ETV Bharat / city

દાદરા નગર હવેલીમાં 'ટીચર્સ ઇનોવેશન ફેર' કાર્યક્રમનું આયોજન

દાદરા નગર હવેલી જિલ્લા પંચાયત શિક્ષણ વિભાગ દ્વારા 2 દિવસીય 'ટીચર્સ ઇનોવેશન ફેર'નું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં 3 શિક્ષકોને શ્રેષ્ઠ પ્રદર્શન માટે પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

ETV BHARAT
દાદરા નગર હવેલીમાં 'ટીચર્સ ઇનોવેશન ફેર' કાર્યક્રમનું આયોજન કરાયુ
author img

By

Published : Jan 25, 2020, 5:34 PM IST

સેલવાસ: દાદરા નગર હવેલી જિલ્લા પંચાયત શિક્ષણ વિભાગ દ્વારા, ખેતીવાડી તાલીમ કેન્દ્ર ખાતે 2 દિવસીય 'ટીચર્સ ઇનોવેશન ફેર'નું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમા શાળાના વિદ્યાર્થીઓ માટે નવી ટેક્નીક દ્વારા શિક્ષણ તેમજ વિવિધ પ્રવૃત્તિ અંગે જાણકારી આપવામાં આવી હતી.

ETV BHARAT
રંગોળી કરનારી વિદ્યર્થિનીઓને મળ્યાં પ્રમાણપત્ર

પ્રદેશમાં શિક્ષણના સ્તરને સુધારવા આયોજિત અનોખા કાર્યક્રમ સાથે શિક્ષકો દ્વારા કેટલીક કૃતિઓ રજૂ કરવામા આવી હતી. જેનું નિરીક્ષણ શિક્ષણ વિભાગના અધિકારી જયેશભાઈ ભંડારીએ કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા 3 શિક્ષકોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

ETV BHARAT
રંગોળી કરનાર વિદ્યાર્થિનીઓ

પ્રદેશની કેટલીક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા હાલમાં જે દાદરા નગર હવેલી અને દમણ-દીવનું એકીકરણ કરવામા આવ્યુ છે, તેના સંદર્ભે રંગોળી બનાવવામાં આવી હતી. જેમા સાયલી ચોકીપાડાની શાળાને પ્રથમ અને સેલવાસ ગુજરાતી મીડીયમ શાળાને નંબર 2 આપવામાં આવ્યો હતો.

ETV BHARAT
દાદરા નગર હવેલીમાં 'ટીચર્સ ઇનોવેશન ફેર' કાર્યક્રમનું આયોજન કરાયુ

રંગોળી બનાવનારા આ વિદ્યાર્થીઓને 26મી જાન્યુઆરીના કાર્યક્રમ દરમિયાન ઈનામ આપી સન્માનિત કરવામા આવશે.

આ પ્રસંગે જિલ્લા પંચાયત શિક્ષણાધિકારી જયેશભાઈ ભંડારી, એકાઉન્ટ ઓફિસર મિથુન રાણા અને CRC કો-ઓર્ડીનેટર સહિત 75 જેટલા શિક્ષકો હાજર રહ્યા હતા.

Intro:Location :- સેલવાસ

સેલવાસ :- દાદરા નગર હવેલી જીલ્લા પંચાયત શિક્ષણ વિભાગ દ્વારા ખેતીવાડી તાલીમ કેન્દ્ર ખાતે બે દિવસીય ટીચર્સ ઇનોવેશન ફેરનુ આયોજન કરવામા આવ્યુ હતુ. જેમા શાળાના વિદ્યાર્થીઓ માટે નવી ટેકનીક દ્વારા કેવી રીતે શિક્ષણ આપવુ તેમજ વિવિધ પ્રવૃત્તિ અંગે જાણકારી આપવામા આવી હતી. 

Body:પ્રદેશમાં શિક્ષણના સ્તર ને સુધારવા આયોજિત અનોખા કાર્યક્રમ સાથે શિક્ષકો દ્વારા કેટલીક કૃતિઓ રજુ કરવામા આવી હતી. જેને શિક્ષણ વિભાગના અધિકારી જયેશભાઇ ભંડારીએ નિરીક્ષણ કર્યું હતુ. આ કાર્યક્રમ દરમ્યાન શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ત્રણ શિક્ષકોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામા આવ્યા હતા.

પ્રદેશની કેટલીક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા હાલમા જે દાદરા નગર હવેલી અને દમણ-દીવને એકીકરણ કરવામા આવ્યુ છે જેના સંદર્ભે રંગોળી બનાવી હતી.જેમા સાયલી ચોકીપાડાની શાળાને પ્રથમ નંબર આપવામા આવ્યો હતો. સેલવાસ ગુજરાતી મીડીયમ શાળાને બીજો નંબર આપવામા આવ્યો હતો. આ વિદ્યાર્થીઓને 26મી જાન્યુઆરીના દિવસે કાર્યક્રમ દરમ્યાન ઇનામ આપી સન્માનિત કરવામા આવશે.

Conclusion:આ અવસરે જીલ્લા પંચાયત શિક્ષણાધિકારી જયેશભાઇ ભંડારી, એકાઉન્ટ ઓફિસર મિથુન રાણા, CRC કો-ઓર્ડીનેટર સહિત 75 જેટલા શિક્ષકો ઉપસ્થીત રહ્યા હતા.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.