ETV Bharat / city

વાપીમાં ટ્રાન્સપોર્ટ નગર બનાવવાનો મુદ્દો ફરી ગાજ્યો - વલસાડ કોર્પોરેશન

ઔદ્યોગિક નગરી વાપીમાં ટ્રાન્સપોર્ટ નગર બનાવવાનો મુદ્દો ફરી ગાજયો છે. વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશને ગત વિધાનસભાની ચૂંટણીમાં બહિષ્કાર સુધીની ચિમકી આપી હતી, પરંતુ હજુ સુધી ટ્રાન્સપોર્ટ નગર માટે જગ્યાની ફાળવણી કરાઇ નથી, ત્યારે શનિવારે મળેલી સંકલનની બેઠકમાં પારડી ધારાસભ્યએ ફરી ટ્રાન્સપોર્ટ નગરનો પ્રશ્ન ઉકેલવાની માગ કરી છે.

ETV BHARAT
વાપીમાં ટ્રાન્સપોર્ટ નગર બનાવવાનો મુદ્દો ફરી ગાજ્યો
author img

By

Published : Dec 21, 2020, 6:21 PM IST

Updated : Dec 21, 2020, 6:42 PM IST

  • ટ્રાન્સપોર્ટ એસોસિએશનની વર્ષો જૂની માંગણી છે
  • જગ્યાની ફાળવણી ન કરાતાં ટ્રકો આડેધડ પાર્ક થાય છે
  • ગત ચૂંટણીમાં ચૂંટણી બહિષ્કારની ઉચ્ચારી હતી ચીમકી

વલસાડ: વાપી GIDCમાં 2,500થી વધુ નાના-મોટા એકમો આવેલાં છે. જેથી અહીં રોજના 5,000 ટ્રકોની અવર-જવર રહે છે, પરંતુ પાર્કિંગ માટે ટ્રાન્સપોર્ટ નગરનું હજુ સુધી નિર્માણ થઇ શક્ંયુ નથી.,ત્યારે ફરી એકવાર સંકલનની બેઠકમાં પારડી ધારાસભ્ય કનુ દેસાઈએ વાપીમાં ટ્રાન્સપોર્ટ નગર બનાવવાનો પ્રશ્ન રજૂ કર્યો છે.

ETV BHARAT
ટ્રાન્સપોર્ટ નગર બનાવવાનો મુદ્દો

સંકલન બેઠકમાં ટ્રાન્સપોર્ટ નગર બનાવવાની માગ

વાપીમાં ટ્રાન્સપોર્ટ નગર બનાવવાની માગ હવે સંકલન બેઠકમાં રજૂ થઈ છે. આ અગાઉ પણ એસોસિએશનને અનેક રજૂઆતો કરી હોવાથી કરમબેલા હા‌ઇવે પર જગ્યા માટે કવાયત કરાઇ હતી, પરંતુ હજુ સુધી સફળતા મળી શકી નથી. જેથી શનિવારે કલેક્ટરની અધ્યક્ષતામાં મળેલી જિલ્લા સંકલનની બેઠકમાં પારડી ધારાસભ્ય કનુ દેસાઇએ વાપીમાં ટ્રાન્સપોર્ટ નગર બનાવવાની રજૂઆત કરી હતી.

ટ્રાન્સપોર્ટ નગરના અભાવે અકસ્માત અને પાર્કિંગની સમસ્યા

ધારાસભ્યની રજૂઆતને લઇ ફરી ટ્રાન્સપોર્ટ નગરનો મુદ્દો ચર્ચાંમાં આવ્યો છે. કલેક્ટરે ટ્રાન્સપોર્ટ નગર માટે જરૂરી પ્રક્રિયા આગળ વધારવા અંગે જવાબદાર અધિકારીઓને સૂચન કર્યુ છે. જો કે, વાપીમાં ટ્રાન્સપોર્ટ નગર બનાવાની તાતી જરૂરિયાત છે. કારણ કે, હાઇવે અને GIDCમાં આડેધડ ટ્રકોના પાર્કિંગના કારણે અકસ્માતો વધી રહ્યાં છે.

ETV BHARAT
ટ્રાન્સપોર્ટ નગર બનાવવાનો મુદ્દો

ટ્રાન્સપોર્ટ ઉદ્યોગમાં નવી આશાનું કિરણ

વારંવાર રજૂઆતો છતાં પણ હજુ સુધી ટ્રાન્સપોર્ટ નગર બનાવવા કોઇ પ્રક્રિયા હાથ ધરાઇ નથી. જેથી સંકલનની બેઠકમાં ચર્ચા કરાયા બાદ હવે ટ્રાન્સપોર્ટ નગર બનાવવા પ્રક્રિયા આગળ વધશે તેવા આશાવાદ સાથે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે.

Last Updated : Dec 21, 2020, 6:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.