ETV Bharat / city

દાદરા નગર હવેલીમાં સાંસદની ખાલી પડેલી સીટમાં વિજય મેળવવા ભાજપે તૈયારી શરૂ કરી

કેન્દ્રશાસિત પ્રદેશ(Union Territory) દાદરા નગર હવેલીમાં વર્ષ 2019માં યોજાયેલી લોકસભાની ચૂંટણી(Lok Sabha elections)માં અપક્ષ ચૂંટણી લડી વિજય બનેલા મોહન ડેલકર(Mohan Delkar)ના નિધન બાદ ખાલી પડેલી સાંસદની બેઠક માટે આગામી દિવસોમાં પેટા ચૂંટણી(By-election) યોજાવાની છે. ત્યારે, તેમાં ભાજપના ઉમેદવાર વિજય બને તે માટે અત્યારથી જ ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી છે. શહેરી અને ગ્રામ્ય વિસ્તારના મતદારો ભાજપની સાથે છે અને ભાજપને ભવ્ય જીત અપાવશે તેવો હુંકાર દાદરા નગર હવેલી દમણ અને દિવ ભાજપના પ્રદેશ અધ્યક્ષ દીપેશ ટંડેલે કર્યો છે.

દાદરા નગર હવેલીમાં સાંસદની ખાલી પડેલી સીટમાં વિજય મેળવવા ભાજપે તૈયારી શરૂ કરી
દાદરા નગર હવેલીમાં સાંસદની ખાલી પડેલી સીટમાં વિજય મેળવવા ભાજપે તૈયારી શરૂ કરી
author img

By

Published : Jun 25, 2021, 8:17 PM IST

  • દાદરા નગર હવેલીમાં સાંસદની સીટ કબ્જે કરવા ભાજપે તૈયારીઓ કરી શરૂ
  • અપક્ષ સાંસદ સ્વ મોહલ ડેલકરના નિધન બાદ આ સીટ ખાલી પડી છે
  • 4 કાર્યકરોએ ચૂંટણી લડવા ટિકિટની માગ કરી

સેલવાસ: દાદરા નગર હવેલીમાં ખાલી પડેલી સાંસદની સીટ પર આગામી સપ્ટેમ્બર, ઓક્ટોબર મહિનામાં લોકસભાની પેટા ચૂંટણી(Lok Sabha by-election) યોજાઈ શકે છે. જેમાં ભાજપના ઉમેદવારને વિજયી બનાવી દાદરા નગર હવેલીમાં કેસરિયો લહેરાવવા સંઘપ્રદેશ(Union Territory) ભાજપ સક્રિય થયું છે. પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને ભવ્ય જીત મળશે તેવો વિશ્વાસ દાદરા નગર હવેલી અને દમણ અને દિવ ભાજપના પ્રદેશ અધ્યક્ષ દીપેશ ટંડેલ વ્યક્ત કર્યો હતો.

દાદરા નગર હવેલીમાં સાંસદની ખાલી પડેલી સીટમાં વિજય મેળવવા ભાજપે તૈયારી શરૂ કરી
દાદરા નગર હવેલીમાં સાંસદની ખાલી પડેલી સીટમાં વિજય મેળવવા ભાજપે તૈયારી શરૂ કરી

22 ફેબ્રુઆરીએ અપક્ષ સાંસદ મોહન ડેલકરનું થયું હતું નિધન

વર્ષ 2019માં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં ભાજપે એડીચોંટીનું જોર લગાવ્યું હતું જોકે, તેમછતા અપક્ષ તરીકે ચુંટણી લડનારા મોહન ડેલકરે (Mohan Delkar) ભાજપના ઉમેદવારને કારમી હાર આપી હતી અને ભાજપની વિજયની આશા પર પાણી ફેરવી દીધું હતું. જોકે, વર્ષ 2021માં 22 ફેબ્રુઆરીએ અપક્ષ સાંસદ મોહન ડેલકરે (Mohan Delkar) મુંબઈની હોટેલમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા દાદરા નગર હવેલીએ એક બાહોશ નીડર નેતા ગુમાવ્યો હતો. ત્યારથી દાદરા નગર હવેલીની સાંસદની સીટ ખાલી પડી છે. જેની પેટા ચૂંટણી (by-election)આગામી સપ્ટેમ્બર-ઓક્ટોબર મહિનામાં યોજાય તેવા એંધાણ છે. ત્યારે આ પેટા ચૂંટણીમાં ભાજપનો ઉમેદવાર વિજયી બને તે માટે ભાજપે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી હોવાનું અને મતદારો ભાજપના ઉમેદવારને વિજય બનાવશે તેવો હુંકાર દાદરા નગર હવેલી અને દમણ અને દિવ ભાજપના પ્રદેશ અધ્યક્ષ દીપેશ ટંડેલે કર્યો હતો.

અપક્ષ સાંસદ સ્વ મોહલ ડેલકરના નિધન બાદ આ સીટ ખાલી પડી છે

આ પણ વાંચોઃ દાદરાનગર હવેલીના MP મોહન ડેલકરનું મુંબઈમાં શંકાસ્પદ મોત, ગુજરાતીમાં મળી સ્યુસાઈડ નોટ

પ્રદેશના મતદારો ભાજપ સાથે હોવાનો પ્રદેશ અધ્યક્ષનો દાવો

પ્રદેશ અધ્યક્ષ દીપેશ ટંડેલે જણાવ્યું હતું કે, સંઘપ્રદેશ (Union Territory)માં પક્ષ તરફથી તમામ તૈયારીઓ આરંભી દેવાઈ છે. દાદરા નગર હવેલીમાં ભાજપ સરકારે અનેક જનહિતના કાર્યો કર્યા છે. આદિવાસીઓને તેમના હક આપી વિકાસમાં સહભાગી થયા છે. એક સમયે જ્યાં માત્ર પ્રાઇવેટ કોલેજોમાં જ શિક્ષણ મળતું હતું. ત્યાં ભાજપની સરકારે સરકારી મેડિકલ કોલેજ, સ્કૂલો ઉભી કરી છે. આદિવાસીઓના ઉત્થાન માટે સ્વરોજગારીની તકો પુરી પાડી છે. દાદરા નગર હવેલીમાં દરેક શહેરી-ગ્રામ્ય મતદારો ભાજપ સાથે છે. તેમનો આ ભાજપ તરફી જુવાળ ભાજપને આવનારી પેટા ચૂંટણી(by-election)માં પૂર્ણ બહુમત અપાવશે.

દીપેશ ટંડેલ
દીપેશ ટંડેલ

આ પણ વાંચોઃ અડધું મેદાન છોડીને ક્યારેય નહીં જવાનું કહેનારા મોહન ડેલકરની અલવિદા

લક્ષદ્વિપને મલદીવની જેમ પ્રવાસન હબ બનાવવાની નેમઃ દીપેશ ટંડેલ

દીપેશ ટંડેલે વધુમાં જણાવ્યું કે, દાદરા નગર હવેલીમાં આગામી લોકસભાની પેટા ચૂંટણીમાં ભાજપ સુરક્ષા અને વિકાસ, સૌનો સાથ સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ એ મુદ્દાને લઈને ચૂંટણી લડશે. હાલમાં લક્ષદ્વિપમાં પ્રશાસક પ્રફુલ પટેલ(Administrator Praful Patel) સામે થઈ રહેલા વિરોધ અંગે દીપેશ ટંડેલે જણાવ્યું કે, દાદરા નગર હવેલી, દમણ અને દિવના પ્રશાસક પ્રફુલ પટેલ લક્ષદ્વિપના પ્રશાસક છે. લક્ષદ્વિપમાં તેમણે ઉઠાવેલા વિકાસના કદમ સરાહનીય છે. લક્ષદ્વિપને મલદીવની જેમ પ્રવાસન હબ બનાવવાની નેમ છે. સ્થાનિક સ્તરે વાર્ષિક 25 હજાર ટન માછલીઓનું ઉત્પાદન થાય છે. તેને વેગ આપી રોજગારી પુરી પાડવાનો નીર્ધાર છે. અન્ય રાજ્યોના માફિયાઓ ત્યાં ડ્રગ્સનો કારોબાર ચલાવે છે. જેમના પર સરકારે સિકંજો કસ્યો છે. એટલે સ્થાનિક લોકોને બદલે એ લોકો તેનો વિરોધ કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ સાંસદ મોહન ડેલકરના આત્મહત્યા પ્રકરણમાં જેનું નામ ઉછળ્યું છે તે પ્રફુલ પટેલ છે કોણ ?

પ્રશાસકનું હિત સચવાતું હશે તેવા કાર્યકર જ ટીકીટ મેળવશે

ભાજપ પ્રદેશ કાર્યાલય
ભાજપ પ્રદેશ કાર્યાલય

ઉલ્લેખનીય છે કે, દાદરા નગર હવેલીની લોકસભાની પેટા ચૂંટણી માટે ભાજપ તરફથી 4 કાર્યકરોએ ટિકિટની માંગણી કરી છે. ટીકીટની માંગણી કરનારાઓમાં ગત લોકસભા ચૂંટણીમાં ટીકીટ નહિ મળવાથી પક્ષ સાથે જ બળવો કરનારા કાર્યકરો પણ સામેલ છે. ત્યારે, સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં યોજાનારી લોકસભાની પેટા ચૂંટણીમાં પાર્લામેન્ટરી બોર્ડ કોના પર કળશ ઢોળશે અને ફરીવાર કોની નારાજગી વહોરશે તે તો સમય આવ્યે જ ખબર પડશે. પરંતુ એટલું ચોક્કસ છે કે, હાલના પ્રશાસકનું હિત સચવાતું હશે તેવા કાર્યકર જ ટીકીટ મેળવશે અને ચૂંટણી લડશે.

આ પણ વાંચોઃ EXCLUSIVE: સાંસદ મોહન ડેલકર આત્મહત્યાની આરપાર, FIRમાં 9 સામે આરોપ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.