ETV Bharat / city

Crime in Daman : કિશોરને નગ્ન કરી બેફામ માર મારવાના વાયરલ વિડીયો બાદ દમણ પોલીસે 3 યુવકોની ધરપકડ કરી - દમણ પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી

દમણમાં એક કિશોરને ચોરીની શંકા આધારે ચપ્પલ વડે, તેમજ થાંભલા સાથે બાંધીને, નગ્ન કરીને કેટલાક યુવાનો બેફામ માર મારી (Violence against children) રહ્યા હોવાનો એક વાયરલ વિડીયો થયો હતો. જે બાદ પ્રશાસન દ્વારા આ ઘટનાને ગંભીર ગણી જુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ 3 યુવકોની ધરપકડ કરી (Daman Police Arrest three Accused) આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Crime in Daman : કિશોરને નગ્ન કરી બેફામ માર મારવાના વાયરલ વિડીયો બાદ દમણ પોલીસે 3 યુવકોની ધરપકડ કરી

author img

By

Published : Dec 15, 2021, 7:19 PM IST

  • દમણમાં ચોરીની શંકામાં એક કિશોર પર તાલિબાની અત્યાચાર
  • વાયરલ વીડિઓ બાદ પોલીસે 3ની ધરપકડ કરી
  • CWC એ પણ કિશોરને માર મારવા મામલે તપાસ માંગી

વાપી :- સંઘપ્રદેશ દમણના બામણપૂજા વિસ્તારમાં એક કિશોર સાથે કેટલાક લોકોએ જાહેરમાં કરેલા અમાનવીય કૃત્યનો વિડીયો વાઈરલ થયો છે. સગીર વયના કિશોર પર ચોરીનો આરોપ મૂકી કેટલાક લોકોએ તેને નગ્ન કરી જાહેરમાં ફટકાર્યો (Violence against children) હતો. આ ચકચાર જગાવતી ઘટનામાં મોટી દમણ કોસ્ટલ પોલીસે વાયરલ વિડીયોના આધારે 3 ઇસમોની ઓળખ કરી ધરપકડ (Daman Police Arrest three Accused) કરી છે. આ સમગ્ર ઘટના અંગે વાયરલ વિડીઓમાં ખાખી વર્દીમાં દેખાતા વ્યક્તિ અંગે દમણ SP અમિત શર્માએ ખુલાસો કર્યો હતો.

કિશોર દમણનો હોવાનું બહાર આવતાં પોલીસે કાર્યવાહી કરી

સંઘપ્રદેશ દમણ અને વલસાડ જિલ્લામાં મંગળવારે એક કિશોરને કેટલાક લોકો બેરહેમીપૂર્વક માર મારતા હોય તેવો વિડિઓ વાયરલ થયો હતો. જે ઘટના દમણની હોવાનું બહાર આવ્યા બાદ પોલીસે તપાસ હાથ ધરી 3 યુવકોની ધરપકડ કરી (Daman Police Arrest three Accused) કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે. ઘટના અંગે દમણ SP અમિત શર્માએ મીડિયા સમક્ષ વિગતો આપી હતી કે, રવિવારે મોટી દમણ બામણપૂજા ખાતે હાટ બજાર ભરાયું હતું. તે બજારમાં એક શંકાસ્પદ કિશોર જોવા મળ્યો હતો. તેની તલાસી લેતા ખિસ્સા કાપવા માટેની વસ્તુઓ મળતા સ્થળ પર હાજર ચારથી પાંચ લોકોએ તેને માર મારવાનું શરૂ (Violence against children) કર્યું હતું. વાયરલ વીડિયોમાં એક વ્યક્તિ બાળકને ચપ્પલ વડે માર મારી રહ્યો છે . જે બાદ આ બાળકના કપડા ઉતારી બાળકને થાંભલા સાથે બાંધીને તેને માર મરાતા બાળક જોર જોરથી ચીસો પાડી રહ્યો હતો. આ ઘટનાના વાયરલ વિડીયો બાદ તાત્કાલિક તપાસ હાથ ધરી અંકિત નાનું પટેલ, દિલીપ ઠાકુર પટેલ અને નરેશ પ્રેમા પટેલ નામના 3 યુવકોની ધરપકડ કરી મોટી દમણ કોસ્ટલ પોલીસ મથકે વધુ તપાસ હાથ ધરી છે.

પ્રશાસન દ્વારા આ ઘટનાને ગંભીર ગણી જુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ કાર્યવાહી કરી

ખાખી વર્દીમાં દેખાતો વ્યક્તિ પોલીસ જવાન નથી

વધુમાં આ અંગે SP અમિત શર્માએ વિગતો આપી હતી કે, આ ઘટના અંગે કાયદાકીય જોગવાઈ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. જેમાં જુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામા આવશે. તેમજ IPC સેક્શન મુજબ પણ કાર્યવાહી કરવામાં આવશે. જ્યારે વાયરલ વિડીયોમાં ખાખી વર્દીમાં દેખાતા વ્યક્તિ અંગે ખુલાસો કર્યો હતો કે તે પોલીસ ડિપાર્ટમેન્ટનો વ્યક્તિ નથી. તપાસમાં તે એક્સાઇઝ વિભાગનો વ્યક્તિઓ હોવાનું જાણવા મળ્યું છે.

ઘટના બાદ કિશોરની શોધખોળ હાથ ધરી

જો કે જે કિશોર સાથે ચોરીની શંકામાં તાલીબાની સ્ટાઇલમાં માર મારવામાં (Violence against children) આવ્યો છે. તે કિશોર હાલ ગાયબ છે. દમણ પોલીસે તે કિશોરને શોધવા પણ ટીમને કામે લગાડી છે. તેમજ નજીકના રાજ્ય ગુજરાતના વલસાડ જિલ્લાની પોલીસની પણ મદદ લેવામાં આવી રહી હોવાનું SP અમિત શર્માએ જણાવ્યું હતું. SP અમિત શર્માએ લોકોને અપીલ કરી હતી કે જ્યારે પણ આવી કોઈ ઘટના સામે આવે તો કાયદો હાથમાં લેવાને બદલે પોલીસને જાણ કરો. પોલીસ ચોક્કસ યોગ્ય કાર્યવાહી કરશે.

મામલો સમાજ કલ્યાણ સમિતિ સુધી પહોંચ્યો હતો

ઉલ્લેખનીય છે કે વાયરલ વિડીઓમાં સગીર જાણે કોઈ મોટો ગુનેગાર હોય એ રીતે લોકોએ તેનાં કપડાં કાઢી નાખી (Violence against children) રસ્તા પરના એક બોર્ડની એંગલ સાથે બાંધી દીધો. ત્યાર બાદ પીડિતને જમીન પર પછાડી તેના પગ પર એક વ્યકિત ઊભો રહી માર મારતો જોવા મળી રહ્યો છે. જ્યારે અન્ય એક વ્યક્તિ તેને ચપ્પલ વડે માર મારે છે. વાયરલ વિડીયો થયા બાદ મામલો સમાજ કલ્યાણ સમિતિ (Daman Social Welfare Department) સુધી પહોંચ્યો હતો. સમિતિના અધ્યક્ષ બકુલભાઈ દેસાઈએ સભ્યો સાથે મળીને સમાજ કલ્યાણ વિભાગ પાસેથી સંપૂર્ણ માહિતી માંગી છે. સમાજ કલ્યાણ વિભાગના સચિવ પૂજા જેને જણાવ્યું હતું કે, આમાં જે પણ સામેલ હશે તેની સામે કાર્યવાહી (Daman Police Arrest three Accused) કરવામાં આવશે.

આ પણ વાંચોઃ Surat metro station: સુરત મેટ્રોની કામગીરીમાં બેદરકારીના પગલે કિશોર કચડી મરાયો

આ પણ વાંચોઃ Ahmedabad Drug Peddler: ચાની કીટલી, પાનના ગલ્લા પર ડ્રગ્સ સપ્લાય કરતા યુવાધનને બરબાદ કરનારા ઝડપાયા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.