વાપી: સંઘપ્રદેશ દાદરાનગર હવેલીમાં એક તરફ બીજી ઓગસ્ટ મુક્તિ દિવસની ઉજવણીની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. ત્યારે મુક્તિ દિવસની પૂર્વ સંધ્યાએ કોરોનાએ પણ પોતાના કોરડો વીંઝ્યો છે. દાદરા નગર હવેલીમાં શનિવારે વધુ 20 દર્દીઓ કોરોના પોઝિટિવ નોંધાયા હતા. જેની સામે 17 દર્દીઓ ડિસ્ચાર્જ થયા હતા. હાલમાં પ્રદેશમાં 218 દર્દીઓ સારવાર હેઠળ છે. 312 દર્દીઓને સારવારમાથી મુક્તિ આપવામાં આવી છે. નવા કેસ સાથે કુલ 188 કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા છે.
દમણમાં શનિવાર વધુ ચિંતાજનક બન્યો હતો. જેમાં શનિવારે 25 નવા કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા. જેની સામે 13 દર્દીઓને રજા આપવામાં આવી હતી. દમણમાં પણ હાલ 177 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે 399 દર્દીઓને રજા આપવામાં આવી છે.
શનિવાર વલસાડ જિલ્લા માટે પણ ચિંતાનો શનિવાર હતો. વલસાડ જિલ્લામાં કોરોના ના કારણે વધુ ચાર દર્દીઓ મોતને ભેટયા છે. વલસાડ જિલ્લામાં 13 નવા દર્દીઓ નોંધાયા છે. 6 દર્દીઓને રજા આપવામાં આવી છે. જિલ્લામાં કુલ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા 671 થઈ છે. જેમાંથી 204 એક્ટિવ દર્દીઓ છે. 395 ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જ્યારે સાત દર્દીઓ કોરોના પોઝિટિવ થી 66 દર્દીઓ કોરોના પોઝિટિવ પરંતુ અન્ય કારણોથી મૃત્યુને ભેટ્યા છે.
આજના ચાર મૃત્યુ પામેલા દર્દીઓના ડેથ ઓડિટ રિપોર્ટ બાદ તેના મૃત્યુનું ચોક્કસ કારણ નક્કી કરાશે