- દમણમાં યુવા મહોત્સવનું આયોજન
- 300 સ્પર્ધકોએ ભાગ લીધો
- 145 સ્પર્ધકો સ્ટેટ લેવલની સ્પર્ધામાં ભાગ લેશે
દમણ :દેશના મહાન સપૂત સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિને દર વર્ષે યુવા દિનના રૂપમાં મનાવવામાં આવે છે. જે અંતર્ગત સંઘપ્રદેશ દમણના સ્વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં રમત ગમતના વિભાગ દ્વારા સ્ટેટ લેવલના યુવા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.ભારતના ખેલ મંત્રાલય દ્વારા દર વર્ષે જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે યુવા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે
શાળા કોલેજોના વિદ્યાર્થીઓએ કૌવત બતાવ્યું
આ મહોત્સવમાં સ્પર્ધકો સિંગિંગ, નૃત્ય, ભરતનાટ્યમ, ફોક ડાન્સ, સંગીત, લોક સંગીત અને એકાંકી અભિનય જેવી વિવિધ કેટેગરીમાં પોતાનું પરફોર્મન્સ બતાવે છે.સંઘપ્રદેશ દમણના સ્વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં રમત ગમતના વિભાગ દ્વારા સ્ટેટ લેવલના યુવા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પહેલા યોજાયેલા ડીસ્ટ્રીકટ લેવલના યુવા મહોસ્તવમાં દમણ દીવ અને દાદરા નગર હવેલીની શાળા, કોલેજોના 300થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો.
12મી જાન્યુઆરીએ દિલ્હી જશે
સ્પર્ધામાં પ્રથમ આવનાર 145 જેટલા સ્પર્ધકોએ સ્ટેટ લેવલની સ્પર્ધામાં ભાગ લીધો હતો, આ સ્પર્ધામાં પ્રથમ આવનાર સ્પર્ધકો 12 જાન્યુઆરીએ દિલ્લીમાં યોજાનાર રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં ભાગ લેશે. અને પ્રદેશનું ગૌરવ વધારશે. યુવા મહોત્સવ દરમ્યાન કોવિડ-19ના નિયમોનું પણ પાલન કરવામાં આવ્યું હતું.