે. જે અંગે તેમના નિવાસસ્થાને એક અગત્યની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
કચીગામ મંડળ બૂથ લેવલની આ મિટિંગમાં 4 બુથના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. જેઓને લાલુભાઈ પટેલ, જિલ્લા પ્રમુખ દીપેશ ટંડેલ, વાઇસ પ્રેસિડેન્ટ આશિષ પટેલ, લાલુભાઈના પત્ની તરુણાબેન પટેલ, મંડળના પ્રમુખ અમરત ભાઈ પટેલ સહિતના ભાજપ કાર્યકરોએ ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપ્યુ હતુ અને સાથે ગુરુવારે ઉમેદવારી પત્ર ભરવાના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહી લાલુભાઈને સમર્થન આપે તે અંગે પણ સૂચના આપવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલ આ પહેલા બે ટર્મમાં દમણ દિવના સાંસદ રહી ચૂક્યા છે અને ભાજપે ત્રીજી ટર્મ માટે પણ લાલુભાઈને રિપીટ કર્યા છે.