- અપશબ્દ પરથી મહિલાને અપશબ્દ બોલાયા
- મહિલાએ એટ્રોસિટી હેઠળ ફરિયાદ કરી
- બોરતલાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ
ભાવનગરઃ ભાવનગર શહેરમાં અનુસૂચિત જાતિની મહિલાને એક સોસાયટીમાં રહેતા શખ્સ અને તેની પત્ની દ્વારા અશોભનીય અને જ્ઞાતિ વિરુદ્ધ અપશબ્દના પ્રયોગ બદલ એટ્રોસિટી હેઠળ ફરિયાદ દાખલ કરી છે.
આ પણ વાંચોઃ Taukte Effect: ગીર સોમનાથના ઉનાનું આમોદ્રા ગામ વાવાઝોડાના 17 દિવસ બાદ પણ અંધારામાં
અનુસૂચિત જાતિની મહિલાને થઈ માથાકૂટ અને થઈ એટ્રોસિટી
ભાવનગર શહેરમાં ફુલસર વિસ્તારમાં આવેલા મુખ્યમંત્રી આવાસમાં બનેલી એક ઘટના પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગઈ છે. અનુસૂચિત જાતિની મહિલા અને તેની બહેનપણી બેઠા હતાં ત્યારે ત્યાં રહેતાં ખુમાનસિંહ નામના વ્યક્તિએ બંને મહિલાઓ પર મોબાઇલની ટોર્ચ કરી અને ત્યાં જઈને પૂછતાં ખુમાનસિંહએ તમારો વાલ ક્યાં છે તેવો જવાબ આપ્યો હતો. તેથી મહિલાએ તેના વિશે મને નહીં મારા પતિને પૂછો તેમ કહ્યું હતું. ત્યારબાદ મામલો ખુમાનસિંહના ઘરે પહોંચ્યો તો ખુમાનસિંહના પત્ની રેખાબાએ અપશબ્દ બોલીને જ્ઞાતિ વિરુદ્ધ અપશબ્દ બોલ્યાં હતાં. જેનાથી લઈને અનુસૂચિત જાતિની મહિલા દ્વારા બોરતલાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. એટ્રોસિટી હેઠળ આ ફરિયાદ ખુમાનસિંહ અને તેમના પત્ની વિરુદ્ધ દાખલ કરાઈ છે.
આ પણ વાંચોઃ Covaxin for Kids : પટના AIIMS માં બાળકો પર રસી ટ્રાયલ શરૂ,ત્રણ બાળકોને અપાયા ડોઝ